________________
સાધક એ જ બ્રહ્મ-પથ ઉપર ધીમી ગતિથી રસ્તામાં વિશ્રામ લેતાં-લેતાં ચાલે છે, જ્યારે સાધુ એ જ બ્રહ્મ-પથ ઉપર તીવ્રગતિથી વિશ્રામની અપેક્ષા રાખ્યા વગર ચાલે છે. પરંતુ એ તો માનવું જ પડશે કે ગૃહસ્થાશ્રમનો અંતિમ આદર્શ પૂર્ણ બ્રહ્મચર્ય છે. એનો સાધના-હેતુ પતિ-પત્ની બંને મળીને એકબીજાને સંયમના માર્ગમાં પ્રેરિત કરતાં, સધ્યોગ આપતાં બ્રહ્મચર્યના ઉચ્ચ શિખર પર પહોંચે છે. ગૃહસ્થાશ્રમની લગભગ મર્યાદાઓ બ્રહ્મચર્ય પાલન માટે છે. ગૃહસ્થાશ્રમ, પૂર્ણ બ્રહ્મચર્યની મંજિલની વચ્ચેનો પડાવ છે, વિશ્રામ સ્થળ છે, ત્યાં અલ્પ સમય માટે રોકાવું પડે છે અને એ પણ મંજિલની તરફ વધવા માટે વધુ શક્તિ મેળવવાના ઉદ્દેશ્યથી જ. ગૃહસ્થાશ્રમ અમર્યાદિત વિષય-સેવનનું લાયસન્સ (અનુમતિપત્ર) નથી. ગૃહસ્થાશ્રમ પણ બ્રહ્મચર્યાનુલક્ષી હોવું જોઈએ, વાસનાનુલક્ષી નથી.
રૂસના મહાત્મા ટૉલ્સ્ટોયે કહ્યું છે કે – “ગૃહસ્થાશ્રમનો અંતિમ આદર્શ બ્રહ્મચર્ય છે. એને જ સાધવા માટે દામ્પત્ય મર્યાદાઓ છે.” એનો અર્થ છે કે બ્રહ્મચર્યના માર્ગ ઉપર ચાલતાં ચાલતાં જ્યાં થોડો થાક લાગે, ત્યાં ગૃહસ્થાશ્રમ વિશ્રામ રૂપ છે.
વૈદિક ધર્મ અનુસાર માનવજીવનને ચાર ભાગોમાં વિભક્ત કરવામાં આવ્યું છે, જેમને ચાર આશ્રમોની સંજ્ઞા આપવામાં આવી છે. પહેલાં બ્રહ્મચર્યાશ્રમમાં ૨૫ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાલન કરતાં-કરતાં જીવનનો પાયો મજબૂત કરવા સાથે અધ્યયન કરવું નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. એના પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનું વિધાન છે, જેમાં પતિ-પત્ની બંનેની પરસ્પર નિષ્ઠા અને વિકાસ હોય, આ રીતિથી સંયમિત રહેવાની વાત સૂચિત કરવામાં આવી છે. માત્ર સંતાન પ્રાપ્તિ હેતુથી જ સ્ત્રી સહવાસ, બાકીના સમયે બ્રહ્મચર્યનું લક્ષ્ય રાખવાનું હોય છે. ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમ આવે છે. એમાં પણ સમાજનિષ્ઠાની સાથે બ્રહ્મચર્યને અનિવાર્ય રૂપથી જોડવામાં આવ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે ગૃહસ્થાશ્રમની આધારશિલા પણ બ્રહ્મચર્ય છે.
મન, વચન અને કાયા દ્વારા પરિપૂર્ણની આરાધના કરવી મુનિધર્મ છે. આ કોટિએ પહોંચનાર વિરલ વ્યક્તિઓ જ હોય છે. ગૃહસ્થ શ્રાવકના જીવનનું લક્ષ્યબિંદુ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન હોય છે, પરંતુ પોતાની કમજોરીના કારણે એ મર્યાદિત બ્રહ્મચર્ય સ્વીકાર કરે છે. સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન ન કરી શકવાના કારણે તે અબ્રહ્મની મર્યાદા કરે છે. પોતાની વિવાહિતા પત્નીની સાથે મર્યાદિત સહવાસની છૂટ રાખીને સંસારભરની સમસ્ત નારીઓથી અબ્રહ્મ સેવનનો ત્યાગ કરે છે. તે સ્વ-પત્ની સંતોષ વ્રત અંગીકાર કરે છે, અને પોતાની પત્નીની સાથે પણ મર્યાદિત અબ્રહ્મનો પરિત્યાગ કરે છે.
શ્રાવકના વિવાહનો ઉદ્દેશ્ય વિષયવાસના કે ભોગ-વિલાસ કરવો નથી હોતો, પણ પોતાની નિરંકુશ વિષયેચ્છા પર અંકુશ લગાવવો જ એનો પવિત્ર ઉદ્દેશ્ય હોય છે. આ ઉચ્ચ આશયથી વિવાહના સંબંધમાં બંધાઈને તે પોતાની વિષયેચ્છાને અત્યંત મર્યાદિત કરી લે છે અને સંપૂર્ણ બ્રહ્મચર્યના લક્ષ્યબિંદુ ઉપર પહોંચવાની શક્તિ પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરે છે. Koo૨)
જિણધામો)