________________
બ્રહ્મચર્યનો મહિમા જેમ સંગૃહીત અને નિયંત્રિત બાષ્પથી રેલના એન્જિન કે સ્ટીમર ચાલે છે, જો એ બાષ્પ, બાષ્પયંત્રમાં એકત્રિત ન કરવામાં આવે અને એને હવામાં ફેલાવવામાં આવે તો એ ફેલાયેલા બાષ્પથી એન્જિન કે સ્ટીમર નથી ચાલી શકતા; એવી જ રીતે જો મન, બુદ્ધિ, ચિત્ત અને ઇન્દ્રિયોની શક્તિઓને કેન્દ્રિત કરી લેવામાં આવે તો એનાથી સ્વપર કલ્યાણનાં મહાન અને અદ્દભુત કાર્ય કરી શકાય છે. જો ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને ચિત્ત વિવિધ વિષયોમાં ભટકતા રહે છે, તો એમની શક્તિ વિખરાઈ (બેકાર) જાય છે. વિખરાયેલી શક્તિઓ, શક્તિઓ નથી રહેતી, તે વ્યર્થ ચાલી જાય છે. મન, ઇન્દ્રિયો અને અંતઃકરણ ઉપર બ્રહ્મચર્ય વ્રત દ્વારા જ સંયમ કરી શકાય છે. તેથી આચારાંગ વગેરે જૈન આગમોમાં અને ઋગ્વદ જેવાં પ્રાચીન વૈદિક ધર્મશાસ્ત્રોમાં બ્રહ્મચર્યનો સવિસ્તાર ઉલ્લેખ મળે છે.
સંસારના બધા આસ્તિક ધર્મો અને ધર્મશાસ્ત્રોએ બ્રહ્મચર્યનું યશોગાન કર્યું છે. “પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં કહ્યું છે - ___ "पउम सर तलाग पालिभूयं, महासगड अरगतुंबभूयं, महाविडिमरुक्खक्खंधभूयं पागार कवाड़ फलिहभूयं रज्जुपिणिद्धो व्व इंदकेऊ, विसुद्धाणेग गुण संपिणद्धं जम्मि य भग्गंम्मि होइ सहसा सव्वं संभग्गमहियचुण्णिय कुसल्लिय पलट्ट पडिय खंडिय परिसडिय विणासियं विणय-सील तव णियम गुण समूहं ।"
“બ્રહ્મચર્ય ધર્મરૂપ પદ્મ સરોવરની પાળ સમાન રક્ષક છે. આ દયા-ક્ષમા વગેરે ગુણોના આધારભૂત તથા ધર્મની શાખા(ડાળી)ઓનો આધારસ્તંભ છે. આ ધર્મરૂપ મહાનગરનો કોટ છે - રક્ષાદ્વાર છે. બ્રહ્મચર્યના ખંડિત થવાથી બધા પ્રકારના ધર્મ પહાડથી પડેલા ઘડાના સમાન ચૂર-ચૂર થઈ જાય છે.
પ્રશ્ન વ્યાકરણ'માં એ પણ કહ્યું છે -
“! પ્રો ય વંખે ઉત્તમ તવ નિયમ-ના-સંસUT વરિત સમ્મત્ત વિમૂત્ત, यमणियम गुणप्पहाणजुत्तं, हिमवंत महंततेयमंतं पसत्थ गंभीर थिमिय मझं।"
“હે જંબૂ! આ બ્રહ્મચર્ય, તપ, નિયમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યકત્વ અને વિનયનું મૂળ છે. યમ-નિયમ વગેરે ગુણોનો આધાર છે. જેમ પર્વતોમાં હિમવાનું પ્રધાન છે, એ જ રીતે યમ-નિયમોમાં બ્રહ્મચર્ય પ્રધાન છે. તેજોમય છે, પ્રશસ્ત છે અને ગંભીર છે. બ્રહ્મચર્ય વ્રતનું આરાધન કરવાથી તપ, વિનય, ક્ષમા, મુક્તિ ગુપ્તિ વગેરેની આરાધના થઈ શકે છે. બ્રહ્મચર્ય આ લોક અને પરલોકમાં યશ, કીર્તિ અને વિશ્વાસનું કારણ છે. આ સદ્ગણોનું મૂળ છે.” સૂયગડાંગ સૂત્ર'માં કહેવામાં આવ્યું છે - “તવે વા ઉત્તમં વમવેર”
- - સૂય, સૂ-૧, અ-૬, ગા-૨૩ બધાં તપોમાં બ્રહ્મચર્ય સર્વોત્તમ છે. આ આગમ-વાક્ય બ્રહ્મચર્યની મહત્તા માટે પર્યાપ્ત છે.
(૯૮) 000000000000000 જિણધમો )