________________
ધર્મસ્થાનમાં પ્રવેશ કરે છે. પરંતુ સાચા અર્થોમાં તે મોતીઓની માળાની ધારક વ્યક્તિ વિશેષ હિંસાના મહારંભની પોષક હોય છે. કારણ કે મોતીઓની પ્રાપ્તિ ખૂબ મોટી હિંસા પછી મળે છે. મોતીઓની ઉપલબ્ધિ માટે ખૂબ મોટી હિંસા થાય છે. બિચારા મરજીવાઓ સમુદ્રની ઊંડાઈમાં ડૂબકી લગાવે છે. ત્યાં કિલ્લોલ કરતી નિર્દોષ માછલીઓને પકડીને ટોકરો (ટોપલીઓ)માં ભરે છે અને મુશ્કેલીથી મગર વગેરે હિંસક જળ-જંતુઓથી પોતાના પ્રાણ બચાવીને સમુદ્રથી બહાર આવે છે. ટોપલીઓમાં ભરેલી માછલીઓનો ઢગલો કરી દે છે. તે માછલીઓ પાણી વગર તરફડી-તરફડીને મરી જાય છે, પછી એને બદામની જેમ ફોડવામાં આવે છે. એમાંથી કોઈ-કોઈ માછલીમાંથી મોતી નીકળે છે. તેથી તો અસલી મોતી મોંધું (પડે) છે. અનેકાનેક માછલીઓની હત્યા થાય છે, ત્યારે જઈને ક્યાંક બે-ચાર મોતી નીકળે છે. મોતી માટે થનારી મત્સ્ય હિંસામાં તે બધા ગૃહસ્થ પાપના ભાગી છે, જે મોતીનો પ્રયોગ કરે છે, તે લોકો પણ ઓછાવત્તા રૂપથી પાપના ભાગીદાર છે,જે મોતીનો ક્રય-વિક્રય કરે છે, દલાલી કરે છે, મોતી પહેરનારાને સારો કે ભાગ્યશાળી સમજે છે. વિવેકવાન પાપભીરુ અહિંસાની ઉપાસના અને આરાધના કરનાર શ્રાવક-શ્રાવિકાઓ પંચેન્દ્રિય હિંસાથી નિર્મિત મોતીઓની માળાને કેવી રીતે પહેરી શકે છે ?
મુલાયમ ચામડું પ્રાપ્ત કરવા માટે જાનવરોની પ્રત્યે ભયંકર ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે. ચામડું અને એનાથી બનનારી વસ્તુઓના નિર્માતા પહેલાં પશુઓને ખરીદી લે છે, એમને કેટલાય દિવસો સુધી ભૂખ્યા રાખીને એમની ચામડી ગળાવી દે છે. પછી ઊકળતું ગરમ પાણી છાંટીને લઠ્ઠાઓના મારથી ખૂબ મારે છે, જેનાથી એમનું શરીર રોટલીની જેમ ફૂલી જાય છે. અંતમાં એ નિર્દયી લાલચુ લોકો કતલ કરવાનાં મશીનોની આગળ લીલુંલીલું ઘાસ નાખે છે. બિચારાં અનેક દિવસોનાં ભૂખ્યા-તરસ્યાં અબોધ પશુ પોતાના પેટની તીવ્ર જ્વાળા શાંત કરવા જેવાં ખાવા માટે એમાં મોટું નાખે છે કે તરત મશીનની મોટી અને ચમકતી તેજ છરી કર૨૨ કરતી એમની ગર્દનોને ધડથી અલગ કરી દે છે. તરફડતાં એ પ્રાણીઓનાં શરીરથી નીકળતી લોહીની ધારાઓ અને નાચતી એમની કીકીઓને જોઈને કયો પથ્થરદિલ કાંપી નહિ ઊઠે ? એવા ભયંકર હત્યાકાંડ દ્વારા મુલાયમ ચામડું પ્રાપ્ત કરવામાં આવે છે. ક્રૂમ લેધર કે કૉફ લેધર પશુઓને નિર્દયતાપૂર્વક મારીને મેળવવામાં આવે છે. લોકો મોજ-શોખ માટે ચમકતાં મુલાયમ ચામડાંના બૂટ કે અન્ય ચામડાંની સામગ્રીનો પ્રયોગ કરતા જોવા મળે છે, પરંતુ કદાચ તેઓ નથી જાણતા કે આ પ્રકારનાં મુલાયમ ચામડાં માટે કેટલા નૃશંસ તથા ક્રૂરતાપૂર્ણ હત્યાકાંડ કરવામાં આવે છે. આ બધું જાણ્યા પછી કઈ એવી વિવેકવાન વ્યક્તિ હશે જે એવા હિંસાપ્રધાન ચામડાથી બનેલી વસ્તુઓનો ત્યાગ નહિ કરી દે? વિવેકવાન શ્રાવકને હિંસામય ચામડાથી બનેલી વસ્તુઓનો સર્વથા પરિત્યાગ કરવો જોઈએ. દેશી ચામડાથી બનેલી વસ્તુઓ, જે મૃત્યુથી મરેલાં જાનવરોના ચામડાથી બને છે, તે અપેક્ષાકૃત અલ્પારંભજન્ય હોય છે. સુંદર તથા મુલાયમ ચામડું મહારંભજન્ય હોવાથી શ્રાવક માટે વર્જિત છે. [ અહિંસા-વિવેક છે. જો કે, ૩૧)