________________
પાંચમો ભેદ ધન છે. ધન અંતર્ગત સિક્કા, નોટ, રત્ન, હીરા, નીલમ, પુખરાજ, પન્ના, માણેક, મોતી, આભૂષણ, ઘડિયાળ વગેરે બહુમૂલ્ય પદાર્થ તથા ઘી, ગોળ, ખાંડ વગેરે વધુ મૂલ્યવાન પદાર્થ આવી જાય છે. એના વિષયમાં પરિમાણ કરવું કે - “અમુક-અમુક પદાર્થ એટલા વજન, સંખ્યા, માત્રાથી વર્તમાન સમય અનુસાર એટલા મૂલ્યથી વધુના નહિ રાખીશ, ન વધુ ઇચ્છા-મૂર્છા કરીશ.”
છઠ્ઠો ભેદ ધાન્ય છે. જેમ ઘઉં, ચણા, જવ, મગ, મઠ, ચોખા વગેરે બધાં અનાજ આવી જાય છે. આ બધાંના વિષયમાં પરિમાણ કરવું કે - “હું અમુક ધાન્ય એટલા વજન, એટલી માત્રાથી કે વર્તમાન મૂલ્યાનુસાર એટલા મૂલ્યથી વધુનું નહિ રાખીશ, ન વધુની ઇચ્છામૂચ્છ કરીશ.”
આ રીતે દ્વિપદમાં પોતાની સ્ત્રી, મનુષ્ય, દાસ-દાસી, નોકર-ચાકર, મુનીમ, ગુમાસ્તા, કર્મચારી વગેરેના વિષયમાં તથા મોર, સારસ, કબૂતર, પોપટ, હંસ વગેરે બધાં પક્ષીઓના વિષયમાં મર્યાદા કરવી કે - “એટલા જ વધુ નહિ રાખીશ કે ન વધુની ઇચ્છા-મૂચ્છ કરીશ.”
એ જ રીતે, ચતુષ્પદમાં આવનારાં હાથી, ઘોડા, બળદ, બકરા, ગાય-ભેંસ, ઊંટ વગેરેના વિષયમાં પરિમાણ કરવું કે - “એટલાથી વધુ ન તો પોતાના સ્વામિત્વમાં રાખીશ કે ન એટલાથી વધુની ઇચ્છા-મૂચ્છ જ કરીશ.”
નવમો ભેદ છે. એમાં એ પદાર્થો કે ધાતુઓ(લોખંડ, તાંબુ, પિત્તળ, કાંસુ વગેરે)ની ગણના થાય છે. જે પૂર્વોક્ત આઠ ભેદોમાં ન આવ્યા હોય. ઘરેલુ બધા પ્રકારની સામગ્રીનો અંતર્ભાવ કુષ્યમાં થઈ જાય છે. એના અંતર્ગત વાસણ, વસ્ત્ર, સોફાસેટ, ટેબલ, ખુરશી, પલંગ, કબાટ, પંખો, રેડિયો, મોટર, સ્કૂટર, સાઇકલ, બળદગાડી તથા ઘરની સમસ્ત નાનીમોટી ચીજો જેને બોલચાલની ભાષામાં ઘર-વખરી કે ગૃહસ્થીનો સામાન કહે છે, - મર્યાદા કરવામાં આવે છે કે - “અમુક વસ્તુ, એટલી સંખ્યા તોલ કે માપ કે મૂલ્યથી વધુની પોતાની માલિકી નહિ રાખીશ. અને ન વધુની ઇચ્છા-મૂચ્છ કરીશ.'
ઉક્ત રીતિથી નવ પ્રકારના બાહ્ય પરિગ્રહોના સંબંધમાં પૃથક-પૃથક મર્યાદા કરવી જ ઇચ્છા પરિમાણ વ્રત કે પરિગ્રહ પરિમાણ વ્રત કહેવાય છે.
આ વ્રતને ત્રણ કરણ (કરવું, કરાવવું, અનુમોદના) તથા ત્રણ યોગો(મન-વચનકાયા)માંથી પોતાની ઇચ્છાનુસાર ગ્રહણ કરી શકાય છે. સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદા પણ વ્રતધારી પોતાની ઈચ્છાનુસાર કરી શકે છે. પછી પણ શ્રાવક ગૃહસ્થીમાં રહેતાં રહેતાં પોતાના સંતાનને વેપાર-ધંધામાં પ્રવૃત્ત કરવા-હેતુ અથવા અન્ય ધનાર્જનનાં કાર્યો માટે પ્રેરણા દેવી પડે છે, અનેક વાર એનો કાર્યભાર લાચાર થઈને સંભાળવો પડે છે, અથવા સાથે રહેવાના કારણે સંતાનના પરિગ્રહ સંબંધિત પ્રવૃત્તિને સંવાસાનુમતિ પણ આપવી પડે છે, તેથી થઈ શકે તો જ બે કરણ - ત્રણ યોગથી પરિગ્રહ પરિમાણ વ્રત સ્વીકાર કરવું જોઈએ, અન્યથા એક કરણ - ત્રણ યોગથી જ સ્વીકાર કરવું જોઈએ. (૦૨૦)
જે છે જિણધમો)