________________
જીવને સંસારસમુદ્રમાં પાડનાર મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા રૂપ પાંચ પ્રકારના પ્રમાદ છે. આ ગાથામાં કહેવામાં આવ્યું છે કે સંસારમાં પરિભ્રમણ કરાવવાનું મૂળ કારણ પ્રમાદ છે. ‘આચારાંગ સૂત્ર'માં કહ્યું છે
उदाहुवीरे अप्पमाओ महामोहे, अलं कुसलस्स पमाएणं ।
આચારાંગ અધ્યયન-૨, ઉદ્દેશક-૪ શ્રી વર્ધમાન સ્વામીએ દૃઢતાપૂર્વક ફરમાવ્યું છે કે કંચન અને કામિની મહામોહના નિમિત્ત છે, તેથી એમાં પ્રમાદ ન કરવો જોઈએ. અપ્રમાદથી મોક્ષ અને પ્રમાદથી મરણ થાય છે.
ઉક્ત પાંચ પ્રકારના પ્રમાદનું દારુણ ફળ બતાવતાં કહેવાયું છે श्रेयो विषमुपभोक्तुं क्षमं भवेत् क्रीडितुं हुताशनेन । संसार बन्धनगतैर्न तु प्रमादः ક્ષમ: તુમ્ ॥શા अस्यामेव हि जातौ नर मुपहन्याद्विषं हुताशो वा । आसेवितः प्रमादो, हन्याज्जन्मान्तर તાનિ રા
"
यन्न प्रयान्ति पुरुषा: स्वर्ग यच्च प्रयान्ति विनिपातम् । तत्र निमित्तमनार्यः प्रमाद इति निश्चित मिदं मे ॥ ३ ॥ संसार बन्धनगतो, जाति जरा ब्याधि मरण दुःखार्ताः । द्विज सत्त्वः सोप्यपराधः પ્રમાણ્ય ॥૪॥
કદાચ વિષ-ભક્ષણ કરવું અને આગથી ખેલવું સારું હોઈ શકે છે, પરંતુ સંસારનાં બંધનોમાં પડેલા જીવોને પ્રમાદ કરવો કોઈપણ સ્થિતિમાં ઉચિત નથી થઈ શકતું. વિષ અને અગ્નિ તો એક જન્મમાં જ પ્રાણીઓના પ્રાણોનો નાશ કરી શકે છે, પરંતુ પ્રમાદનું આચરણ કરવાથી સેંકડો જન્મ-જન્માંતરમાં મરણનું દુઃખ ઉઠાવવું પડે છે.
જે પુરુષ સ્વર્ગ વગેરે ઉચ્ચ ગતિઓમાં નથી જતા અને નરક વગેરે અધોગતિઓમાં જાય છે, એનું મુખ્ય કારણ એ દુષ્ટ પ્રમાદ છે, એવો આચાર્યનો નિશ્ચિત મત છે.
સંસારી-પ્રાણી બંધનોમાં ફસાય છે, જન્મ-મરણ વ્યાધિથી પીડિત થાય છે અને વિવિધ પ્રકારનાં કષ્ટોને ઉઠાવે છે, આ બધું પ્રમાદનું પરિણામ છે. બીજું પણ કહ્યું છે - पवज्जं विज्ज पिव, साहंतो होइ जो पमाइल्लो ।
तस्स न सिज्झइ एसा, करेइ गरुयं च अवगारं ॥
જેમ કોઈ વિદ્યાનો સાધક જો સાધનામાં પ્રમાદ કરે છે, તો તે વિદ્યા એમને ફળવતી થવી તો દૂર રહ્યું, અપકાર અને અનર્થને પેદા કરે છે. આમ, પ્રવ્રજ્યા લઈને પણ જે પ્રમાદ કરે છે, તો એના માટે તે પ્રવ્રજ્યા ફળદાયી નથી થતી, પણ લાંબી (મોટી) દુર્ગતિ(ભવભ્રમણ)નું કારણ બને છે. તેથી પ્રવ્રજ્યા ગ્રહણ કરીને પણ હંમેશાં અપ્રમત્ત રહેવું જોઈએ. આ પ્રમાદની અપાત્રતા-અનિષ્ટકારિતાનું પ્રતિપાદન સમજવું જોઈએ.
પ્રમાદ-આવ
૫૯