________________
લે, પણ આનંદની જેમ સ્વદાર-સંતોષ વ્રત લેવાથી પુનઃવિવાહનો અધિકાર નથી રહેતો. આ વ્યાખ્યાના વિષયમાં આચાર્ય હરિભદ્ર સૂરી કૃત ધર્મ બિંદુ' પ્રમાણ છે.
આ અતિચારનો બીજો અર્થ પોતાના સંતાન સિવાય બીજાઓનો વિવાહ કરવો - કરાવવો પણ હોય છે. ઘણા લોકો વિવાહને ધર્મ કે પુણ્યનું કામ સમજીને બીજા લોકોના વિવાહ કરવાકરાવવા લાગે છે. “મેરેજ બ્યુરો વગેરે ખોલીને વ્યાવસાયિક દૃષ્ટિથી વિવાહ કરાવે છે, પણ વ્રતધારી માટે એવું કરવું નિષિદ્ધ છે. એવું કરવાથી એનું વ્રત દૂષિત થાય છે.
(૫) કામભોગ તીવાભિલાષા : પાંચમો અતિચાર કામભોગની તીવ્ર અભિલાષા છે. સ્વદાર-સંતોષ વ્રત કામભોગની અભિલાષાને મંદ કરવા માટે જ લેવામાં આવે છે, અને તેથી એના નામમાં “સંતોષ' પદ લાગેલું છે. એવું હોવા છતાંય અનેક લોકો કામભોગની અભિલાષાને તીવ્ર કરવાની ચેષ્ટા કરે છે. વાજીકરણ વગેરે ઔષધિઓનું સેવન કરે છે, કામોદ્દીપનની ચેણ કરે છે અને સમજે છે કે એનાથી અમારા વ્રતમાં કોઈ હાનિ નથી પહોંચતી. પણ એવું કરવાથી સ્વદારના સેવનમાં સંતોષ નથી રહેતો, પણ અસંતોષ વધી જાય છે. જેના ફળસ્વરૂપ અસમયમાં, વિપરીત પરિસ્થિતિમાં રુણ-અસ્વસ્થ કે અસહમત પત્નીથી પણ સહવાસ કરવા માટે તત્પર થઈ જાય છે. એવા લોકો વારંવાર સ્ત્રી-પ્રસંગ કરે છે. આ કામભોગની તીવ્ર અભિલાષાને સૂચિત કરે છે. આ વ્રતનો અતિચાર છે. વિવેકવાન શ્રાવકે આ અતિચારથી બચવું જોઈએ અર્થાતુ પોતાની ભોગાભિલાષાને મંદ કરતાં રહેવું જોઈએ.
ઉક્ત પાંચ અતિચારોને જાણીને એનાથી બચવું દેશવિરતિ બ્રહ્મચારી માટે આવશ્યક છે.
ઉપર જે અતિચારો બતાવવામાં આવ્યા છે એની રોશની(સામે)માં “વૃદ્ધ વિવાહ' શબ્દ જ અટપટો લાગે છે. વૃદ્ધાવસ્થા વિવાહ માટે નથી, પણ પરલોક માટે રસ્તો તૈયાર કરવા માટે છે. આ અવસ્થામાં વિવાહનો વિચાર કરવો કામુકતાની નિશાની છે. જે લોકો ઢળતી ઉંમરમાં વિવાહ કરે છે, તે સામાજિક અને ધાર્મિક દ્રોહ કરે છે. વિધવાઓની સંખ્યા વધારવાનું પ્રધાન કારણ વૃદ્ધ-વિવાહ છે. પૈસાના પ્રલોભનમાં ફસાઈને વૃદ્ધ શ્રીમંત સોળ વર્ષની કન્યાઓના જીવનને બરબાદ કરે છે અને થોડા જ સમય પછી એની પર વૈધવ્યની અમિટ છાપ લગાવીને પરલોક માટે પ્રયાણ કરી જાય છે. આ કેટલો મોટો સામાજિક દ્રોહ છે ! શ્રાવક વિષય-વાસનાને જીતવા માટે, એને અંકુશમાં રાખવા માટે, વિવાહ સંબંધ સ્વીકાર કરે છે, તેથી તે ઉત્તરોત્તર વાસનાને ઘટાડે છે. વૃદ્ધાવસ્થામાં વિવાહ કરવાનો વિચાર સુધી એને ન આવવો જોઈએ. પત્નીના અવસાન પછી બીજો વિવાહ કરવાની ઇચ્છા તે બરાબર એ જ રીતે નથી કરતો, જેમ કે પત્ની પતિના મરી ગયા પછી પુનર્વિવાહની ઇચ્છા નથી કરતી. વૃદ્ધાવસ્થામાં વિવાહના વિચારને છોડીને સમાજ અને ધર્મની આરાધનામાં વધુમાં વધુ સમય લગાવવો જોઈએ. આમાં જ વૃદ્ધાવસ્થાની શોભા છે અને આત્માનું કલ્યાણ છે.
આ વ્રતની નિર્મળ આરાધના માટે નીચે લખેલી વાતો પર પર્યાપ્ત લક્ષ્ય આપવાની આવશ્યકતા છે, જેનાથી વ્રતના પાલનમાં સરળતા થાય. (૧૦
M જિણામો)