________________
મનુષ્ય એ ધ્યાન રાખવું જોઈએ કે ધન મહપૂર્ણ નથી, ધર્મ અને શ્રેષ્ઠ કાર્ય મહત્ત્વપૂર્ણ છે. માનવની શ્રેષ્ઠતા ધનથી નહિ, ધર્મથી થાય છે, શ્રેષ્ઠ કાર્યોથી જાણવામાં આવે છે. સંસારમાં એવા પણ લોકો છે, જે ખૂબ ગરીબીમાં પડ્યા હતા, પરંતુ જીવનમાં નીતિ, પ્રામાણિકતા અને પવિત્ર જીવિકાને અપનાવીને તે લોકો માટે સ્પૃહણીય બન્યા, પ્રશંસાના પાત્ર બન્યા. મનુષ્યને સાચી શ્રમનિષ્ઠા, ઈમાનદારી અને પ્રામાણિકતાથી વિશ્વાસ, પ્રેમ અને આદર મળે છે. પરંતુ જ્યારે મનુષ્ય આ ગુણોની ઉપેક્ષા કરીને શ્રમ-નિષ્ઠા છોડીને બેઈમાની તથા આળસનો કુપથ પકડી લે છે, તો એનાથી સામાજિક જીવનમાં અવિશ્વાસ પેદા થાય છે, અનેક મુસીબતો પેદા થાય છે, વ્યક્તિ ચારિત્ર્યહીન બને છે. સામાજિક વ્યવસ્થા વિશ્વાસ અને શ્રમ-નિષ્ઠા વગેરે સગુણો પર નિર્ભર હોય છે, પરંતુ જ્યારે ચોર અને બેઈમાન લોકોની સંખ્યા વધુ થઈ જાય છે તો સમાજની વ્યવસ્થા બગડી જાય છે, તેથી સત્ય-અહિંસાની સાથે અસ્તેય વ્રતની જરૂર છે.
આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો અસ્તેય વ્રત માનવની આર્થિક મર્યાદા નિશ્ચિત કરે છે, જેનાથી સમાજને અસીમ (ભરપૂર) લાભ થાય છે. કારણ કે જ્યાં મર્યાદા આવે છે ત્યાં મનુષ્યના જીવનમાં સંયમ શરૂ થઈ જાય છે. સંયમથી આત્મા પણ વિશુદ્ધ બને છે અને સામાજિક લાભ પણ થાય છે. જે વ્યક્તિ પોતાના ઉપર આર્થિક અંકુશ રાખે છે કે પોતાની જરૂરિયાતો પર નિયંત્રણ રાખે છે, તો કેટલીક સીમા સુધી સમાજમાં આર્થિક વિષમતાને દૂર કરવામાં સહાયક થાય છે. જો વ્યક્તિ અસ્તેય ધર્મનું પાલન કરે છે તો એનો લાભ બધાને મળે છે. એના પાલનથી સ્વયંને સંયમનો લાભ અને સમાજને સમાનતા પ્રાપ્ત કરાવવામાં મદદના રૂપમાં લાભ, આ પ્રકારનો ડબલ (બેવડો) લાભ છે. અસ્તેય વ્રતનો મહિમા બતાવતાં કહ્યું છે -
तमभिलषति सिद्धिस्तं वृणीते समृद्धिः । तमभिसरति कीर्तिर्मुन्चते तं भवातिः ॥ स्पृहयति सुगतिस्तं, नेक्षते दुर्गतिस्तं । परिहरति विपत्तियों न गृण्हात्यदत्तम् ॥
- સિજૂર પ્રકરણ જે અદત્ત ગ્રહણ નથી કરતો, સિદ્ધિ એની અભિલાષા કરે છે, સમૃદ્ધિ એનો સ્વીકાર કરે છે, કીર્તિ એની પાસે આવે છે, સાંસારિક પીડાઓ એનો પીછો છોડી દે છે, સુગતિ એની સ્પૃહા કરે છે, દુર્ગતિ એને જોતી પણ નથી અને વિપત્તિ એને છોડી દે છે.
યોગદર્શન'માં અસ્તેય વ્રતને નિષ્ઠાપૂર્વકના પાલનને સર્વરત્ન પ્રદાતા તરીકે બતાવવામાં આવ્યો છે. જેમ કે -
અસ્તેયપ્રતિષ્ઠા સર્વરત્નોuસ્થાનમ્ ? - યોગદર્શન સાધન પાદ [સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતો
જ છે ક૯૧)