________________
વ્યક્તિના હાવ-ભાવો અને ચેષ્ટાઓથી અંતઃકરણ એવો નિર્ણય કરી શકે છે. લોકોક્તિ છે કે “ચોરને પગ નથી હોતા.' અર્થાત્ ચોર હંમેશાં શંકાશીલ રહે છે, એમાં દેઢતા નથી હોતી. તેથી એવો નિર્ણય કરવો મુશ્કેલ નથી. વાસ્તવમાં મુશ્કેલ તો હોય છે સસ્તી મળનારી ચીજના લોભને રોકવો. ચોરીની વસ્તુ પાણીના ભાવે મળી જાય છે, તેથી લાલચું, ધનલોલુપ લોકો ચોરીની જાણીને પણ એને ખરીદી લે છે અને અપ્રત્યક્ષ રૂપથી ચોરને અને ચોરીને પ્રોત્સાહન આપે છે.
માત્ર ખરીદવું જ નહિ, ચોરની ચોરાયેલી વસ્તુને પોતાના) ઘર કે દુકાનમાં રાખવી, ચોર-ડાકૂને પોતાના ઘરમાં કે અન્યત્ર આશ્રય આપવો, પણ માત્ર સરકારની દૃષ્ટિથી અપરાધ નથી, પણ આ અસ્તેય વ્રતનો અતિચાર પણ છે.
કેટલીક વ્યક્તિઓ ડાકુઓ, ચોરો કે તસ્કરો દ્વારા લૂંટાયેલો, ચોરી કરેલો કે કરચોરીથી લાવેલો માલ તરત જ ખરીદી લે છે અને એવા લોકોને પહેલાંથી જ રૂપિયા આપીને એમના દ્વારા ઉક્ત રીતિથી લાવેલા માલને લેવાનો વાયદો કરી લે છે. આ એકદમ અનાચાર છે. આ વ્રતનો ભંગ છે, કારણ કે એમાં તો જાણી-જોઈને બેધડક દોષનું સેવન કરવામાં આવે છે.
(૨) તસ્કર પ્રયોગ ઃ ચોરોને ચોરી કરવાની પ્રેરણા આપવી કે તસ્કરોને તસ્કરીથી માલ લાવવાની પ્રેરણા આપવી તસ્કર પ્રયોગ નામનો અતિચાર છે. ચોરી કરવામાં સહાયતા કરવી કે પ્રેરણા આપવી પણ ચોરીની સમાન જ અપરાધ છે. સાત પ્રકારની વ્યક્તિઓની ગણના ચોરોમાં કરવામાં આવી છે.
(૧) ચોરી કરનાર (૨) ચોરીની પ્રેરણા કરનાર (૩) ચોરીની સલાહ આપનાર (૪) ચોરી માટે ભેદ બતાવનાર (૫) ચોરીનો માલ ખરીદનાર (૬) ચોરી કરવા માટે સાધન આપનાર (૭) ચોરને આશ્રય આપનાર.
રાજ્ય નિયમાનુસાર પણ ચોરીની પ્રેરણા આપનાર પણ ચોરની જેમ દંડનીય માનવામાં આવે છે.
કોઈ ચોરને જાણવા છતાંય જો એને શાહુકાર માનવામાં આવે છે કે એની શાહુકારના રૂપમાં પ્રશંસા કરવામાં આવે છે કે કોઈ વ્યક્તિ પૈસાની લાલચમાં એને નિર્દોષ સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે, તો એ પ્રકારાંતરથી ચોરની સહાયતા કરીને ચોરીની પ્રેરણા આપે છે, જે ચોરીના સમાન જ પાપ છે.
તસ્કરી દ્વારા દેશ-વિદેશોથી લાવેલા પદાર્થોને ખરીદવાથી, કાળા બજારીઓથી માલ ખરીદવાથી એમને પ્રોત્સાહન અને પ્રેરણા મળે છે. તેથી એનો માલ ખરીદવાથી શ્રાવકના વ્રતમાં અતિચાર લાગે છે. શ્રાવકે આ વિષયમાં સાવધાન રહેવું જોઈએ.
(૩) વિરુદ્ધ રાજ્યાતિક્રમ : જે રાજ્ય પરસ્પર વિરોધી હોય, યુદ્ધરત હોય, શત્રુતા રાખતા હોય એમને વિરુદ્ધ રાજ્ય કહે છે. એવાં વિરોધી રાજ્યોની સીમાનું અતિક્રમણ કરવું અર્થાતુ એમના રાજ્યમાં વિશેષકર યુદ્ધની સ્થિતિમાં આવવું-જવું, વિરુદ્ધ રાજ્યોતિક્રમ અતિચાર છે. એવું કરવાથી રાજ્ય અને ધર્મ બંનેની મર્યાદા ભંગ થાય છે.
(૯૪) 0
જિણધમો)