________________
આ જ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સંબંધમાં પણ એવી મર્યાદા કરવી જોઈએ કેદ્રવ્યથી હું અમુક-અમુક વસ્તુ સિવાય વધુની ઇચ્છા નહિ કરું, ન એના સિવાય બીજી વસ્તુ પોતાના સ્વામિત્વમાં રાખીશ. ક્ષેત્રથી હું અમુક ક્ષેત્રતી બહારની કોઈ વસ્તુ ન પોતાની મર્યાદામાં રાખી ન અમુક ક્ષેત્રથી બહારની વસ્તુની ઇચ્છા જ કરીશ, કાળથી હું એટલા દિવસ, સપ્તાહ, પક્ષ, માસ વર્ષ કે જીવનભર આ - આ વસ્તુઓથી વધુની ન તો ઇચ્છા કરીશ કે ન પોતાના સ્વામિત્વમાં રાખીશ. ભાવથી મર્યાદિત વસ્તુઓથી વધુની ઇચ્છામૂર્છા નહિ કરું. આ મર્યાદાને વધુ નહિ વધારીશ પણ વધુમાં વધુ ઘટાડવા કે સંકુચિત કરવાનો પ્રયત્ન કરીશ.
કારણ કે આ વ્રતનો ઉદ્દેશ્ય પોતાની ઇચ્છાઓ, લાલસાઓ, મૂર્છાઓ, મમતાઓ અને આસક્તિઓને વધુમાં વધુ ઘટાડવી છે, તેથી મર્યાદાઓ યથાસંભવ સંકુચિત રાખવી જોઈએ, વિસ્તૃત નહિ. મર્યાદા જેટલી સંકુચિત હશે સાધક એટલો જ શીઘ્ર પરિગ્રહ સમુદ્રને પાર કરીને અપરિગ્રહી બની શકશે. જો કે શ્રાવકના ત્રણ મનોરથોમાંથી એક છે આનંદ વગેરે. શ્રાવકોએ સંપત્તિની એટલી જ મર્યાદા કરી હતી, જેટલી એમના પાસે એ સમયે હતી. ઘણાય લોકો વ્રત ગ્રહણ કરતાં સમયે આ વિચારીને કે આપણી પાસે આટલી વધુ સંપત્તિ હોવાથી તો રહી, પોતાના પાસે થોડી-ઘણી મિલકત હોવા છતાંય એનાથી અનેકગણી વધુ સંપત્તિ મર્યાદામાં રાખી લે છે. પરંતુ જ્યારે ભાગ્યવશ ઉક્ત મર્યાદાથી વધુ મિલકત થવા લાગે છે તો તે વ્રતમાં કપટ ચલાવે છે. પોતાની વધેલી મિલકતને તે પોતાની સ્ત્રી કે સંતાનના નામ પર કરી દે છે, કે વિવાહ વગેરે ખર્ચ ખાતામાં અમાનત (જમા) કરી લે છે, પરંતુ આ એકદમ વ્રત ભંગ છે.
ઇચ્છા પરિમાણ વ્રત સ્વીકાર કરવાથી શ્રાવકના ગૃહસ્થ જીવનમાં કોઈ પ્રકારની અડચણ કે મુશ્કેલી નથી આવતી અને એની ઇચ્છા-તૃષ્ણા પણ અસીમ નથી રહેતી. આ વ્રતનો સ્વીકાર કરનાર વ્યક્તિ અવ્રતી અને મહાપરિગ્રહી નથી રહેતી, પણ એની ગણના ધર્માત્મા શ્રાવકોમાં થાય છે, તે મહાપાપથી બચીને મોક્ષમાર્ગનો પથિક થઈ જાય છે.
પરિગ્રહ પરિમાણ વ્રતના અતિચાર :
ઇચ્છા પરિમાણ વ્રતના પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે. જેમ કે ઉપાસક દશાંગ'માં કહ્યું છે -
इच्छा परिमाणस्स समणोवासएणं पंच अइयारा जाणियव्वा न समायरियव्वा तंजहा- खेत्त-वत्थु पमाणाइक्कमे, हिरण्ण सुवण्ण पमाणाइक्कमे धणघन्न पमाणाइक्कमे, दुप्पय चउप्पय पमाणाइक्कमे कुविय पमाणाइक्मे ।
"
ઇચ્છા પરિમાણ વ્રતના પાંચ અતિચાર જાણવા યોગ્ય છે, પરંતુ આચરવા યોગ્ય નથી. એ અતિચાર આ પ્રમાણે છે :
પરિગ્રહ - પરિમાણ વ્રત
૭૨૧