________________
પરિગ્રહ પાપનાં બે રૂપ છે - ઇચ્છા અને મૂર્છા. ઇચ્છામાં અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની કામના હોય છે અને મૂર્છામાં જે પ્રાપ્ત છે એના પર તીવ્ર મમત્વ ભાવ કે આસક્તિ હોય છે. જગતમાં ઇચ્છા રૂપ પરિગ્રહનો વિસ્તાર ખૂબ વધારે છે. કારણ કે ઇચ્છાઓ આકાશની જેમ અનંત અને અસીમ છે. ઇચ્છાઓનો ક્યારેય અંત નથી આવતો. મનુષ્યના આયુષ્યનો તો એક દિવસ અંત આવી જાય છે, પરંતુ ઇચ્છાઓનો અચાનક અંત નથી આવતો. મનુષ્યનો દેહ વૃદ્ધ થઈ જાય છે, પરંતુ ઇચ્છા-તૃષ્ણા ને આશા ક્યારેય વૃદ્ધ થતી નથી. ઇચ્છાઓ પાણીમાં ઊઠતા તરંગો સમાન છે. એક પૂરી થઈ નહિ કે સો બીજી ઇચ્છાઓ પેદા થઈ જાય છે.
જે રીતે સ્થિર શાંત સરોવરમાં કોઈ વ્યક્તિ કાંકરો કે માટીના ઢગલા ફેંકે છે તો તરત એમાં લહેરો ઊઠવા લાગે છે. એ કાંકરા અને માટીના ઢગલાઓના વજન અને એને ફેંકવાની ગતિના અનુરૂપ જ તીવ્ર-મંદ લહેરો ઊઠ્યા કરે છે. ઠીક એ જ રીતે મનુષ્યના મનમાં જેમ કોઈ ઇચ્છા પ્રવિષ્ટ થાય છે, એમ જ એની તીવ્ર-મંદ ગતિ અને પ્રબળતા-નિર્બળતાને અનુરૂપ માનસમાં લહેરો ઊઠવા લાગે છે. અર્થાત્ તે મૂળ ઇચ્છા અનેક નાના-મોટા તરંગોને જન્મ આપે છે. આ રીતે શાંત તથા સ્થિર મન-મસ્તિષ્કમાં તોફાન ઊઠવા લાગે છે, હલચલ મચી જાય છે, તે અશાંત અને ચંચળ થઈ જાય છે.
મનુષ્ય ઇચ્છાઓનું પૂતળું છે. એના વ્યાવહારિક જીવનમાં પ્રતિક્ષણ અનેક ઇચ્છાઓ ઉત્પન્ન થાય છે. ક્યારેક ધનની, ક્યારેક સત્તાની, ક્યારેક સ્વાસ્થ્યની, ક્યારેક સ્ત્રીની, ક્યારેક પુત્રની, ક્યારેક યશની, ક્યારેક પદ-પ્રતિષ્ઠાની કામના ઉદિત થાય છે. ઇચ્છાના વિવિધ કાલ્પનિક ચિત્ર માનસમાં ઉભરાવા લાગે છે. અનેક કલ્પનાઓ મનુષ્યના મસ્તિષ્કમાં ઘોડાદોડ લગાવવા માંડે છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં મહર્ષિ કપિલના જીવનની ઝાંકીમાં ઇચ્છાઓને પ્રતિક્ષણ બદલતા, નવાં-નવાં રૂપોને પ્રગટ કરતાં એમના ઇશારાઓ પર નાચનાર મનુષ્યની મનોવૃત્તિનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે.
સંસારમાં ધન સીમિત છે, પરંતુ ઇચ્છાઓ અસીમ છે. ઇચ્છાઓના ખાડા સીમિત ધનની ટેકરીઓથી કદીયે ભરી શકાતા નથી. સંત સુંદરદાસજીએ ઇચ્છાઓની અસીમતાનું ચિત્રણ કરતાં કહ્યું છે
-
जो दस बीस पचास भये, सत होई हजार हूँ लाख मंगेगी । कोटि अरब्ब खरब्ब असंख्य, पृथ्वीपति होने की चाह जगेगी ॥ स्वर्ग पाताल को राज करौं, तृष्णा अधिकी अति आग लगेगी । ‘મુન્નર' જ સંતોષ વિના શત, तेरी तो भूख कबु न भगेगी ॥ સંસારની બધી સંપત્તિ મળી ગયા પછી પણ મનુષ્યની ઇચ્છાની ભૂખ ક્યારેય શાંત થનારી નથી.
રાજસ્થાનમાં આ વિષયક ગુરુ-શિષ્યનો એક રોચક સંવાદ પ્રસિદ્ધ છે. એક સંત વિચરણ કરતા-કરતા એક ગામમાં પહોંચ્યા. ત્યાં એમણે એક લોભી મનુષ્યને જોયો, જેની પાસે અથાહ જિણધર્મો
૦૧૨)