________________
વસ્તુમાં ભેળસેળ કરવી, નકલી વસ્તુઓને અસલી બતાવીને વેચવી, ખોટાં વિજ્ઞાપનો દ્વારા બીજાઓના ધનનું હરણ કરવું, ઠગવું, ઓછું આપવું, વધુ લેવું; વગેરે સ્થૂલ અદત્તાદાન છે. કારણ કે એવું કરનારાઓ દુષ્ટ અધ્યવસાયથી બીજાઓનું દ્રવ્ય હરણ કરે છે.
અસ્તેય-અણુવ્રતના અતિચાર :
અસ્તેય વ્રતનું બરાબર પાલન ત્યારે જ થઈ શકે છે જ્યારે વ્રતપાલન કરતાં સમયે પ્રમાદ કે અસાવધાનીથી થનારા દોષોથી દૂર રહેવામાં આવે. વ્રતનું નિરતિચાર પાલન કરવાથી જ વ્રત ધારણ કરવાનો પૂર્ણ લાભ મળે છે. અતિચાર ત્યાં સુધી અતિચાર છે જ્યાં સુધી તે સંકલ્પપૂર્વક ન કરવામાં આવે. જો જાણી-જોઈને, સંકલ્પપૂર્વક આ કામોને કરવામાં આવે તો તે અતિચાર ન રહીને અનાચારની શ્રેણીમાં આવી જાય છે. અનાચારથી વ્રતભંગ થઈ જાય છે.
‘ઉપાસક દશાંગ સૂત્ર’માં અસ્તેય વ્રતના પાંચ અતિચારો આ પ્રકાર બતાવ્યા છે -
थूलग-अदिन्नादाणं वेरमणस्स पंच अइयारा जाणिजव्वा, न समायरियव्वा तंजहाતેનાહડે, તવ પોતે, વિરુદ્ધજ્નામે, ડતુèડમાળે, તડિવાવવારે ।
અર્થાત્ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના પાંચ અતિચાર જાણવા યોગ્ય છે, આચરણ કરવાયોગ્ય નથી. તે અતિચાર આ પ્રકાર છે :
(૧) સ્નેનાહત, (૨) તસ્કર પ્રયોગ, (૩) વિરુદ્ધ-રાજ્યાતિક્રમ, (૪) કૂટતુલ-ફૂટમાન અને (૫) તસ્મ્રુતિરૂપક વ્યવહાર.
(૧) સ્નેનાહત : ચોર દ્વારા ચોરાયેલી વસ્તુને લોભવશ ગ્રહણ કરવી - ખરીદવી સ્નેનાહત અતિચાર છે. ચોરીનો માલ ખરીદવાનો અર્થ છે ચોરી અને ચોરને પ્રોત્સાહન આપવું. ચોરેલી વસ્તુઓ પ્રાયઃ સસ્તી વેચાય છે, તેથી જાણી-જોઈને લોભના વશીભૂત થઈને એવી સસ્તી વસ્તુઓ ખરીદવી ચોરીના સમાન જ પાપમય છે. રાજ્ય વ્યવસ્થામાં પણ જાણી-જોઈને ચોરીનો માલ ખરીદનારાને ચોરના સમાન દંડ આપવામાં આવે છે. જો અજાણતાં પણ ચોરીની વસ્તુ ખરીદી લેવામાં આવે છે તો રાજ્ય એનું મૂલ્ય ચૂકવ્યા વગર જ લઈ શકે છે. તેથી લોભવશ ચોરીનો માલ ક્યારેય ન ખરીદવો જોઈએ. બજારથી ખૂબ જ સસ્તી મળનારી વસ્તુના વિષયમાં પૂરી જાણકારી (અનુસંધાન) કરવી જોઈએ. કારણ કે લગભગ ચોરીનું હોવાની સંભાવના રહે છે.
ચોરીનો માલ ખરીદનારા લોકો ગાળ બોલીને પોતાનો બચાવ કરવાની કોશિશ કરે છે કે વેચનાર વ્યક્તિના માથા ઉપર ચોર લખેલું નથી હોતું, તેથી આ કેવી રીતે કહી શકાય કે અમુક વસ્તુ ચોરીની છે ?
આ ખૂબ જ લૂલો બચાવ છે. આ સાચું છે કે ચોરના માથા ઉપર ચોર લખેલું નથી હોતું, પરંતુ વેપાર કરનાર ચતુર વેપારી જો લોભમાં ન પડીને તટસ્થ ભાવથી જાણવાની કોશિશ કરે તો આસાનીથી એ ખબર પડી શકે છે કે આ વસ્તુ ચોરીની છે કે નહિ ? વેચનાર સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત
FEB