________________
એનાથી એ સમજાય છે કે ભગવાન ઋષભદેવ જેવા જ્ઞાની પુરુષોએ વિવાહપ્રથાને પ્રચલિત કરીને વાસનાના વ્યાપક ઝેરને અત્યંત અલ્પ કરવાની વિધિ બતાવી છે. એમણે કર્મભૂમિના આદિકાળમાં ગૃહસ્થજીવનમાં વિવાહ કરવાની વાત કહીને જીવનની બહુ મોટી અનૈતિકતાને દૂર કરી દીધી. એમણે વિવાહ કરનારાઓને બહુ મોટું પાપ કરનાર નથી કહ્યા. એમણે આ રૂપમાં ગૃહસ્થને પોતાની જીવનયાત્રાને પવિત્રતાપૂર્વક નક્કી કરવાનું શીખવાડ્યું છે. ગૃહસ્થ પોતાની જીવનયાત્રા નક્કી કરતા સમયે વિવાહના રૂપમાં વાસનાનું નાનું દ્વાર ખુલ્લું રાખીને બાકી વાસના-સમુદ્રને બંધ કરી દે છે. બીજા શબ્દોમાં કહીએ તો વાસનાના લહેરાતા સમુદ્રને ગ્લાસમાં બંધ કરી દે છે.
કુશળ એન્જિનિયર બંધ બાંધતી વખતે વધુ પાણીની સંભાવનાને ધ્યાનમાં રાખીને કબાટની વ્યવસ્થા કરે છે, જેથી જ્યારે પાણી બંધમાં ન સમાઈ શકે તો કબાટ (તાર) ખોલીને પાણી બહાર વહાવી દેવાય. એનાથી બંધની સુરક્ષા થાય છે. આ જ રીતે માનવ સ્વભાવના કુશળ પારખી ભગવાન ઋષભદેવે કામ-વાસનાના ઊકળતા પ્રવાહને રોકવા માટે બ્રહ્મચર્ય રૂપી બંધ બનાવ્યો. જો વ્યક્તિની ક્ષમતા છે તો તે વાસનાઓ પર પૂરું નિયંત્રણ કરે અને પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે. પરંતુ જે વાસનાઓના તોફાની પ્રવાહને પૂરી રીતે રોકવાની ક્ષમતા નથી રાખતો, એના માટે વિવાહના રૂપમાં એક કબાટ છોડવામાં આવ્યું છે, જેનાથી વાસનાનો વધારાનો પ્રવાહ પતિ-પત્નીના રૂપમાં વિહિત અને નિયતા માર્ગમાં વહી જાય. એ વાસનાઓનો ઊકળતો પ્રવાહ બ્રહ્મચર્યના બંધને તોડી ન દે, તેથી કબાટના રૂપમાં વિવાહની છૂટ આપવામાં આવી છે. એવું કરવાથી સામાજિક મર્યાદા રૂપી બંધની દીવાલના તૂટવાનો અવસર નથી આવતો અને જીવનની પવિત્રતા એમની એમ રહે છે.
આમ, વિવાહ પ્રથાના પ્રચલનની પાછળ ગૃહસ્થની અમર્યાદિત વાસનાને એકપત્નીની સાથે વિધિવત્ સંલગ્ન કરીને મર્યાદિત કરવાનો અભિપ્રાય રહ્યો છે. જો એવું ન કરવામાં આવે તો માનવની જિંદગી પશુઓ જેવી બની જાત. આ પ્રકારે એના મૂળમાં શ્રાવક માટે આંશિક બ્રહ્મચર્ય વ્રતની પ્રેરણા છે. વિવાહના વિધાનમાં પણ મૂળ આશય બ્રહ્મચર્ય-રક્ષાનો છે, બ્રહ્મચર્ય-ભંગનો નહિ.
આનાથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે વિવાહ વધુમાં વધુ વિષયોપભોગનું સાધન નથી, પણ કામવાસનાને નિયંત્રિત કરવાનું સાધન છે. આ એક પ્રકારનો મલમ છે અને એનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવે છે, જ્યારે શરીરમાં ઘા થઈ ગયો હોય. મલમ કોઈ શોખથી લગાવવાની ચીજ નથી. એ જ રીતે વિવાહ કામ-વિકારોના પ્રબળ રોગની શાંતિ માટે ક્ષણિક ઉપાય છે. તે ભોગ વિલાસના કલ્પિત સુખ માટે નથી. માટે વિવાહ પછી પણ દંપતીના જીવનમાં અમર્યાદિત સહચાર ન હોવો જોઈએ. કોઈ મર્યાદાહીન ક્રિીડા ન હોવી જોઈએ.
જો કે વિવાહના ક્ષેત્રમાં બંને ચીજો છે - વાસના પણ છે અને બ્રહ્મચર્ય પણ. એવું હોવા છતાંય જોવું પડશે કે વિવાહમાં બ્રહ્મચર્યનો અંશ વધુ કે વાસનાનો? વિવેકવાન વતી શ્રાવકની
(૦૪)0000000000000000 જિણધમો )