________________
દેશ વિરતિ રૂપ બ્રહ્મચર્યને અંગીકાર કરનાર સગૃહસ્થ આ પ્રકારે પ્રતિજ્ઞા લે છે કે -
"सदार संतोसिए अवसेसं मेहुणं पच्चक्खामि जावज्जीवाए देव देवी संबंधी दुविहं तिविहेणं न करेमि, न कारवेमि, मणसा-वयसा-कायसा, मनुष्य-तिर्यंच संबंधी વિદં વિદેvi = fમ વાયા ”
અર્થાત્ “હું દેશવિરતિ રૂપ બ્રહ્મચર્ય વ્રતમાં સ્વદાર-સંતોષના સિવાય બાકીની સમસ્ત સ્ત્રી જાતિની પ્રત્યે મૈથુનનું પ્રત્યાખ્યાન કરું છું. વાવજીવ સુધી, દેવ-દેવી સંબંધિત મૈથુનના બે કરણ, ત્રણ યોગથી (અર્થાત્ અબ્રહ્મ સેવન નહિ કરું, ન કરાવીશ મનથી, વચનથી અને કાયાથી) આમ, મનુષ્ય તિર્યંચ સંબંધિત મૈથુન સેવનનું એક કારણ એક યોગથી (અર્થાત્ કાયાથી કરવાનો) ત્યાગ કરું છું.”
ગૃહસ્થ જીવનમાં બ્રહ્મચર્ય વ્રતની આ પ્રતિજ્ઞાથી વાસનાનું ઝેર કેટલું ઓછું થઈ જાય છે ! માની લો, ઝેરથી પરિપૂર્ણ એક કળશ છે. એમાંથી બધું ઝેર નીકળી જાય અને માત્ર એક બુંદ (ટપુ) ઝેર રહી જાય, તો એ પણ કેટલી ઉચ્ચ સ્થિતિ છે. જો કે એક ટીપું જે ઝેર રહી જાય છે, એનો પણ ઉપયોગ તે ખૂબ વિવેકપૂર્વક કરે છે. ઔષધના રૂપમાં તે એનો ઉપયોગ કરે છે. તેથી કહેવું પડશે કે - “ગૃહસ્થજીવનમાં પણ એવા મર્યાદિત બ્રહ્મચર્યધારી શ્રાવક વિશ્વમાં પવિત્રતાની લહેર ઉત્પન્ન કરે છે. તે ઘર, બહાર, કુટુંબ-પરિવારની કે સમાજમાં જ્યાં પણ જાય છે, સર્વત્ર પવિત્ર મન, પવિત્ર નેત્ર, પવિત્ર શ્રવણ, પવિત્ર હૃદય રાખે છે. એની દૃષ્ટિમાં પોતાની વિધિવત્ વિવાહિતા પત્ની સિવાય સંસારભરની સમસ્ત મહિલાઓની પ્રત્યે માતૃભાવ અને ભગિનીભાવનું પવિત્ર નિર્ઝર પ્રવાહિત થતું રહે છે. સંસારના કોઈ ખૂણામાં ચાલ્યો જશે, ત્યારે પણ તે માતૃજાતિની પ્રત્યે એ જ નિર્મળ દૃષ્ટિ રાખશે. એ સદ્ગૃહસ્થની આ કેટલી ઉચ્ચ ભૂમિકા છે, કેટલું ઝેર એણે છોડી દીધું છે.
કેટલીક વ્યક્તિઓ કહે છે - “વિવાહ તો બ્રહ્મચર્યનો ભંગ છે.” જ્યારે કોઈ વ્યક્તિ વિવાહના ક્ષેત્રમાં ઊતરે છે તો વાસનાની દૃષ્ટિ લઈ બ્રહ્મચર્યથી નીચે ઊતરે છે. જૈન ધર્મ જેવા નિવૃત્તધારી ધર્મ વિવાહનું સમર્થન કેવી રીતે કરી શકે છે ? અથવા સ્વદાર-સંતોષ પણ સ્વકીય પત્નીના સાથે મૈથુનપરક હોવાથી એનું વિધાન પણ કેવી રીતે કરી શકે છે?
આ પ્રશ્નને હલ કરવા માટે વિવાહ પ્રથાના આરંભિક ઇતિહાસ પર દૃષ્ટિપાત કરવો પડશે. જૈન ઇતિહાસની દૃષ્ટિએ યુગલિક ધર્મ નિવારક, ધર્મ તીર્થની આદિ કરનાર ભગવાન આદિનાથે સૌપ્રથમ વિવાહના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. યુગલિક પદ્ધતિમાં જ્યારે વિકૃતિ આવવા લાગી તો એમણે સર્વપ્રથમ સમાજની સાક્ષીએ વિધિવત્ પાણિગ્રહણ કર્યું, જેને એમણે વિવાહવિધિનું નામ આપ્યું. એમણે તત્કાલીન જનતાને કહ્યું કે - “આગળથી જીવનયાત્રાના સંગી સાથી પસંદ કરવા માટે વિવાહવિધિને અપનાવવી પડશે. વિવાહવિધિ વગર જે સ્ત્રી-પુરુષના સંબંધ થશે તે વૈદ્ય નહિ માનવામાં આવે. પશુઓની જે ઉછૂખલ સંબંધોમાં નૈતિકતા નથી હોતી, પ્રત્યુત અનૈતિકતા અને વ્યભિચાર થાય છે. [ સ્વદાર સંતોષ પરદાર વિરમણ વ્રત છે. જે અoo૩)