________________
વિચાર અપરિગૃહીતા ગમન નામનો અતિચાર છે. પરંતુ જ્યારે એવી સ્ત્રીઓથી ગમન કરી લેવામાં આવે છે તો તે અનાચાર થઈને વ્રતનો ભંગ થઈ જાય છે.
વેશ્યાગમન જઘન્ય અપરાધ અને અનાચાર છે. આ એવું નિંદ્ય કામ છે કે એની ગણના મહાદુર્વ્યસનોમાં કરવામાં આવી છે. વેશ્યાગામી પુરુષ દુર્વિષય-લાલસામાં વૃદ્ધ થવાના કારણે વેશ્યાની પાછળ પોતાનું બધું ખોઈ બેસે છે. વેશ્યાની પાછળ મોટા-મોટા ધનવાન અથવા ધન-વૈભવ ખોઈને કંગાળ બની ગયા છે. મોટા-મોટા પરિવારો વેશ્યાના કારણે નિઃસહાય થઈ જાય છે. મોટા-મોટા બળવાન વેશ્યાના સંગથી બળહીન થઈ જાય છે. આટલું હોવા છતાંય જે વેશ્યાની પાછળ આ બધું થાય છે તે કોઈપણ પુરુષની નથી થતી. ભર્તુહરિએ કહ્યું છે -
“વફાડી મનન્નાના, રૂપેન્શનર્સfથતા
कामिभिर्यत्र हूयन्ते यौवनानि धनानि च ॥" “વેશ્યા એ કામાગ્નિની જ્વાળા છે, જે રૂપ રૂપી બળતણથી સમૃદ્ધ છે. કામી (કામુક) લોકો આ કામાગ્નિની જ્વાળામાં પોતાના યૌવન અને ધનની આહુતિ આપે છે.”
વેશ્યાગામી પુરુષ આ લોકમાં નિંદિત અને પરલોકમાં દંડિત થાય છે, તેથી શ્રાવકે વેશ્યાગમનના મહાન અનાચારથી કોસો (ગાઉ) દૂર રહેવું જોઈએ.
અપરિગૃહીતા ગમનનો એક અર્થ એ પણ છે - જે કન્યાની સાથે સગાઈ તો થઈ ગઈ છે, પણ હજુ સુધી પંચ સાક્ષીથી વિધિવત્ વિવાહ નથી થયો, એની સાથે ગમન કરવું. એવી સ્ત્રી સ્વદાર હોવા છતાંય અપરિગૃહીતા છે. આ અપેક્ષાથી આને અતિચાર માનવામાં આવ્યો છે.
(૩) અનંગ ક્રીડા : કામસેવન માટે જે અંગે પ્રાકૃતિક નથી, તેને અનંગ કહેવામાં આવે છે. એનાથી કામક્રીડા કરવી અનંત ક્રીડા છે, જેમ હસ્તમૈથુન, ગુદામૈથુન અનંત ક્રીડાઓ કરવી ઉદ્દામ લાલચનો દ્યોતક છે. શ્રાવક લાલસા કે વાસનાનો કીડો નથી હોતો, તેથી તે એવી ચેષ્ટાઓથી બચે છે. સ્વસ્ત્રીની સાથે પણ એવી ચેષ્ટાઓ કરવી વ્રતને દૂષિત કરે છે.
(૪) પરવિવાહકરણ : મર્યાદિત બ્રહ્મચર્યાણુવ્રતનો ચોથો અતિચાર પરવિવાકરણ છે. આનંદ શ્રાવકની જેમ પોતાની સ્ત્રીનું નામ લઈને સ્વદાર-સંતોષ વ્રત સ્વીકાર કરનાર માત્ર પોતાની એ જ સ્ત્રી પર સંતોષ કરવાની પ્રતિજ્ઞા લે છે, જે પ્રતિજ્ઞા કરતી વખતે હાજર છે અને જેની સાથે વિધિવત્ વિવાહ થઈ ગયો છે. એવું હોવા છતાંય પણ કેટલાય લોકો આ શક્યતા કાઢવા લાગે છે. અમે સ્વસ્ત્રી-સંતોષ વ્રત લીધું છે, તેથી જો કોઈ અવિવાહિતા સ્ત્રીથી વિવાહ કરીને એને પોતાની જ બનાવી લે તો કોઈ વાંધો નથી. એવું કરવાથી અમારા વ્રતમાં દૂષણ ન આવે. વાસ્તવમાં એવું કરવું પ્રતિજ્ઞા વિરુદ્ધ છે. જ્યાં સુધી આ કાર્ય અતિચારની સીમામાં છે ત્યાં સુધી તો વ્રત દૂષિત જ થાય છે, પણ અનાચારની સીમા સુધી પહોંચવાથી વ્રત ભંગ થઈ જાય છે. એ વાત બીજી છે કે કોઈ પોતાની ઇચ્છાનુસાર વ્રત [ સ્વદાર સંતોષ : પરદાર વિરમણ વ્રત)
૦૯)