________________
લડાઈના સમયે વ્યવસ્થા માટે વિરોધી રાજ્યોમાં વિરોધી નાગરિકોના આવાગમનનો નિષેધ રહે છે, કારણ કે એનાથી એક રાજ્યનો ભેદ બીજા રાજ્યને મળી જવાનો ભય રહે છે. માટે શ્રાવકે આ અતિચારથી બચવાની સાવધાની રાખવી જોઈએ.
કેટલાય લોકો આ અતિચારનો અર્થ રાજાના વિરુદ્ધ કામ કરવું એવો લગાવે છે, પરંતુ આનો અર્થ એ નથી. કારણ કે કદાચ રાજા નીતિ વિરુદ્ધ અને પ્રજા હિતના વિરુદ્ધ સત્તાની લાલચમાં કોઈ આદેશ આપે તો એનું પાલન કરવું અને એનો અતિક્રમ (ઉલ્લંઘન) કરવો દોષ રૂપ નથી હોતો. એ તો કર્તવ્ય થઈ જાય છે. હા, રાજ્યની સુવ્યવસ્થાથી વિપરીત આચરણ કરવું, આવો અર્થ કરી શકાય છે. રાજા અને રાજ્યમાં અંતર હોય છે. રાજ્યની સુવ્યવસ્થા માટે બનાવવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરવું - જેમ કે કર ન ચૂકવવો, વગર ભાડે શાસકીય વાહનોમાં યાત્રા કરવી, આયાત-નિયંતના નિયમોથી વિપરીત માલ લાવવો - લઈ જવો વગેરે વિરુદ્ધ રાજ્યાતિક્રમ અતિચાર છે. શ્રાવકે આ અતિચારથી બચવાની સાવધાની રાખવી જોઈએ.
(૪) ફૂટતુલા-ફૂટમાન ઃ લોભને વશ થઈને વધુ લેવા અને ઓછું આપવાની દાનતથી તોલવાના બાટ અને માપવાના ગજ વગેરે ઓછા-વધુ રાખવા કે બાટ-માપ બરાબર હોવા છતાંય તોલવા-માપવામાં ચાલાકીથી કામ લેવું કૂટતુલા-કૂટમાન નામનો અતિચાર છે. ઓછુંવનું તોલવું-માપવું શાસકીય અપરાધ પણ છે. રાજ્યશાસનને માપ-તોલનાં સાધનોનું પ્રામાણીકરણ કરાવવાનો કાયદો બનાવ્યો છે. ન્યૂનાધિક બાટ-માપોને રાખવાં કે ન્યૂનાધિક તોલવું-માપવું દંડનીય અપરાધ છે. એવું કરવું ખૂબ જ નિંદ્ય માનવામાં આવે છે. ઓછુંવનું તોલવું-માપવું વ્યાપારિક સંહિતાના મૂળભૂત નિયમોને તોડવા સમાન છે, નીતિ વિરુદ્ધ કાર્ય કરે છે અને લોકોની સાથે વિશ્વાસઘાત કરે છે. જાણી-જોઈને એવું કરવું અનાચાર છે. ભૂલથી-અસાવધાનીથી ઓછું-વતું તોલવા-માપવાથી જ અતિચાર થાય છે. સંકલ્પપૂર્વક એવું કરવાથી, વ્રતનો ભંગ થાય છે. માટે શ્રાવકે માપવા-તોલવામાં પૂરી પ્રામાણિકતા રાખવી જોઈએ. માપ-તોલમાં અપ્રામાણિકતા કરવી, આપવા-લેવાના અલગ-અલગ બેવડા માપદંડ રાખવા, વ્યાવસાયિક ચોરી છે, ઠગાઈ છે, તેથી નૈતિક પતન છે. શ્રાવકે માપ-તોલની ગરબડથી સંપૂર્ણતઃ બચવું જોઈએ. જે વ્યકિત આટલી પણ પ્રામાણિકતા નથી રાખી શકતી તે ધર્મની અધિકારી કે શ્રાવક નથી કહેવાતી. તેથી, શ્રાવકે વ્યાવસાયિક, નૈતિક અને ધાર્મિક દષ્ટિબિંદુઓના ખોટા માપ-તોલથી દૂર રહેવું જોઈએ.
(૫) તત્રતિરૂપકવ્યવહાર : કોઈ સારી વસ્તુમાં હલકી વસ્તુનું સંમિશ્રણ કરીને એને સારી કહીને વેચવી તથા નમૂનાની સારી વસ્તુને બતાવીને હલકી વસ્તુ આપવી તત્પતિ રૂપક વ્યવહાર નામનો અતિચાર છે. અજાણતામાં જો આવું કરવામાં આવે તો તે અતિચાર છે - અન્યતા તે અનાચાર થઈ જાય છે.
આજકાલ ધનની લોલુપતાના કારણે જાણી-જોઈને મિલાવટનું પાપ કરવામાં આવે છે. આ જઘન્ય પાપ એટલું વધી ગયું છે કે માણસોની જિંદગી સુધી એના કારણે મુશ્કેલીમાં [સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતો
જ ક૫)