________________
ભાષણ દ્વારા કામ બનાવવાની વાત સાંભળીને મિથ્યા પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ જાય છે, તેથી આ સત્ય વ્રતનો અતિચાર છે.
આજ કાલ મિથ્યા ઉપદેશ આપવાની પ્રવૃત્તિ પણ બહુ દષ્ટિગોચર થઈ રહી છે. અનેક વ્યક્તિ સ્પષ્ટ રૂપથી તો મિથ્થોપદેશ નથી આપતા, પણ ઘુમાવી ફરાવીને એ રીતે કહેશે કે સાંભળનારને એનાથી તેમ કરવાની પ્રેરણા મળી જાય. અનેક વ્યક્તિ આ વાતનો વિચાર નથી કરતા કે હું જે કંઈ કહી રહ્યો છું, એનો પ્રભાવ સાંભળનારા ઉપર કેવો પડશે, એનું પરિણામ શું આવશે ? જેમ એક આદમીએ બીજાથી કહ્યું : “મને ખાવાનું બરાબર હજમ નથી થતું, આ કારણે હું ગેસની બીમારીથી પીડિત છું.” એના જવાબમાં સાંભળનારે કહ્યું:
યાર, મારી પણ આ જ હાલત હતી. મેં તો થોડો દારૂ રોજ લેવાનું શરૂ કર્યો, ત્યારથી મારું પેટ બરાબર રહે છે, કોઈ ફરિયાદ નથી.” આમ, દારૂ પીવાનો સીધો ઉપદેશ ન આપીને આ રીતે કહી દીધો કે તે દારૂ પીવે છે. આ પ્રકારે કોઈ કહે કે – “હું ખૂબ ગરીબ હતો પરંતુ જૂઠું બોલીને કે જુગાર રમીને માલદાર બની ગયો.” આ પ્રકારના ઉપદેશ દ્વારા બીજી વ્યક્તિને ભટકાવી દેવો, સન્માર્ગથી વિમુખ કરી દેવો, સત્ય વ્રતનો અતિચાર છે. અનેક ગજેડી-ભંગડી ભાંગ-ગાંજાનો ઉપદેશ આપીને દુર્વ્યસનીઓની સંખ્યા વધારતા રહે છે. અનેક લોકો પોતાની શેખી વધારવા માટે લોકોને ગુમરાહ (ભડકાવે) કરે છે. તાત્પર્ય એ છે કે એવો ઉપદેશ જેમનાથી અસત્ય પ્રવૃત્તિની પ્રેરણા મળતી હોય, મનુષ્ય ગુમરાહ થઈ જતો હોય, તે પૃષપદેશ કહેવાય છે. શ્રાવકે ન તો કોઈને ખોટી કે જૂઠી સલાહ આપવી જોઈએ અને ન કોઈ જૂઠા ઉપદેશકના ચક્કરમાં જ આવવું જોઈએ.
(૫) કૂટ-લેખકરણ : ખોટા દસ્તાવેજ, નકલી હૂંડી, નકલી બિલો, નકલી નોટો, નકલી સિક્કા બનાવવા, નકલી લેખ, નકલી હસ્તાક્ષર, નકલી સિક્કા-છાપ વગેરે બનાવવું કૂટ લેખકરણ છે. શ્રાવક કદાચ આ ભ્રમમાં રહે કે મેં મોઢાથી સ્થૂલ જૂઠ ન બોલવાનું વ્રત લીધું છે, હાથથી લખવાનો તો ત્યાગ નથી કર્યો. આ સમજથી જો તે ખોટા લેખ, ખોટા દસ્તાવેજ અને અસત્ય વિજ્ઞાપન, અસત્ય સમાચાર વગેરે સમાચારોમાં પ્રકાશિત કરાવે છે, તો આ સત્યાગુ વ્રતનો અતિચાર છે. આ દોષ અતિચારની શ્રેણીમાં ત્યાં સુધી રહે છે ત્યાં સુધી ઉક્ત કાર્ય સાવધાનીથી કે ભ્રમથી થઈ જાય. જાણી જોઈને ઉક્ત કૂટલેખ વગેરેનાં કાર્ય કરવામાં આવે તો તે અનાચારની શ્રેણીમાં જતા રહે છે. એમનાથી વ્રતનો ભંગ થઈ જાય છે.
આ પ્રકાર વહીખાતાઓ (ચોપડાઓ) કે દસ્તાવેજોમાં ખોટી પ્રવિષ્ટીઓ કરવી, ખોટા જમા-ખર્ચ લખવા, પરીક્ષામાં નકલ (ચોરી) કરવી વગેરે પણ કૂટ લેખકરણ છે.
આજના યુગમાં કૂટ લેખકરણની પ્રવૃત્તિ ખૂબ વધી રહી છે. ખોટા લેખ અને ખોટા દસ્તાવેજ બનાવીને કેટલાક લોકો સમજે છે કે અમે (આપણે) કયું અસત્ય બોલ્યા? પરંતુ લોભના કારણે એમની બુદ્ધિ ઉપર એવો પડદો પડી જાય છે કે તે સત્યાસત્યનો વિચાર નથી કરતા. ચોપડાઓમાં ખોટો જમા-ઉધાર કરવાથી કે ખોટા દસ્તાવેજ બનાવવાની ભલે મોઢેથી જૂઠું ન બોલવામાં આવતું હોય, પરંતુ કાયાથી-મનથી અસત્ય લેખનનું કાર્ય થયું