________________
શું ઘરની પણ એ ચીજોને નથી લઈ શકતો, જેના પર ઘરના કોઈ બીજા માણસનો કિંચિત્ પણ અધિકાર છે. તેથી જ્યાં સુધી તે ગૃહસ્થ છે ત્યાં સુધી સૂક્ષ્મ અદત્તાદાન વિરમણ વ્રતનું પાલન કરવાથી એનું ગૃહસ્થજીવન નથી નભી શકતું. આ વાતનો વિચાર કરીને શાસ્ત્રકારોએ ગૃહસ્થ શ્રાવકો માટે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત બતાવ્યું છે. યથા -
“थूलग अदत्तादाणं समणोवासओ पच्चक्खाई, से अदिन्नादाणे दुविहे पन्नते तंजए - सचित्तादाणे अचित्तादाणे य ।"
આવશ્યક સૂત્ર “तयाणंतरं च णं थूलग अदिन्नादाणं पच्चक्खाई, जावज्जीवाए दुविहं तिविहेणं न करेई, न कारवेइ मणसावयसा-कायसा" ઉપાસક દશાંગ, અધ્ય-૧
“શ્રમણોપાસક સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ કરે છે. તે સ્થૂલ અદત્તાદાન બે પ્રકારના છે - (૧) સચિત્ત અદત્તાદાન અને (૨) અચિત્ત અદત્તાદાન.
“તત્પશ્ચાત્ આનંદ શ્રાવકે સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ બે કરણ, ત્રણ યોગથી કર્યો. અર્થાત્ એણે પ્રતિજ્ઞા કરી કે - “તે સ્થૂલ અદત્તાદાન ન તો સ્વયં મન, વચન, કાયાથી ગ્રહણ કરશે અને ન બીજાથી ગ્રહણ કરાવશે.''
સ્થૂલ અદત્તાદાનની વ્યાખ્યા કરતાં ટીકાકારે કહ્યું છે કે - “દુષ્ટ અધ્યવસાયપૂર્વક પોતાના અધિકારથી અલગ બીજાની વસ્તુને એના અધિકારીની આજ્ઞા વગર ગ્રહણ કરવી - સ્થૂલ અદત્તાદાન છે. તે અદત્તાદાન સચિત્ત-અચિત્તના ભેદથી બે પ્રકારના છે જીવ સહિત સ્ત્રી, પશુ વગેરે પદાર્થોને અનુમતિ વગર ગ્રહણ કરવા અચિત્ત અદત્તાદાન છે.
શાસ્ત્રકારોએ શ્રાવકો માટે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતમાં એ ચોરીનો ત્યાગ બતાવ્યો છે, જેને લોક-વ્યવહારમાં ચોરી કહેવામાં આવે છે, જેના કરવાથી ચોર કહેવાય છે તથા જે લોકોમાં નિંદનીય અને ગર્હણીય સમજવામાં આવે છે. જે વસ્તુ પર કોઈ વ્યક્તિ વિશેષનો અધિકાર નથી, જે સાર્વજનિક છે, એને લેવા કે એનો ઉપભોગ કરવાનો ત્યાગ શ્રાવક માટે અનિવાર્ય નથી. તાત્પર્ય એ છે કે દુષ્ટ અધ્યવસાયપૂર્વક બીજાના હક્કોને હરણ કરવાની ક્રિયાથી વિરત થવું સ્થૂલ અદત્તાદાન વિરમણ છે. આ વ્રતને ધારણ કરવાથી શ્રાવકનાં સાંસારિક કાર્યોમાં કોઈ અડચણ નથી આવતી. તે સ્થૂલ અદત્તાદાનના પાપથી પણ બચી જાય છે અને દુનિયામાં પ્રામાણિક તથા વિશ્વાસપાત્ર પણ માનવામાં આવે છે. કેટલાક લોકો સમજે છે કે ગૃહસ્થનું કામ ચોરી કર્યા વગર નથી ચાલી શકતું, પરંતુ આ એવી જ ભ્રાંતિ છે. જેમ કે નશાબાજને ભ્રાંતિ (ભ્રમ) થાય છે કે નશો કર્યા વગર એનું કામ નથી ચાલી શકતું. ચોરી કર્યા વગર જે કામ ચાલશે તે કામ ચોરી કરીને ચલાવવામાં આવેલા કામથી અસંખ્યગણ્યું શ્રેષ્ઠ હશે.
ચોરીના મૂળમાં ધન-લોલુપતા રહેલી છે. ધનની લોલુપતાને વશીભૂત થઈને વ્યક્તિ ચોરી કરે છે, ઝૂંટવીને કે અન્ય અનૈતિક ઉપાયો-અપ્રામાણિકતા, છળકપટ કે બેઈમાનીથી ધન પ્રાપ્ત કરે છે, પરંતુ એવું કરવું ભયંકર સામાજિક અપરાધ છે અને આત્માને પાપના ટૂંકમાં ફસાવનાર છે.
sed
જિણધમ્મો