________________
દષ્ટિ તો બ્રહ્મચર્યની જ થશે જ્યારે અવિવેકી અને ગતાનુગતિકની દૃષ્ટિ વાસનાની હશે. ગુલાબના છોડમાં ગુલાબનાં ફૂલ પણ હોય છે અને કાંટા પણ. એકની દષ્ટિ ફૂલોની સુંદરતા પર જાય છે અને બીજાની દૃષ્ટિ અણીદાર કાંટાઓની તરફ. આ તો દૃષ્ટિનું અંતર છે.
આજ કાલ કેટલાક લોકોની એવી માન્યતા બની રહી છે કે આપણે વિવાહ કરીને કેમ બંધનમાં પડીએ? કેમ કોઈ એક સ્ત્રી કે પુરુષની સાથે આજીવન બંધાઈને સંતાનના પાલનપોષણ અને સ્ત્રીના સ્થાયી વ્યયમાં પડીએ? આનાથી તો એ સારું છે કે થોડા સમય માટે કોઈ સ્ત્રી કે પુરુષથી સંબંધ સ્થાપિત કરી લેવામાં આવે. સ્વસ્ત્રી કે પરસ્ત્રી અથવા સ્વપતિ તલ ૧૨૬ની સાથે સહવાસ કરવામાં ૧૯તો એક સમાન જ લાગે છે, પછી વાહન બંધનમાં નાહક કેમ પડીએ ?
એવા વિચારના લોકો પ્રથમ તો વિવાહના ઉદ્દેશ્યથી જ અનભિજ્ઞ છે, બીજા તે બ્રહ્મચર્યના મહિમા અને ઉપયોગિતાને પણ નથી સમજી શક્યા. તે માનો એવું સમજી બેઠા છે કે વિવાહનું પ્રયોજન માત્ર વિષયોપભોગ છે. પોતાની આ ભૂલભરેલી માન્યતા પર તે દૂરદર્શિતાથી વિચાર નથી કરતા. જે સ્ત્રી-પુરુષ નૈષ્ઠિક બ્રહ્મચારી રહીને આજીવન બ્રહ્મચર્યપૂર્વક જીવનયાપન કરવા માંગે છે, એમના માટે વિવાહિત જીવનની આવશ્યકતા નથી. આ વાતથી બધાં ધર્મશાસ્ત્રો સંમત છે. પરંતુ જે નૈષ્ઠિક બ્રહ્મચારી તો નથી રહેવા માંગતા, પણ વિવાહ ન કરીને સ્વેચ્છાચારથી જીવન વિતાવવા માંગે છે, વિવાહ વ્યવસ્થાને પરતંત્રતા માનીને એનો ભંગ કરે છે, તે બંને તરફથી ચૂકી જાય છે. એક બાજુ તે પોતાનું નૈતિક પતન કરે છે, બીજી તરફ ભાવિ સંતતિને પ્રાપ્ત થનારા સુસંસ્કારો તથા દાયિત્વો(જવાબદારીઓ)ની પણ હત્યા કરે છે. સમાજશાસ્ત્રી એવી સ્વતંત્રતાને બિલકુલ સ્વચ્છંદતા માને છે. સમાજ માટે આ સ્વરાચાર, આ સ્વચ્છંદતા, આ મર્યાદાહીનતા અત્યંત ઘાતક છે. એવી વિચારધારા માનવતાને પશુતાની તરફ લઈ જનાર છે. 1 વિવાહ પ્રથાનું સ્થાન સ્ત્રી-પુરુષ વૈરાચાર લઈ લેવાથી સ્ત્રી-પુરુષોનું સાંસારિક જીવન નીરસ, નિરુદ્દેશ્ય, કમનસીબ અને રૂક્ષ થઈ જાય છે, ત્યારે તો જીવનનો ઉદ્દેશ્ય ધર્મપાલન દ્વારા આત્મોન્નતિ કે મુક્તિ ન થઈને સારામાં સારા વસ્ત્ર, ખાન-પાન વગેરે તથા સુંદરમાં સુંદર સ્ત્રી કે વધુ સુરૂપ પુરુષ સાથે સ્વચ્છંદતાપૂર્વક કામભોગ સેવન કરવું જ હોય છે. પશુઓની જેમ રાત-દિવસ એ જ ભોગ-વિલાસનાં સાધનોની શોધમાં મનુષ્ય બેલગામથઈને ભટકતો. તેથી વિવાહનું પ્રયોજન જો સ્ત્રી-પુરુષ સ્વચ્છંદ સહવાસ માનવામાં આવે તો જીવનની શાંતિ, સ્વસ્થતા, સ્વસ્થ સાંસ્કૃતિક પરંપરા, પારિવારિક સ્નેહશીલતા વગેરે બધું નષ્ટ થઈ જાય છે.
તેથી જૈન ધર્મ કહે છે કે - “જો વિવાહ નથી કરવો તો પૂર્ણ બ્રહ્મચર્ય પાલન કરો, પરંતુ દુરાચાર કે સ્વચ્છંદાચારમાં પ્રવૃત્ત ન થાઓ.” જૈન શાસ્ત્રોમાં દુરાચાર પ્રવૃત્તિનો નિષેધ વિવાહિત તથા અવિવાહિત બંને પ્રકારના જીવન માટે કર્યો છે. જે પરસ્ત્રીગમન કે વેશ્યાગમન કરે છે, તે વિવાહિત હોય કે અવિવાહિત, દુરાચારી માનવામાં આવે છે. પણ વિવાહિત થઈને [ સ્વદાર સંતોષ: પરદાર વિરમણ વ્રત) છે , છo૫)