________________
થઈ જાય છે જેના કારણે શ્રાવક ઘણાં બધાં પાપોથી બચી જાય છે. એના જીવનમાં ત્યાગમાર્ગ પર ચાલવાની દઢતા આવી જાય છે અને તે મોક્ષની મંજિલ પર આગળ વધતો રહે છે.
(૧) દિશા પરિમાણ વ્રત ઃ ત્રણ ગુણવ્રતોમાંથી પહેલું ગુણવ્રત દિશા પરિમાણ વ્રત છે. આ વ્રત લોભ વૃત્તિ અને એના કારણે થનારી હિંસા, અસત્ય, બેઈમાની, ચોરી, પરિગ્રહ વૃત્તિ વગેરે પાપોને, કે જે વિસ્તૃત ક્ષેત્રમાં ફેલાયેલાં હતાં, ચાહે તે અણુવ્રતની સીમામાં જ હતાં, સીમિત કરી દે છે. તે લોભના વધતા સાગરને એક ગાગરમાં સીમિત કરી દે છે. આચાર્ય હેમચંદ્ર આ દિગ્વિરતિ વ્રતનો મહિમા બતાવતાં કહ્યું છે -
जगदाक्रममाणस्स प्रसरल्लोभ वारिधेः । स्खलनं विदधे तेन, येन दिग्विरतिः कृतः ॥ चराचराणां जीवानां विमर्दन-निवर्तनात् । तप्तायोगोलकल्पस्य सद् वृत्तं गृहिणोप्यदः ॥
- યોગશાસ્ત્ર, પ્ર-૩, શ્લો-૩-૨ અર્થાત્ - “જે મનુષ્ય દિગ્વિરતિ વ્રત અંગીકાર કરી લીધું એણે જગત ઉપર આક્રમણ કરવા માટે અભિવૃદ્ધિ લોભરૂપી સમુદ્રને આગળ વધવાથી રોકી દીધો.”
જેમ તપાવેલા લોખંડના ગોળાને ક્યાંય પણ રાખવાથી જીવોની હિંસા થાય છે, એમ જ મનુષ્યના ચાલવા-ફરવાથી (પછી તે ઊડીને ગમન કરે કે સ્ટીમર દ્વારા પાણી ઉપર તરીને ગમન કરે કે સડકો ઉપર, રેલ, બસ વગેરેથી ચાલે.) ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થતી રહે છે. પરંતુ દિ૫રિમાણ વ્રતના કારણે આવાગમન મર્યાદિત થઈ જવાથી જીવોનો વિનાશ ઓછો થઈ જાય છે.”
| નિષ્કર્ષ એ છે કે તૃષ્ણાને ઘટાડવા માટે ને અપરિગ્રહની દઢતા સાથે તથા લોભ વગેરેના કારણે થનારી હિંસા વગેરે દોષોને ઓછા કરવા માટે આ વ્રતની આવશ્યકતા છે.
વસ્તુતઃ શ્રાવક જે પાંચ અણુવ્રતનો સ્વીકાર કરે છે એ વ્રતોમાં સ્થિર રહેતા-રહેતા ધ્યેયની તરફ આગળ વધવું એનું લક્ષ્યબિંદુ હોય છે, પરંતુ ચિત્તમાં શાંતિ ન હોય તો ધ્યેય માર્ગમાં સ્થિર રહી શકાતું નથી, પછી આગળ વધવું તો ઘણું દૂરની વાત છે. ચિત્તની શાંતિ માટે વૃત્તિનો સંકોચ આવશ્યક છે, જે આ દિશા પરિમાણ વ્રત દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. ચિત્તની ચંચળતાથી ગમનાગમન થવું સ્વાભાવિક છે. જ્યારે દિશાઓમાં ગમનાગમન મર્યાદિત કરી દેવામાં આવે છે, તો સહજ જ ઘણા પાપો પર રોક લાગી જાય છે. તેથી વ્રતધારી શ્રાવક માટે આ ઉચિત છે કે તે પોતાની સામાન્ય આવશ્યકતાઓને જોતાં દિશાઓમાં ગમનાગમની મર્યાદા કરવા હેતુ દિશા પરિમાણ વ્રતને અંગીકાર કરે. દિગ્વિરતિની આવશ્યકતા :
શ્રાવકનું જીવન ધર્મ-પ્રધાન હોય છે, અર્થ-પ્રધાન નહિ. ગૃહસ્થ શ્રાવક માટે એકાંત અર્થ અને કામ ત્યાજ્ય છે. કાં તો ધર્મ અને મોક્ષ એના જીવનમાં હોય કે પછી વ્યાવહારિક ગાઈશ્ય જીવનમાં ધર્મયુક્ત અર્થ અને કામ હોય. શ્રાવકનું જીવન અર્થ-પ્રધાન કે કામ-પ્રધાન નથી [ ત્રણ ગુપ્તવ્રત છે જે રીતે ૨૫)