________________
શ્રાવક જીવનમાં બ્રહ્મચર્ચની મર્યાદા ઃ
બ્રહ્મચર્ય માનવજીવનનો મેરુદંડ છે. માનવ માત્ર માટે બ્રહ્મચર્ય ઉપાદેય અને આવશ્યક છે, તેથી ભગવાન મહાવીરે સદ્દગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓ માટે પણ બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરવાનું વિધાન કર્યું છે. મનુષ્યભવ શરીર અને મન અન્ય સર્વ પ્રાણીઓથી ઉત્તમ છે અને દેવ દુર્લભ છે. માનવેતર અન્ય યોનિઓ પ્રાયઃ ભોગયોનિઓ છે, જ્યાં કર્મોનું ફળ ભોગવામાં આવે છે, પરંતુ માનવજન્મ જ એવો દુર્લભ અવસર છે, જ્યાં ધર્મ-ધન અને આત્મિક ગુણરત્નોનું ઉપાર્જન કરી શકાય છે. અન્ય દેવ વગેરે યોનિઓમાં આ સુઅવસર નથી. તેથી માનવજન્મની સાર્થકતા બ્રહ્મચર્યપાલન કરવામાં છે, ન કે વિષયોપભોગ કરવામાં. બ્રહ્મચર્ય રૂપ ધર્મનું પાલન કરવા જ મનુષ્ય સમસ્ત પ્રાણીઓથી ઉત્તમ થઈ શકે છે. અમર્યાદિત રૂપથી વિષયોપભોગ કરવા કે અબ્રહ્મચર્ય સેવન કરવામાં મનુષ્યની શ્રેષ્ઠતા નથી. એ જ કારણ છે કે આદિ તીર્થંકર ઋષભદેવ ભગવાને પોતાના ૯૮ પુત્રોને ઉપદેશ આપતાં કહ્યું હતું -
“પુત્રો ! દેવ દુર્લભ આ મનુષ્યતન દુઃખદાયક વિષયભોગોના ઉપભોગને યોગ્ય નથી, કારણ કે દુઃખદાયી વિષયભોગ તો અશુદ્ધિ ખાનાર તિર્યંચ જીવોને પણ મળી જાય છે. તેથી આ શરીર દિવ્ય તપમાં લગાવવું શ્રેયસ્કર છે, જેનાથી અંતઃકરણ શુદ્ધ થાય અને અનંત આત્મસુખ પ્રાપ્ત થાય.”
ભગવાનનો ઉત્તમ ઉપદેશ વિશ્વના બધા માનવપુત્રો-અમૃતપુત્રો માટે છે. તેથી બ્રહ્મચર્ય વ્રત સ્વીકારવું માનવજન્મને સાર્થક કરવું છે અને મોક્ષરૂપી ઉત્તમ ફળને પ્રાપ્ત કરવા સમાન છે.
કેટલાક લોકોનું એ કહેવું છે કે - “ગૃહસ્થજીવન તો બ્રહ્મચર્ય પાલન માટે નથી હોતું. જો બ્રહ્મચર્યનું જ પાલન કરવું હોત તો ગૃહસ્થજીવનનો સ્વીકાર કેમ કરવામાં આવત? ગૃહસ્થજીવન તો ભોગવિલાસ માટે છે. પરંતુ આ એક ભ્રમ છે, જે જન-સાધારણમાં વ્યાપ્ત છે. વાસ્તવમાં જોવામાં આવે તો સાધુ હોય કે ગૃહસ્થ, બંનેનું ધ્યેય, બંનેનો દૃષ્ટિકોણ, બંનેના જીવનની સાર્થકતા બ્રહ્મચર્યની આરાધના દ્વારા આત્માને અનંત શક્તિમાન સિદ્ધ-બુદ્ધ તથા મુક્ત બનાવવામાં છે. એ વાત બીજી છે કે સાધુજીવનમાં જેમ પૂર્ણ બ્રહ્મચર્યની આરાધના કરવામાં આવે છે, એવું કરવામાં ગૃહસ્થ સમર્થ ન હોય અને તે મર્યાદિત બ્રહ્મચર્યની આરાધના કરે. પરંતુ બંનેની મંજિલ એક છે. બંનેને બ્રહ્મચર્યના ઉચ્ચ શિખર ઉપર પહોંચવું છે, બંનેને મુક્ત બનવું છે, બંનેનો પથ એક છે. ભગવાન મહાવીરે સાધુ અને ગૃહસ્થ બંને માટે બ્રહ્મચર્યની આરાધનાનો માર્ગ બતાવ્યો. બંનેના બ્રહ્મચર્યને ચારિત્ર ધર્મ, અનુત્તર યોગ, આર્ય ધર્મ અને ઉત્તમ માર્ગ કહ્યો છે. અંતર માત્ર ચાલવાનું છે. ગૃહસ્થાશ્રમ ભોગ માટે નથી :
ગંતવ્ય સ્થાન - મોક્ષ એક છે, બ્રહ્મચર્ય-પથ પણ એક છે, પરંતુ બ્રહ્મચર્ય પાલનના નિયમોપનિયમમાં શક્તિની તરતમતાને કારણ તથા કક્ષાભેદના કારણે અંતર છે. ગૃહસ્થ [ સ્વદાર સંતોષઃ પરદાર વિરમણ વ્રત કરે છે. ૦૧