________________
પરસ્ત્રીગમન કે વેશ્યાગમનથી બચનાર વ્યક્તિને દુરાચારી નથી કહેતા, પણ શીલવાન કે સદાચારી કહે છે. તેથી વૈરાચાર અને નિરંકુશ વિષય-વાસનાને પ્રતિબંધિત કરવા માટે તથા સામાજિક તથા કૌટુંબિક સ્વસ્થ પરંપરાઓને અકબંધ રાખવા માટે વિવાહવિધિ અપનાવવામાં આવે છે, જેનું અંતિમ લક્ષ્ય બ્રહ્મચર્યની સાધના જ છે.
કેટલીક વ્યક્તિઓનું કથન છે કે - “જના હfધનાન” કે “સત્તાના મૈથુન” અનુસાર સંતાનોત્પત્તિની દૃષ્ટિથી સ્ત્રી-પુરુષે અવશ્ય વિવાહ કરવો જોઈએ. જો બધા લોકો બ્રહ્મચારી થવા લાગશે તો જગતનો અંત થઈ જશે.' એવા લોકોની શંકા નિર્મૂળ છે. સંસાર અનાદિ અનંત છે. આનો ન ક્યારેય અંત આવી શકે છે અને ન બધા બ્રહ્મચર્ય જ પાળી શકે છે. કદાચ એવું માની પણ લઈએ તો સંસારના ઉચ્છેદની તમને ચિંતા કેમ ? જોવું એ જોઈએ કે આપણું કલ્યાણ વિવાહ કરીને પ્રજાવૃદ્ધિ કરવાથી છે કે બ્રહ્મચર્ય પાલનથી છે ? મહાત્મા ગાંધીએ કહ્યું છે કે - “આદર્શ બ્રહ્મચારીને કામેચ્છા કે સંતાનેચ્છાથી ક્યારેય નથી ઝઝૂમવું પડતું. એવી ઈચ્છા એને થતી જ નથી.” ભીષ્મ પિતામહે આજન્મ બ્રહ્મચારી રહીને શું પાપ કર્યું? ના. તેથી ઉક્ત વાત મિથ્યા છે.
તાત્પર્ય એ છે કે જે સ્ત્રી-પુરુષ પૂર્ણ બ્રહ્મચર્ય પાળવાની ક્ષમતા રાખતા હોય, એમને અવિવાહિત રહીને નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. વિવાહ બંધનમાં બંધાવું એમના માટે કોઈ આવશ્યક નિયમ નથી. એ જ લોકો માટે વિવાહની મર્યાદા બાંધવામાં આવી છે જે પૂર્ણ બ્રહ્મચર્ય પાળવામાં અસમર્થતાનો અનુભવ કરતા હોય. એવી વ્યક્તિ દુરાચારી અને મર્યાદાહીન ન બને, તેથી એમના માટે વિવાહનું વિધાન છે. સ્વપત્ની સંતોષની નિષ્ઠાઃ
શ્રાવકના બ્રહ્મચર્યાણુવ્રતની મર્યાદા એ છે કે વિવાહ થયા પહેલાં સુધી સમસ્ત સ્ત્રીઓને માતા કે બહેન સમજો. વિવાહબદ્ધ થઈ ગયા પછી પુરુષે એ બધી સ્ત્રીઓની પ્રત્યે કોઈપણ પ્રકારની કામવાસના કે મૈથુન ભાવનાને મન, વચન, કાયાથી ત્યાગ કરવો આવશ્યક છે, જે સ્ત્રી એની સાથે વિધિવત્ વિવાહિત નથી, જે સ્ત્રીનું એની સાથે વિધિવત્ પાણિગ્રહણ નથી થયું કે સ્ત્રી ચાહે કુમારિકા હોય, વિધવા હોય, વેશ્યા હોય કે ઉપપત્ની હોય અથવા ગમે તેટલી સુંદરી કેમ ન હોય, તે પરસ્ત્રી જ માનવામાં આવે છે. એ જ રીતે બ્રહ્મચર્યાણુવ્રતધારી સ્ત્રીઓ માટે પોતાના પતિ સિવાય બધા પુરુષો પર-પુરુષ માનવામાં આવે છે. તેથી આ વ્રતનું નામ શાસ્ત્રકારોએ સ્વદાર-સંતોષ (સ્ત્રીઓ માટે સ્વપતિ સંતોષ) વ્રત રાખ્યું છે. એમાં પરસ્ત્રીની સાથે સર્વ પ્રકારથી મૈથુન સેવનનો ત્યાગ કરવામાં આવે છે.
સ્વદાર-સંતોષ વ્રતની નિષ્ઠા ત્યારે જ સમજી જાય છે, જ્યારે એકપુરુષ એકપત્નીવ્રતનું અને સ્ત્રી એકપતિવ્રતનું પાલન કરે. શ્રાવક પોતાની પત્નીના પ્રતિ પણ અમર્યાદિત નથી થતો, તો પરસ્ત્રીનું સેવન તો તે કરી જ કેવી રીતે શકે છે? પરસ્ત્રી સેવન કરવું ભીષણત્તમ અપરાધ છે. આ સામાન્ય નૈતિક નિયમોથી વિપરીત છે. આ મહાન પાપના સેવનથી આ લોક અને (૦૬) OOOOOOOOOX જિણધો]