________________
હિંસાની ભયંકરતા કે સદોષતા એની પ્રત્યક્ષતા-અપ્રત્યક્ષતા પર એટલી આશ્રિત નથી, જેટલી એની સ્કૂલતા કે સૂક્ષ્મતા પર આધારિત હોય છે. તેથી શ્રાવકને આ વાતનો અવશ્યમેવ વિચાર કરવો જોઈએ કે તે જે વસ્તુઓનો ઉપયોગ કે ઉપભોગ કરતો હોય, તે અલ્પારંભથી નિષ્પન્ન થઈ હોવી જોઈએ, મહારંભથી નહિ. “અપ્રત્યક્ષ હિંસાથી અમારો કોઈ સંબંધ નથી.' એ માનવું સ્વયંને વિશ્વાસઘાત કરવા સમાન છે, આત્મવંચના છે. જેમ તેતરો તોફાન આવવાથી રેતમાં મોં નાખી સમજી લે છે કે તોફાન આવ્યું જ નથી, એવું માની લેવા માત્રથી તોફાનને નકારી નથી શકતા. તે એ મહારંભના મહાપાપના ભાગી થશે જ.
શ્રાવક અહિંસાનો ઉપાસક અને આરાધક હોય છે. અહિંસાને તે ઉપાદેય અને વધુમાં વધુ અંશોમાં પોતાની શક્તિ અનુસાર આચરણીય માને છે. તે હિંસાથી દૂર રહેવાની યથાસંભવ કોશિશ કરે છે. તે માત્ર એ જ હિંસાનું અવલંબન લાચારીવશ કરે છે, જે એના જીવનનિર્વાહ વગેરે માટે અત્યંત આવશ્યક અને અપરિહાર્ય હોય. એવી સ્થિતિમાં એના માટે એ આવશ્યક થઈ જાય છે કે તે આ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખે કે એનો જીવનનિર્વાહ પણ થઈ જાય અને તે મહારંભથી પણ બચી જાય. ' ખોરાક (ખાવું) જીવનનિર્વાહ માટે જરૂરી છે, પણ શ્રાવક આ વાતનો વિચાર રાખે છે કે ખાદ્ય પદાર્થ એવા હોય અને આ ઢંગથી નિષ્પાદિત હોય, જેમાં ઓછામાં ઓછો આરંભ અને હિંસા થઈ હોય. શ્રાવક સાત્ત્વિક અને અલ્પ આરંભજન્ય ખાદ્ય પદાર્થોને જ કામમાં લે છે, તે તામસિક અને મહારંભથી જન્ય ખાદ્ય પદાર્થોનું સેવન નથી કરી શકતો. તેથી શ્રાવક માંસ, ઈંડા, માછલીઓ વગેરેનું સેવન નથી કરી શકતો, કારણ કે એ પંચેન્દ્રિય જીવોની હિંસાથી નિષ્પન્ન છે. ભલે શ્રાવકે સ્વયં આ જીવોને મારીને એ વસ્તુઓ તૈયાર ન કરી હોય, પરંતુ એ પંચેન્દ્રિયના ક્લેવરથી મહારંભથી બનેલી છે, ધૃણાસ્પદ છે, એમના ખાવાથી હૃદયની દયા ભાવના સમાપ્ત થઈ જાય છે. આ રીતે અલ્પારંભી શ્રાવકને પશુઓનાં માંસ, લોહી, હૃદય કે અન્ય અંગોથી બનેલી દવાઓ અને ઈજેશન વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે એ પ્રાણીઓની હિંસા કરીને બનાવવામાં આવે છે. માંસ વગેરે આહાર પ્રત્યેક રૂપમાં, પ્રત્યેક સ્થિતિમાં વર્જનીય છે. કહી શકાય છે કે ડૉક્ટરોના પરામર્શથી બીમારીની દશામાં એમનું સેવન શ્રાવક કરી શકે છે કે નહિ ! એના વિશે એ જ કહી શકાય છે કે પ્રબળ ઇચ્છા શક્તિવાળા શ્રાવકને યથાસંભવ એનો ઉપયોગ ન કરવો જોઈએ. એનાથી પરહેજ (મનાઈ) કરવી. કારણ કે શરીરથી વ્રત કે ધર્મ વધુ મહત્ત્વપૂર્ણ હોય છે.
ખાવાનો ઉદ્દેશ્ય પ્રાણનિર્વાહ છે, સ્વાદ નહિ. તેથી સ્વાદના ચક્કરમાં પડીને વિવિધ પ્રકારના આરંભ, સમારંભ અને મહારંભનો આશ્રય લેવો શ્રાવક માટે વર્જનીય છે. તેથી શ્રાવક એવા જ ખાદ્ય પદાર્થોનું સેવન કરે છે, જે સાત્ત્વિક અને મહારંભથી જન્ય ન હોય.
આમ, શ્રાવકના વસ્ત્ર પહેરવાનો ઉદ્દેશ્ય લજ્જા નિવારણ કે ઠંડી-ગરમીથી શરીરને બચાવવું હોય છે. આ ઉદ્દેશ્યને લઈને શ્રાવક પોતાની વેશભૂષા એવી રાખે છે, જે અલ્પારંભથી નિષ્પન્ન હોય. જે વસ્ત્રોના નિર્માણમાં વધુ ત્રસ જીવોની હિંસા થતી હોય, જે વસ્ત્રોમાં પશુઓની
[ અહિંસા-વિવેક))
)
)), (૨૯)