________________
પડી રહે છે. સોનું-ચાંદી વગેરે કીમતી ધાતુઓમાં તાંબુ વગેરે મિલાવીને એને ખરા(સાચા)ના રૂપમાં વેચવામાં આવે છે અને ગ્રાહકો સાથે ભયંકર છેતરપિંડી કરવામાં આવે છે. ખાદ્યપદાર્થોમાં મિલાવટનો ભયંકર સમય ચાલી રહ્યો છે. શુદ્ધ ઘીમાં વનસ્પતિ તેલ, ખોપરા(નારિયેળ)નું તેલ ભેળવવામાં આવે છે, તેલમાં ન જાણે કેટલી બધી ભેળસેળ કરવામાં આવે છે, તેથી શુદ્ધ ઘી તથા તેલની પ્રાપ્તિ દુર્લભ થઈ ગઈ છે. ચોખામાં સફેદ નાના-નાના કાંકરાઓ, ઘઉંમાં માટી, કાંકરા, મસાલાઓમાં રંગ, રંગમાં માટી, સિમેન્ટમાં રાખ, રબરમાં
બ્લોટિંગ પેપર, દૂધમાં પાઉડર અને પાણી, કાળા મસ્સામાં એરંડા-કાકડીનાં બીજ જાણીજોઈને ધનની લોલુપતાથી મેળવવામાં આવે છે. અનેક અર્થ-પિશાચ માણસો જિંદગી માટે ઉપયોગી દવાઓમાં મિલાવટ કરે છે, નકલી દવાઓ આપે છે, કેપસૂલોમાં રાખ ભરીને વેચે છે, આ રીતે એ લાલચું-નિર્દયી લોકો માણસોની જિંદગી સાથે મજાક (ખેલ) કરે છે. એમને બસ ધન જોઈએ, ભલે સેંકડો લોકો મોતના મુખમાં ધકેલાઈ જાય !
જો કે સરકારે ખાદ્ય પદાર્થોમાં મિલાવટને રોકવા માટે કાયદા બનાવ્યા છે, પરંતુ ધનના બળે મિલાવટ કરનારા લોકો પોતાના બધા અપરાધોથી બચી જાય છે અને પોતાના ધૃણિત વ્યવસાય ચલાવતા રહે છે. પરંતુ આ ભયંકર પાપ છે. એનાથી જૂઠ, ચોરી અને હિંસાનાં ભારે પાપકર્મોનો બંધ થાય (બાંધે) છે. આના માટે શ્રાવકે મિલાવટના પાપથી હંમેશાં દૂર રહેવું જોઈએ. આ ચોરી છે, ઠગાઈ છે, બેઈમાની છે. રાજ્ય દ્વારા દંડનીય અપરાધ છે અને ધાર્મિક દૃષ્ટિથી આત્માનું ઘોર પતન કરનાર અને દુર્ગતિમાં લઈ જનાર છે. એવું સમજીને શ્રાવક તત્પતિરૂપકવ્યવહારથી ખૂબ-ખૂબ દૂર રહે.
ધન, સંપત્તિ અને પોતાની વસ્તુઓ જીવને જીવન જેવી પ્રિય હોય છે. એમનું હરણ થઈ જવાથી જીવને ખૂબ દુઃખ થાય છે, માટે બીજાના દ્રવ્યનું હરણ કરવું ચોરી તો છે જ, સાથે હિંસા પણ છે. કોઈની પણ સંપત્તિનું અપહરણ કરનાર માત્ર સંપત્તિ જ નથી હરતો પણ એનો ધર્મ, કર્મ, વૈર્ય અને શાંતિ પણ હરી લે છે. જેની વસ્તુનું અપહરણ થાય છે તે એના શોકમાં ધર્મ-કર્મ ભૂલી જાય છે, અધીર તથા વ્યાકુળ બની જાય છે અને એની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. તેથી ધન વગેરેનું હરણ કરનાર માત્ર ધન જ નહિ પણ ધર્મ-કર્મને પણ લૂંટનાર હોય છે, તેથી ચોરી કરવી ભયંકર પાપ અને હિંસા છે. એનાથી વેચવા માટે અસ્તેય વ્રત અંગીકાર કરવું જોઈએ.
દ્રવ્યચોરીની જેમ ભાવચોરી પણ વર્જનીય છે. યશ-કીર્તિ અને પ્રશંસાની કામનાથી બીજાના ગુણોની ચોરી ન કરવી જોઈએ. દશવૈકાલિક સૂત્ર'માં તપનો ચોર, અવસ્થાનો ચોર, રૂપનો ચોર અને આચાર ભાવનો ચોર કિલ્વિષિક (નીચ) દેવની યોનિમાં ઉત્પન્ન થાય છે, એવું કહેવામાં આવે છે. ઉપકારીના ઉપકારને ન માનવો, ઉપકારીની ચોરી છે. બીજાઓની લખેલી કવિતા વગેરેને પોતાની બતાવી દેવી પણ ચોરી છે. જરૂરથી વધારે જીવનોપયોગી પદાર્થોનો સંગ્રહ પણ ભાવચોરી છે, કારણ કે એવું કરવાથી અન્ય લોકોને એ આવશ્યક વસ્તુથી વંચિત રહેવું પડે છે. અત્યધિક સંગ્રહ વૃત્તિ પણ ભાવચોરી છે. (૯૬) છે, જે જ છેજે જ છે. જે જિણધમો)