________________
બ્રહ્મચર્ય ધર્મનું આવશ્યક અંગ છે. આ બતાવતાં તથા બ્રહ્મચર્યના મહિમાનું વર્ણન કરતાં એક મુનિએ કહ્યું છે -
"पंचमहव्वय-सुव्वयमूलं, समणमणाइल साहुसुचिण्णं ।
वेरविरामण पज्ज वसाणं सव्व समुद्ध महोदहितित्थं ॥१॥ तित्थ करेहिं सुदेसियमग्गं, नरगतिरिच्छ विवज्जियमग्गं ।। सव्व पवित्त सुनिम्मयसारं, सिद्धि विमाण अवंगुयदारं ॥२॥ देव नरिन्द नमंसिय पूइयं, सव्व जगुत्तम मंगल मग्गं ।
दुद्धरिसं गुण नायकमेक्कं, मोक्ख पह सवर्डिसग भूयं ॥३॥" અર્થાતું “બ્રહ્મચર્ય પાંચ મહાવ્રતનું મૂળ છે, તેથી ઉત્તમ વ્રત છે. શ્રાવકોમાં સુવ્રતોનું પણ બ્રહ્મચર્ય મૂળ છે. આ દોષ રહિત છે, સાધુ-જનો દ્વારા સુચરિત છે, વેરાનુબંધનો અંત કરનાર છે, સ્વયંભૂ રમણ મહોદધિ સમાન દુસ્તર સંસારથી તરવાનો ઉપાય છે. (૧)
આ બ્રહ્મચર્ય તીર્થકરો દ્વારા ઉપદિષ્ટ છે. આ નરક-તિર્યંચ ગતિના માર્ગને રોકનાર છે, સિદ્ધ ગતિ અને સ્વર્ગ વિમાનોના દ્વારને ખોલનાર છે અને આ સર્વોત્કૃષ્ટ પવિત્ર અને સારભૂત છે. (૨)
આ બ્રહ્મચર્ય દેવેન્દ્ર-નરેન્દ્રોથી પૂજિતો દ્વારા પણ પૂજનીય છે. સમસ્ત લોકમાં સર્વોત્તમ મંગળનો માર્ગ છે. આ સર્વ ગુણોનો નાયક છે અને મોક્ષમાર્ગનું ભૂષણ છે. (૩) વેદોમાં પણ બ્રહ્મચર્યને ઉત્તમ તપ માનવામાં આવ્યું છે. વેદમાં કહ્યું છે -
“તો વૈ બ્રહ્મચર્યમ્ - બ્રહ્મચર્ય જ તપ છે.” સ્મૃતિઓમાં કહ્યું છે - ___ “समुद्रतरणे यद्वद उपायो नैः प्रकीर्तिता ।
संसार तरणे तद्वत् ब्रह्मचर्यं प्रकीर्तितम् ॥" સમુદ્રથી પાર ઊતરવા માટે જેમ નાવડી શ્રેષ્ઠ સાધન છે, એવી રીતે સંસારસાગરથી પાર ઊતરવા માટે બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ સાધન છે. પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી હેમચંદ્ર સૂરિએ કહ્યું છે -
વિરપુષ: સુસંસ્થ ના દ્રઢ સંદનના નર: |
તેષસ્વિનો મહાવીર્યાઃ મવે, બ્રાવર્ચતઃ '' - યોગશાસ્ત્ર બ્રહ્મચર્યના પ્રતાપથી વ્યક્તિ ચિરાયુ, સુંદર, સુદૃઢ, તેજસ્વી અને મહાપરાક્રમી બને છે. “વૈદ્યક ગ્રંથોમાં કહ્યું છે -
"ब्रह्मचर्य परं ज्ञानं ब्रह्मचर्य परं बलं ।
જરર્યમયો થાત્મા બ્રહ્મચર્યેવ તિતિ છે' બ્રહ્મચર્ય, સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે - બ્રહ્મચર્ય સર્વશ્રેષ્ઠ બળ છે. આ આત્મા નિશ્ચય રૂપથી બ્રહ્મચર્યમય છે અને બ્રહ્મચર્યથી જ શરીરમાં સ્થિત છે.” [ સ્વદાર સંતોષઃ પરદાર વિરમણ વ્રત છે
ક૯૯)