________________
ઇચ્છા સરોવર અને પરિમાણની પાળઃ
વગર આરા-ઓવારાની ઇચ્છાથી અનિષ્ટકારિતા અને અરમણીયતાને દૂર કરવા માટે એની ચારેય બાજુ પરિમાણની પાળ બાંધી દેવી જોઈએ. એવું કરવાથી એ સરોવરની અનિષ્ટકારિતા પણ દૂર થઈ જાય છે અને એના સ્વરૂપમાં રમણીયતા પણ આવી જાય છે. માટે ભગવાન મહાવીરે પરિગ્રહની અનિષ્ટતાને દૂર કરવા માટે શ્રાવકોની ઇચ્છા વિધિ પરિમાણ કરવાનો નિર્દેશ અને ઉપદેશ આપ્યો છે.
પ્રભુ મહાવીર દ્વારા શ્રાવકો માટે ઉપદિષ્ટ ઇચ્છા પરિમાણ વ્રતનો આશ્રય લેવાથી પરિગ્રહની વિષાક્તતા ઓછી થઈ જાય છે. આ એ મણિ છે જે પરિગ્રહના વિષને દૂર કરી દે છે. આ વ્રતનો સ્વીકાર કરવાથી ગૃહસ્થ શ્રાવકનું કોઈપણ વ્યાવહારિક કાર્ય રોકતું નથી, ન વિકાસ કાર્યમાં કોઈ અડચણ (રોક) આવે છે. પણ આત્મચિંતન, ભગવદ્ભક્તિ, ધર્મધ્યાન વગેરે કાર્ય નિશ્ચિતતાપૂર્વક કરી શકે છે. તે નિરાકુલતાની સાથે ગાઉથ્ય જીવન સુખ-શાંતિપૂર્વક ચલાવી શકે છે. ઈચ્છાઓ અને તૃષ્ણાઓના ભારથી આક્રાંત વ્યક્તિનું જીવન અશાંત, ચિંતાતુર અને મશીનની જેમ વ્યસ્ત રહે છે. પરંતુ જેણે ઇચ્છાઓ અને તૃષ્ણાઓના પરિમાણની પાળ દ્વારા નિયંત્રણ કરી લીધું હોય, તે વ્યક્તિ ઉક્ત બધી પરેશાનીઓથી બચી જાય છે અને અત્યંત સુખ-શાંતિ પૂર્ણ છે, ન નિરાકુલતામય જીવન આનંદપૂર્વક જીવે છે. અમર્યાદિત ઈચ્છાઓવાળી વ્યક્તિ ન તો શાંતિથી ખાઈ-પી શકે છે કે ન નિશ્ચિતતાથી જીવનયાપન કરી શકે છે, અને ન પ્રભુ ભક્તિ કે આત્મ કલ્યાણ જ કરી શકે છે. એની પાસે આખા સંસારનો વૈભવ આવી જાય તો પણ તે અશાંત જ રહેશે. આ અશાંતિને હટાવવાનો એક જ માર્ગ છે અને તે છે - ઈચ્છાઓનું પરિમાણ કરવું. ઈચ્છા પરિમાણ વ્રત સ્વીકાર કરી લેવાથી બધા પ્રકારની અશાંતિ દૂર થઈ જાય છે.
ઇચ્છા પરિમાણ વ્રત સ્વીકાર કરનાર મહા પરિગ્રહથી બચી જાય છે. કારણ કે એણે ઈચ્છાઓને સીમિત કરી દીધી છે. આ કારણે જેટલા અંશમાં એની ઇચ્છા બાકી (શેષ) છે, એટલા અંશના પરિગ્રહ સિવાય, બાકીના સમસ્ત પરિગ્રહથી તે નિવૃત્ત થઈ જાય છે. એને સંપૂર્ણ પરિગ્રહની ક્રિયા નથી લાગતી, પણ જેટલા અંશમાં પરિગ્રહ રહ્યો છે એની જ ક્રિયા લાગે છે. તેથી તે મહાપરિગ્રહી ન રહીને અલ્પ પરિગ્રહી થઈ જાય છે. જેટલો પરિગ્રહ શેષ છે, એમાં પણ તે જળ-કમળવત્ નિર્લેપ રહે છે, તો એ જ ભવમાં નહિ તો સાત-આઠ ભાવોમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. જો કે એણે પૂર્ણતઃ પરિગ્રહ નથી ત્યાગ્યો છતાં આંશિક રૂપથી પરિગ્રહ ત્યાગ તથા ઈચ્છા પરિમાણ કરી છે, તેથી એટલા અંશોમાં તે જન્મ-મરણનાં કષ્ટોથી છૂટી જાય છે. નીચ ગતિનો પથિક હોવાથી બચી જાય છે, કાં તો તે સુગતિમાં જાય છે કે મુક્તિ પથનો પથિક થઈ જાય છે.
ઇચ્છા પરિમાણ વ્રત સ્વીકાર કરનાર વ્યક્તિ ક્યારેય આ વાતથી ચિંતિત કે દુઃખી નથી થતી કે એની વસ્તુ કોઈ છીનવી લેશે, ચોરી લેશે કે નષ્ટ કરી દેશે. વસ્તુઓની પ્રત્યે (૧૬) 0 0 0 0 0 0 0 0 0 0 ( જિણધમો)