________________
પરિગ્રહ પરિમાણ ગ્રહણ વિધિઃ
જે વ્યક્તિ સંસારના સમસ્ત પદાર્થોથી પોતાનું મમત્વ હટાવી લે છે અને માત્ર આત્મ સાધના માટે જીવનનિર્વાહ-હેતુ પોતાની કલ્પ મર્યાદા અનુસાર અલ્પથી અલ્પ બાહ્ય, સાધન ગ્રહણ કરે છે, તે અપરિગ્રહી છે. અપરિગ્રહી માટે મૂચ્છનો સર્વથા ત્યાગ આવશ્યક છે. સાધુ, વસ્ત્ર-પાત્ર વગેરે રાખવા છતાંય એમાં મૂર્છા ન હોવાથી અપરિગ્રહી કહેવામાં આવે છે. જૈન ધર્મે અણગાર સાધુઓ માટે સર્વથા અપરિગ્રહી હોવું આવશ્યક બતાવ્યું છે. ગૃહસ્થો માટે પણ પરિગ્રહની મર્યાદા કરવા અને ઉત્તરોત્તર પરિગ્રહને ઓછું કરવાનું વ્રત બતાવ્યું છે, આ જ પરિગ્રહ પરિમાણ વ્રત કહેવાય છે.
શાસ્ત્રકારોએ પરિગ્રહના બે પ્રકાર બતાવ્યા છે - બાહ્ય પરિગ્રહ અને આત્યંતર પરિગ્રહ. બાહ્ય પરિગ્રહ નવ પ્રકારના છે અને આત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારના છે. ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ આ ચૌદ ભેદ આત્યંતર પરિગ્રહના છે. આમ, પરિગ્રહ પરિમાણ વ્રત નવ પ્રકારના બાહા પરિગ્રહોની મર્યાદા કરીને, ગ્રહણ કરવામાં આવે છે, પરંતુ એ ધ્યાન રાખવા યોગ્ય વાત છે કે પરિગ્રહ મુખ્યત્વે ઇચ્છા તથા મૂચ્છથી થાય છે. ઇચ્છા અને મૂચ્છનો સંબંધ મનથી છે અને મનનો સંબંધ આત્યંતર પરિગ્રહની સાથે છે. આત્યંતર પરિગ્રહ જેટલી-જેટલી માત્રામાં ઓછો હશે એટલી-એટલી માત્રામાં બાહ્ય પરિગ્રહથી ઇચ્છામૂર્છા ઓછી થતી જશે. બાહ્ય પરિગ્રહ તો પદાર્થો પર ઇચ્છા-મૂચ્છ હોવાના કારણે જ પરિગ્રહ કહેવાય છે, તેથી વ્યક્તિ જ્યારે આત્યંતર પરિગ્રહથી વિરત થશે તો પદાર્થ પાસે હોવા છતાંય પરિગ્રહ નહિ રહે.
સંસારમાં જેટલા પણ પદાર્થો છે, એમને બે ભાગોમાં વહેંચી શકાય છે - એક એ છે કે સચેતન છે અને બીજો એ છે અચેતન સચેતનમાં દ્વિપદ-નર-નારી, દાસ-દાસી, પક્ષી વગેરે અને ચતુષ્પદ-ઘોડા, બળદ-ગાય વગેરે પશુ તથા અપદ-વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. અચેતનમાં સમસ્ત નિર્જીવ વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમ સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, સિક્કા, નોટ, વસ્ત્ર, વાસણ, ઘર, દુકાન વગેરે - સચેતન પદાર્થોની ગણના સચિત્ત પરિગ્રહમાં થાય છે અને અચેતન પદાર્થોની ગણના અચિત્ત પરિગ્રહમાં થાય છે.
પરિગ્રહની મર્યાદા કરનાર શ્રાવક સંસારના સમસ્ત સચેતન કે અચેતન પદાર્થોના વિષયમાં (જે એના જીવનનિર્વાહ માટે આવશ્યક કે ઉપયોગી છે.) આ પ્રકારનો નિયમ કરશે કે હું અમુક પદાર્થ આટલી માત્રા કે સંખ્યાથી વધુ પોતાના સ્વામિત્વમાં નહિ રાખું, અમુક પદાર્થો ઉપરથી સ્વામિત્વનો સર્વથા ત્યાગ કરું છું, અથવા અમુક પદાર્થની અમુક માત્રા કે સંખ્યાથી વધુની ઇચ્છા-મૂચ્છ પણ નહિ કરું.
પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કરવામાં સુવિધા માટે સચિત્ત-અચિત્ત રૂપ બાહ્ય પરિગ્રહને શાસ્ત્રકારોએ નવ ભાગોમાં વિભક્ત કરી દીધા છે. તે નવ ભેદ બાહ્ય પરિગ્રહના રૂપમાં પ્રસિદ્ધ છે, તે આ પ્રકારે છે : (૧૮)
જે છે તે છે જિણધમો)