________________
છે. તે ભયંકર જૂઠ છે. આમ સંસ્થાને ખર્ચ લખતા સમયે જેટલો ખર્ચ થયો હોય એનાથી વધુ લખીને બાકીની રકમ (પૈસા) હજમ કરી જવી જૂઠ અને ચોરી બંને છે. સમાચારપત્રોમાં ખોટા સમાચાર પ્રકાશિત કરાવવા પણ ફૂટ લેખકરણ છે. તાત્પર્ય એ છે કે એવાં બધાં લેખનકાર્યથી બચી જવાય તો સત્યની સીમામાં રહે છે.
આમ, પ્રત્યેક ધર્મનિષ્ઠ શ્રાવકને અસત્યનાં ઉક્ત કાર્યોથી મન-વચન-કાયાથી સ્વયં બચવું જોઈએ. બીજાઓને પણ મન-વચન-કાયાથી અસત્યની તરફ પ્રેરિત ન કરવા જોઈએ.
સત્ય જ જીવનનો પરમ ઉદ્દેશ્ય છે, એ જ આરાધ્ય છે - ‘તું સચ્ચે મયવ' સત્ય ભગવાન છે, આ વાતને ધ્યાનમાં રાખતા જીવનમાં અસત્ય પ્રતીત થનારા વિચારો, વચનો અને કાર્યોથી પોતાના આત્માની રક્ષા કરવી જોઈએ.
શ્રાવકે અતિચાર રહિત વ્રતનું પાલન કરવું જોઈએ. જેમ રાજ્યની સીમા હોય છે, એમ જ વ્રતની સીમા અતિચાર છે. આ સીમાઓનું ઉલ્લંઘન કરવું વ્રતનું ઉલ્લંઘન છે. વ્રતનું પાલન ત્યારે સમજાય છે, જ્યારે એમાં અતિચાર ન હોય. તેથી શ્રાવકને પૂર્વ પ્રતિપાદિત સત્યાણુ વ્રતના અતિચારોને સૂક્ષ્મતાપૂર્વક સમજીને એનાથી બચવું જોઈએ અને નિર્દોષ રૂપથી સત્યાણુ વ્રતની પ્રતિજ્ઞાનો નિર્વાહ કરવો જોઈએ. જે પોતાના જીવનમાં સત્યને અપનાવી લે છે તે અન્ય પાપોથી પણ બચી જાય છે અને એના આત્માનું હંમેશાં કલ્યાણ જ થાય છે.
too
સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત
શ્રાવકનું ત્રીજું અણુવ્રત સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત છે. અદત્તાદાનનો અર્થ થાય છે વગર અનુમતિએ, વગર આપ્યું કોઈ વસ્તુ ન લેવી. આ સૂક્ષ્મ અદત્તાદાન છે; જે ત્રણ કરણ, ત્રણ યોગથી મહાવ્રતધારી, ત્યાગી અણગાર અંગીકાર કરે છે. એવા અણગાર સંપૂર્ણ અદત્તાદાન વિરમણ વ્રતનો અંગીકાર કરતા પ્રતિજ્ઞા કરે છે -
“समणे भविस्सामि अणगारे अकिंचणे अपुत्ते, अपसू परदत्त कोइपाव कम्म णो करस्सामि त्ति समुट्ठाए सव्वं भंते । अदिन्नादाणं पच्चक्खामि ।” આચારાંગ દ્વિ,શ્રુ. ૧૯મો અધ્યાય
અર્થાત્ “હે પૂજ્ય ! હું ગૃહ, ધન, પશુ, પુત્ર વગેરેને ત્યાગીને બીજાને અપાયેલ ભોગનાર અણગાર બનું છું. હું સાવધાન થઈને પ્રતિજ્ઞા કરું છું કે હું અદત્તાદાનનું પાપ નહિ કરીશ, પરંતુ એ જ ચીજો ભોગવીશ, જે બીજાએ મને આપી હોય.”
ઉક્ત પ્રતિજ્ઞા અનુસાર સંયમી સાધક વગર અપાયેલી કોઈપણ વસ્તુનો ઉપયોગ નથી કરતા. જે વસ્તુ પર કોઈનો અધિકાર નથી કે જે વસ્તુ સાર્વજનિક છે, સાધુ એનો ઉપયોગ પણ કોઈની આજ્ઞા વગર નથી કરી શકતા. સૂક્ષ્મ અદત્તાદાનથી વિરત થનાર સાધક સર્વથા પરદત્ત ભોગી હોય છે. ગૃહસ્થ શ્રાવક જો સૂક્ષ્મ વ્રત ધારણ કરે તો સાર્વજનિક ચીજ તો સ્થૂલ અદત્તાદાન વિસ્મણ વ્રત
૮૯