________________
(૩) સ્વદાર મંત્ર ભેદ : પતિ-પત્નીનો સંબંધ વૈયક્તિક સંબંધ છે અને એવા વૈયક્તિક સંબંધમાં અનેક એવી વાતો હોય છે, જે એ બંને સુધી જ સીમિત રાખવી જોઈએ. પતિપત્નીની ગોપનીય વાતોને, મમભરી ઘટનાને પ્રગટ કરી દેવી, સ્વદાર મંત્ર ભેદ નામના અતિચાર છે. એવી મર્મભરી વાતોને પ્રગટ કરી દેવાથી લજ્જા કે અપમાનથી ડરીને આત્મહત્યા સુધીના પ્રસંગો આવી જાય છે. ભયંકર અનર્થ પરંપરાનું કારણ હોવાથી પોતાની સ્ત્રી કે પોતાના પતિની મર્મભરી ગોપનીય વાતો, ભલે તે સાચી હોય, પ્રગટ કરી દેવી મોટો દોષ છે, તેથી એને સત્યનું દૂષણ માનવામાં આવ્યું છે.
પુરુષ વગેરેએ સમજવું જોઈએ કે ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીઓનું પણ એ જ મહત્ત્વ છે, જે પુરુષોનું છે. તેથી સ્ત્રીઓને સમજવી, એમને એમના ન્યાયોચિત અધિકારોથી વંચિત કરવી કે એમને અપમાનિત કરવી સામાજિક અન્યાય છે. શાસ્ત્રકારોએ સ્ત્રીઓને સાક્ષાત્ દેવી અને લક્ષ્મી કહી છે તથા ઇન્દ્ર દ્વારા પણ તે સંસ્કૃત થઈ છે. મનુએ કહ્યું છે કે - “જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતા રમણ કરે છે અર્થાત્ તે ઘર સ્વર્ગ બની જાય છે.”
દામ્પત્યજીવનમાં પતિ-પત્નીને પરસ્પર વિશ્વાસ હોવો જ જોઈએ અને એવા વિશ્વાસની ભૂમિ પર જ એમાં કોઈ છુપાવ કે દુરાવ નથી હોતી. તેથી અનેક ગોપનીય વાતો તે એકબીજાને કહે છે. એમને પ્રગટ કરવી વિશ્વાસઘાત છે. મહિલાઓની ઉચ્ચતા, લજ્જા (શરમ) અને કોમળતાને દૃષ્ટિગત રાખીને શાસ્ત્રકારોએ એમની ગોપનીય વાતોને એકબીજાથી કહેવાની મનાઈ જ કરી છે. “ચાણક્ય નીતિ'માં કહેવામાં આવ્યું છે -
अर्थनाशं मनस्तापं, गृहिणीचरितानि च ।
वचनं चापमानंच, मतिमान्न प्रकाशयेत् ॥ ધનની હાનિ, મનનો સંતાપ, ગૃહિણીનું ચારિત્ર (ગૃહિણીની વાત), ઠગાઈ અને અપમાનની વાત બુદ્ધિમાન કોઈને સામે પ્રગટ નથી કરતો.
સાર મંત'નો એક અર્થ પત્ની સહિત પુત્ર વગેરે પરિવારની ગોપનીય વાતને પ્રગટ કરવી પણ કરવામાં આવે છે. શ્રાવક અને શ્રાવિકાને આ અતિચારથી બચવું જોઈએ.
(૪) મિથ્યા ઉપદેશ : બીજાને મિથ્યા ઉપદેશ આપવો પૃષોપદેશ કહેવાય છે. અસત્યના ઉપદેશનો મતલબ છે જૂઠું બોલવા, ચાલાકી કરવા, તોલ-માપમાં ગરબડ કરવા ઠગવું, બેઈમાની કરવાની પ્રેરણા આપવી, ટ્રેનિંગ આપવી, પ્રોત્સાહિત કરવું.
મિથ્યા ઉપદેશ આ જ અવસ્થામાં અતિચાર હોય છે. જ્યારે તે અસાવધાનીથી આપવામાં આવે. પરંતુ જ્યારે આ પ્રકારનો મિથ્થોપદેશ ધડલ્લેને સાથ આપવામાં આવે છે, વારંવાર આપવામાં આવે છે ત્યારે તે અનાચાર થઈ જાય છે. અર્થાત્ એનાથી વ્રતનો સર્વથા ભંગ થઈ જાય છે. કોઈ વ્યક્તિ કોઈ સંકટના સમયે સલાહ લેવા આવ્યો હોય તો એને એ કહેવું કે - “મેં તો અમુક સમય પર આ પ્રકારે મિથ્યાભાષણ કરીને કામ બનાવ્યું હતું. જો કે એવું કહેનાર કોઈ મિથ્યા વાત નથી કરતો, પરંતુ સાંભળનાર વ્યક્તિ એના મોઢેથી મિથ્યા [ સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત) 0 0 0 0 0 ૮૦)