________________
(ઘણું) ધન હોવા છતાંય વિવિધ પ્રકારની ઇચ્છાઓને કારણે તે પરેશાન હતો. સંતે એની ઇચ્છાઓની લાંબી-લચક સૂચી સાંભળી અને એની પૂર્તિ હેતુ એને વ્યગ્ર જોયો. સંત પાછા ગયા. એમણે પોતાના શિષ્યને રૂપકની ભાષામાં કહ્યું -
“રેવી, રે ચેત્ના વિન પાત્ર સરવર” અર્થાત્ - “હે શિષ્ય ! આજ મેં એક એવા સરોવરને જોયું, જેનો કોઈ આરો-ઓવારો નહોતો.” શિષ્ય બુદ્ધિમાન હતો. એણે ગુરુજીના ભાવોને સમજીને જવાબ આપ્યો -
રૂછી ની બિન પાત્ર સરવર' અર્થાત્ - “ગુરુજી ! આપે જે વગર પાળનું સરોવર જોયું છે, તે ઇચ્છાનું સરોવર છે અને સરોવરને તો પાળ હોય છે, કિનારો હોય છે, પણ ઇચ્છાનું સરોવર એવું છે જેનો ક્યારેય આરો-ઓવારો નથી હોતો.”
ગુરુએ સંતોષ વ્યક્ત કરતા કહ્યું: “વત્સ! તે બરાબર કહ્યું છે. તારું કથન યથાર્થ છે.” નિષ્કર્ષ એ છે કે ઇચ્છાઓની પૂર્તિ ઇચ્છાઓને શાંત કરવાનો માર્ગ નથી. આ ઉપાયથી ઇચ્છાની આગ બૂઝતી નથી, વધે છે. જેમ આગમાં ઘી નાખવાથી તે બુઝતી (ઓલવાતી) નથી, પ્રજ્વલિત થાય છે, એમ જ ઈચ્છાની પૂર્તિથી ઈચ્છા વધુને વધુ પ્રજ્વલિત થાય છે.
મનુષ્યની અસીમિત ઇચ્છાઓ હંમેશાંથી સંઘર્ષનું કારણ રહી છે. દુનિયામાં થનારાં ભીષણ મહાયુદ્ધોના મૂળમાં એ જ ઉદ્દામ ઇચ્છાઓ રહેલી છે. ભલે તે મહાભારતનું યુદ્ધ હોય, ચાહે તે કોણિક-ચેડાનો સંગ્રામ હોય, ચાહે આજના યુગમાં લડાયેલાં વિશ્વયુદ્ધો હોય, બધાના મૂળમાં ધન અને સત્તાની ઉદ્દામ લાલસા, અસીમ અભિલાષા અને અમર્યાદિત ઇચ્છાઓ છે. લાખો લોકોની હત્યા, ભીષણ નરસંહાર, લૂંટફાટ, ચોરી, લૂંટ, છળ-પ્રપંચ, બેઈમાની વગેરે બધાં પાપોના મૂળમાં પરિગ્રહનો પિશાચ કામ કરી રહ્યો છે. અનિયંત્રિત ઇચ્છાઓના કારણે જ સંસારમાં બધાં પાપ થઈ રહ્યાં છે. પ્રશ્ન વ્યાકરણ'માં આ વાતને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે -
“પરિગ્રહના કારણે લોકો હિંસા કરે છે, અસત્ય ભાષણ કરે છે, મોટી-મોટી ચોરીઓ, લૂંટો, પરિગ્રહના કારણે થાય છે. ભેળસેળ, તોલમાપમાં ગરબડ, બેઈમાની, બનાવટ, વ્યભિચાર, અપહરણ, બળાત્કાર વગેરે પાપ પરિગ્રહના કારણે થાય છે.”
આમ, શાસ્ત્રકારોએ સમસ્ત પાપોનું ઉત્પત્તિસ્થાન પરિગ્રહને બતાવ્યું છે. કોઈપણ એવું પાપકર્મ નથી, જે પરિગ્રહના નિમિત્તથી ન થતું હોય. પાપોનું કેન્દ્ર પરિગ્રહ :
પરિગ્રહ પાપ-બંધનું કારણ છે. “ભગવતી'ના બીજા શતકમાં ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીના પ્રશ્નના જવાબમાં શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું છે : “ગૌતમ ! ઇચ્છા, મૂચ્છ અને ગૃદ્ધિથી ક્રોધ, માન, માયા અને લોભરૂપ ચાર કષાયોનો તાદામ્ય સંબંધ છે. જ્યાં [ પરિગ્રહ - પરિમાણ વ્રત
કે
૧૩)