________________
કે બધી દિશાઓમાં એટલા યોજન, કોસ (ગાઉ), માઇલ કે કિલોમીટર વગેરે સુધી જઈશ. એનાથી આગળ નહિ જાઉં, આ પ્રકારની મર્યાદા કરવા, સ્વૈચ્છિક સીમા-પ્રતિબંધ કરવાને, દિશા પરિમાણ વ્રત કહે છે.”
| દિશાઓ મુખ્યત્વે ત્રણ માનવામાં આવી છે - (૧) ઊર્ધ્વ દિશા, (૨) અધોદિશા અને (૩) ત્રાંસી દિશા. ત્રાંસી (તિર્યક) દિશાના આઠ ભેદ છે -
(૧) પૂર્વ (૨) પશ્ચિમ (૩) ઉત્તર (૪) દક્ષિણ.
એ ચાર દિશાઓ અને ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય એ ચાર વિદિશાઓ, કુલ આઠ ત્રાંસી દિશાના ભેદ છે. કુલ મળીને દસ દિશાઓ થઈ જાય છે. એ દસે દિશાઓમાં ગમનાગમન કરવાની મર્યાદા કરવી દિશા પરિમાણ વ્રત છે. | દિશા પરિમાણ વ્રતનો સ્વીકાર કરવા માટે શ્રાવકે કોઈ એક સ્થાનને કેન્દ્ર બનાવીને એ સ્થાનથી પ્રત્યેક દિશા માટે આ મર્યાદા કરવી જોઈએ કે હું અમુક દિશામાં આ સ્થાનથી આટલા દૂરથી વધુ નહિ જાઉં. જેમ ઊર્ધ્વ દિશાની મર્યાદા આ પ્રકારની કરી શકાય છે - “હું અમુક કેન્દ્રસ્થાનથી વૃક્ષ, પહાડ, ઘર કે મહેલ ઉપર અથવા વિમાન દ્વારા કોઈ રીતે ઉપરની તરફ આટલી દૂરીથી (અંતરથી) વધુ દૂર નહિ જાઉં.” આમ, અધોદિશાની મર્યાદા આ પ્રકારની કરી શકાય છે . “હું અમુક કેન્દ્રસ્થાનથી નીચેની તરફ જળ-સ્થળ, ખાણ, ભૂમિ-ગૃહ વગેરેમાં આટલા અંતરથી વધુ નીચે નહિ જાઉં.” તિર્ધક દિશાની મર્યાદા કરતાં સમયે એવો સંકલ્પ કરવો જોઈએ કે - “હું પૂર્વ, પશ્ચિમ વગેરે દિશાઓ અને ઈશાન વગેરે વિદિશાઓમાં અમુક કેન્દ્રસ્થાનથી આટલા અંતરથી વધુ નહિ જાઉં.” આ વિધિથી ગમનાગમનના ક્ષેત્રને સીમિત કરવાનું પ્રણ કે સંકલ્પ લેવો દિશા પરિમાણ વ્રત કહેવાય છે.
દિશા પરિમાણ વ્રત સ્વીકાર કરનાર ગમનાગમનની મર્યાદા આ રીતે પણ કરી શકે છે કે - “હું અમુક દિશામાં, અમુક દેશ, પ્રદેશ, નગર, ગામ, પહાડ, નદી, વન, ઝરણું વગેરેથી આગળ નહિ જાઉં.” અથવા આ રીતે પણ કરી શકીએ છીએ કે - “હું પોતાના મનોનીત કેન્દ્રસ્થાનથી અમુક દિશામાં આટલા દિવસ, પક્ષ કે માસમાં કે આટલા સમયમાં પગપાળા કે અમુક સવારીથી જેટલા દૂર થઈ શકીશ, એનાથી આગળ નહિ જાઉં.” ગમનાગમનની મર્યાદા કોસ (ગાઉ), માઇલ, કિલોમીટર, ફર્ભાગ, ગજ, ફૂટ, હાથ, ઇંચ વગેરેના રૂપમાં પણ કરી શકાય છે.
આ વ્રત સ્વીકાર કરનારની ઇચ્છા પર નિર્ભર છે કે તે કોઈપણ ક્ષેત્રને કેન્દ્ર માનીને વ્રત ગ્રહણ કરે. તે આ વાત માટે પણ સ્વતંત્ર છે કે અમુક દિશામાં આવાગમનનું ક્ષેત્ર ઓછું રાખે અને અમુક દિશામાં વધુ રાખે. શ્રાવકે પોતાની પરિસ્થિતિનો વિચાર કરી ગમનાગમન માટે આવશ્યક ક્ષેત્ર ખુલ્લું રાખીને શેષ (બાકીના) ક્ષેત્રમાં ગમનાગમન કરવાનો ત્યાગ કરી લેવો જોઈએ.
એ ધ્યાન રાખવું જોઈએ કે દિશા પરિમાણ વ્રતનો સંકલ્પ જીવનભર માટે કરવામાં આવે છે, એક દિવસ-રાત કે ઓછા સમય માટે નહિ. આ વાતને દૃષ્ટિગત રાખીને જ [ ત્રણ ગુપ્તવ્રતા છે. આ જ છે ૨૦)