________________
એની આસક્તિ સહજ રૂપથી ઓછી થઈ જાય છે, તેથી એને માટે દુઃખનું કોઈ કારણ નથી રહેતું. આ વિપરીત મહાપરિગ્રહી વ્યક્તિ મૃત્યુના સમય કે પુણ્યની હીનતાથી એ વસ્તુઓને છૂટતી જાણી ઘોર કષ્ટનો અનુભવ કરે છે. શાસ્ત્રના કથનાનુસાર મહાપરિગ્રહોને મરતા સમયે આર્તરૌદ્ર ધ્યાન આવે છે, જે દુર્ગતિનું કારણ છે. ઇચ્છા પરિમાણ વ્રતી શ્રાવકની પાસે એવું દુઃખ ક્યારેય નથી ફરકતું.
એક સઘન (ઘટાદાર) વૃક્ષ છે. એનો સહારો એક વાંદરો પણ લે છે અને એક પક્ષી પણ. પક્ષી પોતાની પાંખોના આશ્રયે રહે છે, વૃક્ષની સાથે એનો લગાવ નથી હોતો, તેથી વૃક્ષના પડી જવાથી પક્ષીને દુ:ખ નથી થતું, પરંતુ વાંદરો વૃક્ષને પોતાનું માનીને રહે છે, તેથી વૃક્ષના પડવાથી વાંદરાને બહુ દુઃખ થાય છે. આ જ અંતર-ઇચ્છા પરિમાણ વ્રતધારી શ્રાવકમાં અને વ્રત ન લેનાર પરિગ્રહમાં થાય છે. ઇચ્છા પરિમાણ કરનારને પોતાની મર્યાદામાં ગૃહીત પદાર્થોનો આધાર છૂટી જવા છતાંય પક્ષીની જેમ દુઃખ નથી થતું, કારણ કે તે એ પદાર્થો પર પણ એટલી મમતા નથી રાખતો જેનાથી દુ:ખ થાય. ઈચ્છા પરિમાણ ન કરનારને પદાર્થોના છૂટી જવાથી વાંદરાની જેમ ખૂબ દુઃખ થાય છે. ઇચ્છા પરિમાણનો અર્થ :
ઇચ્છા પરિમાણ વ્રતનો અર્થ છે ! ધન-ધાન્ય વગેરે પદાર્થોની ઇચ્છાને મર્યાદિત કરવી, સીમિત કરવી. સંપૂર્ણ અપરિગ્રહ વ્રતને અંગીકાર કરનાર તો સંસારના સમસ્ત પદાર્થો પરથી ઇચ્છા અને મૂચ્છનો ત્યાગ કરે છે, પણ ઇચ્છા પરિમાણ વ્રતધારીને સંસારના સમસ્ત પદાર્થો પરથી ઇચ્છા-મૂચ્છનો ત્યાગ નથી કરવો પડતો. એને એ જ પદાર્થો પરથી ઇચ્છામૂચ્છનો ત્યાગ કરવો પડે છે, જે પદાર્થ મહાપરિગ્રહમાં માનવામાં આવે છે કે જે પદાર્થોની ઇચ્છા નિકૃષ્ટ છે, બીજાઓ માટે ઘાતક છે.
ઇચ્છા પરિમાણ વ્રતના ગ્રહણકર્તાને આ વાતનો સંકલ્પ કરવો પડે છે કે તે આ પદાર્થોથી વધુ પદાર્થો પર સ્વામિત્વ કે મમત્વ નહિ રાખે, ન એ પદાર્થો સિવાય કોઈ પદાર્થની ઇચ્છા કરશે. આંશિક રૂપથી પરિગ્રહથી વિરત થઈને મહાપરિગ્રહી ન હોવાની જે પ્રતિજ્ઞા લેવામાં આવે છે, એને પણ ઇચ્છા પરિમાણ વ્રત કહે છે.
ઇચ્છા પરિમાણ વ્રતનો ઉદ્દેશ્ય દુનિયાભરના સમસ્ત પદાર્થોની વિસ્તૃત ઇચ્છાઓથી પોતાના મનને ખેંચીને એક સીમિત મર્યાદામાં કરી લે છે. ઇચ્છા પરિમાણમાં મર્યાદા જેટલી ઓછી હશે એટલું જ દુઃખ અને સંસારભ્રમણ ઓછું થશે. કારણ કે એનું ધ્યેય એક દિવસ પરિગ્રહ કે ઈચ્છાનો સર્વથા ત્યાગ કરવાનો હોય છે. તે પોતાના લક્ષ્ય સુધી ત્યારે જ પહોંચી શકે છે, જ્યારે ઈચ્છા-મૂચ્છને ન્યૂનથી ન્યૂનતમ કરી દેશે. શ્રાવકનો ઉદ્દેશ્ય ઇચ્છા અને મૂચ્છની સાથે-સાથે આવશ્યકતાઓમાં પણ અંકુશ કરવો છે, ત્યારે જ તે એક દિવસ નિષ્પરિગ્રહી નિગ્રંથના લક્ષ્ય પર પહોંચી શકશે. દૂ પરિગ્રહ - પરિમાણ વ્રત આ
6૧૭)