________________
પરિગ્રહ હોય છે ત્યાં ક્રોધ વગેરે ચાર કષાયો અવશ્ય હોય છે. અને જ્યાં ક્રોધ વગેરે ચાર કષાયો હોય છે ત્યાં પરિગ્રહ વગેરે પાપ અવશ્ય હોય છે. આ રીતે પરિગ્રહ ક્રોધ, માન, માયા અને લોભ - પાપાનુબંધ - ચતુષ્ચનો જનક છે. પરિગ્રહ સમસ્ત પાપોનું કેન્દ્ર છે. સમસ્ત પાપ પરિગ્રહથી ઉત્પન્ન થાય છે.
પોતાની નિકૃષ્ટ ઇચ્છાઓ, ખોટી મહત્ત્વાકાંક્ષાઓ તથા વસ્તુની પ્રત્યે આસક્તિ તથા મોહ-મમતાને લઈને સંસારમાં મોટાં-મોટાં પાપો થાય છે. જ્યાં ઇચ્છા મૂર્છા નથી હોતી કે સીમિત હોય છે, ત્યાં લગભગ પાપકર્મ નથી થતું.
સંગ્રહ બુદ્ધિ વિષમતાનું કારણ :
પદાર્થો પ્રત્યે ઇચ્છા અને મૂર્છા થાય છે, ત્યારે એમને સંગ્રહ કરવાની બુદ્ધિ થાય છે. ઇચ્છા મૂર્છા હોવાથી એ પદાર્થ તરફ સંતુષ્ટિ નથી થતી, ભલે તે પદાર્થ ચાહે ગમે તેટલી સંખ્યામાં કે માત્રામાં મળી જાય, તૃપ્તિ એનાથી નથી થતી. સંસારમાં આજે જે દુઃખની પ્રચુરતા છે, તે પ્રાયઃ સંગ્રહ બુદ્ધિનું ફળ છે.
માનવ શરીર ત્યાં સુધી સ્વસ્થ રહે છે જ્યાં સુધી એના પ્રત્યેક અવયવને લોહીનો પ્રવાહ મળતો રહે છે. જ્યારે શરીરના કોઈ ભાગમાં લોહીનો પ્રવાહ બંધ (રોકાઈ) થઈ જાય છે, ત્યારે શરીરમાં દુઃખાવો થવા લાગે છે. શું આજના સમાજનો દુઃખાવો પણ આ નથી ? જ્યાં સુધી ગૃહસ્થ સમાજના પ્રત્યેક અવયવ સુધી ધનનો પ્રવાહ પહોંચે છે, ત્યાં સુધી સમાજ પીડિત નથી થતો. જ્યારે આ ધન-પ્રવાહ કેટલાક લોકો સુધી જ પહોંચીને બંધ થઈ જાય છે કે એકની પાસે ભેગો થઈ જાય છે તો સમાજમાં પીડાનો પ્રારંભ થઈ જાય છે. આજના સમાજની પીડા છે - ધનનું કેટલાક હાથોમાં એકત્રિત થઈ જવું.
એ માનવું પડશે કે એક બાજુ પહાડ હશે તો બીજી બાજુ ખાઈ હશે. સંપત્તિ જ્યારે કેટલાંક (થોડાં જ) સ્થાનો પર સંગૃહીત થશે તો બીજા લોકોને એનાથી વંચિત રહેવું પડશે. સામાજિક વિષમતાનું આ જ કારણ છે. એક બાજુ પદાર્થોની ભરમાર છે, એમને આટલા પદાર્થોની આવશ્યકતા નથી. બીજી તરફ એવા લોકો પણ છે, જેમની પાસે એ પદાર્થોનો અભાવ છે, તે એ પદાર્થોના ઉપભોગથી વંચિત છે. કેટલાક લોકોની પાસે ધનનો વધુ સંગ્રહ છે, જ્યારે બીજા લોકો એક-એક પૈસા માટે વલખાં મારે છે. એક બાજુ વધુ અનાજ કોઠારોમાં ભરેલું છે, જ્યારે બીજી બાજુ અનાજના એક દાણાના અભાવમાં હાહાકાર મચ્યો છે. એક બાજુ પેટીઓ ભરીને વસ્ત્રો સડી રહ્યાં છે, એમને ઊંધઈ ખાઈ રહી છે, બીજી બાજુ લોકો ઠંડીથી થથરી (મરી) રહ્યા છે. કેટલાક પાસે મર્યાદાથી વધુ જમીન છે, કેટલાક લોકો પાસે જમીન જ નથી. આમ, વિષમતા સંગ્રહખોરી કે જમાખોરીની દેન છે.
સંગ્રહથી મુખ્યત્વે બે દુર્ગુણો જન્મ લે છે - વિલાસ અને ક્રૂરતા. જ્યારે સંગ્રહના રૂપમાં પરિગ્રહ વધી જાય છે તો આળસ, અકર્મણ્યતા, બીજાના શ્રમ પર લહેર કરવાની વૃત્તિ, વિલાસિતા વગે૨ે દુર્ગુણ આવી જાય છે. પરિગ્રહી વ્યક્તિ ચાહે છે કે એના માર્ગમાં કોઈ
૧૪
જિણઘો