________________
(૧) ક્ષેત્ર - (ખેતર વગેરે ખુલ્લી જમીન) (૨) વસ્તુ - (નિવાસ યોગ્ય સ્થાન, મકાન, દુકાન, નેસડો વગેરે) (૩) હિરણ્ય - (ચાંદી) (૪) સુવર્ણ - (સોનું)
(૫) ઘન - (સોના-ચાંદીમાં મઢેલા - પાણી ચડાવેલા સિક્કા, ઘરેણાં, નોટ વગેરે મુદ્રા, વૃત તથા અન્ય બહુમૂલ્ય પદાથો)
(૬) ધાન્ય - (ઘઉં, ચોખા, ચણા વગેરે અનાજ) (૭) દ્વિપદ - જેમના બે પગ હોય, (જેમ કે મનુષ્ય, પક્ષી વગેરે) (૮) ચતુષ્પદ - ચાર પગા જાનવરો (ગાય, બળદ, ઘોડો, ભેંસ વગેરે)
(૯) કપ્ય - (વસ્ત્ર, વાસણ, ઘરેલું સામાન ફર્નિચર, કબાટ, મોટર, પંખા, તિજોરી વગેરે (સમગ્ર પદાર્થો જે પૂર્વોક્ત આઠ પ્રકારના પરિગ્રહમાં સમાવિષ્ટ નથી.)
ઉપર્યુક્ત નવ પ્રકારોમાં સમસ્ત સંસારના સચિત્ત-અચિત્ત, સ્થાવર કે જંગમ બધા પદાર્થોનો સમાવેશ થઈ જાય છે. એ જ નવ પ્રકારના પદાર્થોને ગ્રહણ કરવાની મનુષ્યની ઇચ્છા કે મમતા હોય છે. તેથી ઉક્ત નવ પ્રકારના પરિગ્રહોનું પરિમાણ કરવું, સંખ્યા કે માત્રાની સીમા નિશ્ચિત કરી લેવી પરિગ્રહ પરિમાણ વ્રત કે ઇચ્છા પરિમાણ વ્રત કહેવાય છે.
ક્ષેત્રમાં એ બધી વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે, જે ઉપજાઉ તથા ખુલ્લી (સિંચાઈની અને વગર સિંચાઈની) જમીન હોય. એમાં ખેતર, ચરવાનું સ્થાન, બગીચા, પહાડ, ખાણ, જંગલ તથા સમસ્ત ખુલ્લી જમીન આવી જાય છે. આ વ્રતના ગ્રહણકર્તાને ક્ષેત્ર સંબંધમાં પરિગ્રહની મર્યાદા કરવી જોઈએ કે - “હું આટલી ખુલ્લી જમીનથી વધુ ભૂમિ પોતાના સ્વામિત્વમાં નહિ રાખું. ન એનાથી વધુ ભૂમિની ઇચ્છા-મૂચ્છ જ કરીશ.'
બીજા ભેદ વાસ્તુમાં મકાન, પછી ભલે તે જમીનના અંદર હોય કે જમીનના ઉપર હોય, નિવાસ માટે હોય કે નેસડો હોય, દુકાન હોય, અતિથિગૃહ હોય, કારખાનાનું હોય, બંગલો હોય, હવેલી હોય - આના વિષયમાં પરિમાણ કરવું કે - “હું આટલા અને અમુક-અમુક મકાનો - (જે એટલાથી વધુ લાંબા-પહોળાં, ઊંચા નહિ હોય, જેમનું મૂલ્ય વર્તમાનના મૂલ્ય અનુસાર એટલાથી વધુ નહિ હોય)થી વધુ મકાન પોતાના સ્વામિત્વમાં નહિ રાખું, ન એમનાથી વધુની ઈચ્છા-મૂચ્છ કરીશ.”
હિરણ્યનો અર્થ ચાંદી છે. ચાંદીના સંબંધમાં મર્યાદા કરવી કે - “હું એટલા વજન કે એટલા મૂલ્ય(વર્તમાનના ભાવ અનુસાર)થી વધુની ચાંદી કે ચાંદીથી બનેલાં આભૂષણ-બટન, વાસણ વગેરે વસ્તુઓ નહિ રાખું.” સુવર્ણનો અર્થ સોનું છે. સોનાના સંબંધમાં પણ એવું જ પરિમાણ કરવું કે - “હું એટલા વજન કે એટલા મૂલ્યથી વધુનું સોનું તથા સોનાથી બનાવેલાં આભૂષણ, ઘડિયાળ, વીંટી વગેરે ન રાખીશ કે ન ઇચ્છા-મૂચ્છ કરીશ.”
[ પરિગ્રહ - પરિમાણ વ્રત 200 200 2000 (૧૯)