________________
જીવનમાં અસ્તેય પ્રતિષ્ઠિત થઈ જવાથી અસ્તેય વ્રતના પાલનથી સર્વરત્ન ઉપસ્થિત થઈ જાય છે, અર્થાત્ એને બધા પ્રકારની અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ જાય છે.
બધા મનુષ્યો સમાજ-શરીરનાં અંગ છે, તેથી સમાજના પ્રત્યે બેદરકારી કે ઉપેક્ષા નથી કરી શકાતા. બધાં અંગોનો સમાન વિકાસ થાય, પાલન-પોષણ કે સંરક્ષણ થાય, એ જરૂરી છે. આ સમાજ ધર્મનું પાલન કરવા માટે અસ્તેય વ્રતનું પાલન કરવું જરૂરી છે, જેનાથી જરૂરી વસ્તુઓનો અતિભોગ કે અતિઉપયોગ કોઈ ન કરે, કોઈ કોઈનું શોષણ ન કરે. આ ધર્મનું જ્ઞાન અસ્તેય વ્રત કરાવે છે.
ભારતની સચ્ચાઈ અને ઈમાનદારી પ્રાચીન કાળમાં સંસારભરમાં પ્રસિદ્ધ રહી છે. કહેવાય છે કે ચંદ્રગુપ્તના યુગ સુધી અહીંના લોકો ઘરોમાં તાળાં નહોતા લગાવતાં, રસ્તામાં પડેલી ચીજને કોઈ સહજપણે નહોતું ઉઠાવતું. ચોરીનું કામ જ નહોતું. ઉપનિષદ્ કાળમાં રાજા અશ્વપતિએ કહ્યું હતું -
"न मे स्तेनो जन पदे न कदा न च मद्यपः " “મારા રાજ્યમાં કોઈ ચોર લૂંટારું નથી, ન કોઈ ભ્રષ્ટાચારી છે, ન પણ છે અને ન દારૂડિયો છે.”
ભારતીય ઇતિહાસનાં પાનાંઓમાં જ્યાં એવાં આદર્શ રત્નોની જેમ ચમકી રહ્યા છે એ જ વર્તમાનમાં ભારતીય જન-જીવનમાં વધતા જતા ભ્રષ્ટાચાર, અન્યાય, અનીતિ, બેઈમાની, ચોરી વગેરેના પ્રસંગ અત્યંત વિચારણીય અને ખેદજનક છે.
“અસ્તેય' શબ્દ “સ્તેય'(ચોરી)નો વિરોધી છે. અસ્તેય વ્રતનો આરાધક બધા પ્રકારના ચૌર્ય કર્મથી નિવૃત્ત (હોય) થાય છે. ચોરીના વિવિધ પ્રકાર, ચોરીનાં કારણો અને ચોરીનાં દુષ્પરિણામો પર આસ્રવ પ્રકરણમાં પર્યાપ્ત પ્રકાશ નાખવામાં આવ્યો છે. એને અહીં દોહરાવવો અનાવશ્યક છે. અહીં એ જ બતાવવું પ્રાસંગિક છે કે શ્રાવકના અસ્તેય વ્રતની શું મર્યાદા છે ? અને એને કયા-કયા અતિચારોથી બચવું જોઈએ ?
શ્રાવક સ્થૂલ અદત્તાદાનનો ત્યાગી હોય છે, સૂક્ષ્મ અદત્તાદાનનો નહિ. સ્થૂલ અદત્તાદાન એ છે જેના સેવનથી વ્યક્તિ દુનિયાની દૃષ્ટિએ ચોર માનવામાં આવે છે, રાજદંડને પાત્ર હોય છે અને શિષ્ટ પુરુષોમાં એને લજ્જિત થવું પડે છે. દુષ્ટ અધ્યવસાયથી કોઈના અધિકારોને પડાવી લેવા, સ્થૂલ અદત્તાદાન છે. ધ્યાન (સેંધ) લગાવવું, ખિસ્સ કાપવું, લૂંટ કરવી, માર્ગમાં ચાલનારને લૂંટવો, તાળું તોડીને માલ ચોરી લેવો, રસ્તામાં પડેલી વસ્તુના માલિકને ખબર હોવા છતાંય એને લઈ લેવી વગેરે સ્થૂલ અદત્તાદાન છે. શ્રાવક મન, વચન, કાયા દ્વારા એવાં કાર્યો ન તો સ્વયં કરે છે અને ન બીજાઓને કરવાની પ્રેરણા આપે.
ઉપર સ્થૂલ અદત્તાદાનોનું વર્ણન કરતાં માત્ર એ જ કાર્યોનો ઉલ્લેખ કર્યો છે, જે અશિષ્ટ ઉપયોગ દ્વારા કરવામાં આવે છે. પરંતુ આજકાલ ચોરી કરવાના અનેક નવા-નવા સભ્ય ઉપાયો પણ આવી ગયા છે, જેમનો આશ્રય લેવાથી ચોરી કરનારાઓ પણ શેઠ કે શાહુકાર કહેવાય છે. કાળાબજારી કરવી, વધુ નફાખોરી કરવી, લાંચ લેવી-આપવી, ધન રાખીને દેવાળિયો બનવું,
(૯૨) 00000000000 જિણધમો )