________________
પરલોકમાં વિભિન્ન વિપત્તિઓનો શિકાર બનવું પડે છે. રાવણ જેવો મહાપરાક્રમી યોદ્ધો પણ આ મહાન પાપની અભિલાષા કરવા માત્રથી માર્યો ગયો અને નરકનો અતિથિ બન્યો. આજ સુધી એનો અપયશ વ્યાપ્ત છે અને દર વર્ષે એનું પૂતળું સળગાવવામાં આવે છે.
પરસ્ત્રીગામી પુરુષનું જીવન કલંકિત, દૂષિત અને પાપપૂર્ણ હોય છે. એમાં બળ, સાહસ અને શૈર્ય સમાપ્ત થઈ જાય છે. પ્રાયઃ બધા સગુણો એક-એક કરીને વિદાય થઈ જાય છે. એને ભય, ક્રોધ, રોગ, શોક, અપમાન, દૈન્ય વગેરે દુઃખ ઘેરી લે છે. તે હંમેશાં રાજદંડ અને લોકનિંદાના ભયથી આશંકિત અને ચિંતિત રહે છે. ધમ્મપદમાં પરસ્ત્રીગામીનાં ચાર ફળ બતાવ્યાં છે -
(૧) અપયશ, (૨) નિદ્રાનાશ, (૩) ચિંતા અને (૪) નરક.
મહાત્મા ગાંધીએ પરસ્ત્રીગામીને રોગનું ઘર કહ્યું છે. પરસ્ત્રીગમન દુઃસાધ્ય રોગોનું કારણ હોય છે. આ દૂષણજન્ય રોગ પેઢી દર પેઢી ચાલતો રહે છે. પરસ્ત્રીગામીના આ ભયંકર દૂષણનું ફળ ભાવિ સંતાનને પણ ભોગવવું પડે છે. પરસ્ત્રીગામીનો પરિવાર હંમેશાં દુઃખી રહે છે. “કુટલ'માં કહ્યું છે : “મનુષ્યની શ્રેષ્ઠતા કયા કામની, જ્યારે તે વ્યભિચારજન્ય શરમનો જરાય વિચાર ન કરીને પરસ્ત્રીગમન કરે છે. આ દારુણ પરિણામને જોઈને પરસ્ત્રીના સંગનો સર્વથા પરિહાર કરવો જોઈએ. - સ્વદાર-સંતોષ વ્રતનો સ્વીકાર કરનાર પુરુષ અસીમ કામ-વાસનાના પાપથી બચી જાય છે. તે બધી જગ્યાએ વિશ્વસનીય હોય છે. એનું શરીર અને મન સ્વસ્થ રહે છે. એનો પરિવાર ખુશ રહે છે. એનું દામ્પત્યજીવન સુખમય અને શાંતિમય રહે છે. ભાવિ સંતાન સંસ્કારોથી સંપન્ન થાય છે. “મનુસ્મૃતિ'માં કહ્યું છે -
વારે ચર્ચ સન્તોષ:, પરંવાર વિવર્ણનમ્ |
अपवादोऽपि नो यस्य, तस्य तीर्थफलं गृहे ॥" અર્થાતુ જે પુરુષ પોતાની સ્ત્રીમાં સંતુષ્ટ રહે છે અને પરસ્ત્રી-સેવનથી વિરત થઈ જાય છે, એની કોઈ નિંદા નથી કરતું, ન કોઈ પ્રકારનો અપવાદ થાય છે. ઘરમાં જ એને તીર્થનું ફળ મળી જાય છે.”
શ્રાવક સ્વપત્ની-સંતોષ વ્રતમાં એટલો દઢ હોય છે કે જો એની સામે ઉર્વશી કે રતિની સમાન સૌંદર્યથી સુશોભિત સુંદરી ઊભી થઈને રતિની યાચના કરે તો પણ તે પોતાના વ્રતથી વિચલિત નથી થતો. આ જ રીતે શ્રાવિકા સ્વપતિ સંતોષ વ્રતમાં એટલી દઢ હોય છે કે કામદેવની સમાન રૂપવાન અને ઇન્દ્રની સમાન ઐશ્વર્યવાન પરપુરુષની સ્વપ્નમાં પણ કામના નથી કરતી. શ્રાવક અને શ્રાવિકા પોતાના પ્રાણોની આહુતિ પ્રદાન કરી શકે છે, પરંતુ પોતાના આ વ્રતથી વિચલિત નથી થઈ શકતાં. આદર્શ શ્રાવક સુદર્શનનું ઉદાહરણ એમની સામે છે. સુદર્શને ફાંસી પર ચડવું સ્વીકાર કર્યું પણ પોતાના વ્રતને ભંગ થવા ન દિીધું. એના પુણ્ય પ્રતાપથી ફાંસી પણ સિંહાસનના રૂપમાં બદલાઈ ગઈ. આ છે બ્રહ્મચારીના બ્રહ્મચર્યનો પ્રભાવ ! આ છે વ્રતધારીના વ્રતપાલનનો ચમત્કાર !! [ સ્વદાર સંતોષઃ પરદાર વિરમણ વ્રત . જે
પ૦૦)