________________
યથાર્થ પ્રકાશક હોવાથી સૂર્યમંડળથી પણ વધુ તેજસ્વી, અતિનિર્દોષ હોવાના કારણે આકાશમંડળથી વધુ સ્વચ્છ અને સત્ય પ્રેમીઓનાં હૃદયોને વશમાં રાખવાના કારણે ગંધમાદન પર્વતથી પણ વધુ સુગંધિત છે.”
- પ્રશ્ન વ્યાકરણ-સંવરદ્વાર આના વિશે ભર્તુહરિએ કહ્યું છે -
“સત્યં વેત્તા ૨ લિંક ?” જો સત્ય વિદ્યમાન છે તો તપ કરે તો શું અને ન કરે તો શું? અર્થાત્ તપથી સત્યનો પ્રભાવ વધુ છે. સત્ય સ્વયં જ તપ છે. અન્યત્ર કહેવામાં આવ્યું છે -
सत्येन धार्यते पृथ्वी, सत्येन तपते रविः ।
सत्येन वाति वायुश्च, सर्व सत्ये प्रतिष्ठितम् ॥ સત્યે જ પૃથ્વીને ધારણ કરી રાખી છે, સત્યથી જ સૂર્ય તપે છે, સત્યથી જ હવા ચાલે છે અને બધું સત્યથી જ સ્થિર છે. એનાથી વધીને સત્યના મહિમાનું બીજું વધુ શું વ્યાખ્યાન થઈ શકે છે.
પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં “તે સä મયવં” કહેવામાં આવ્યું છે. અર્થાત્ “સત્ય” જ ભગવાન છે. સત્યની મહત્તાના વિષયમાં એનાથી વધુ બીજું કંઈ કહેવાની જરૂર નથી રહેતી. સત્યની પરિભાષા :
સત્યની વ્યુત્પત્તિ કરતાં કહ્યું છે - “ત: ભાવ: સત્યમ્” અથવા “સખ્યો દિતમ્ સત્યમ્' વસ્તુમાં યથાર્થતાનું હોવું સત્ય છે અથવા સજ્જનો માટે જે હિતકારી હોય તે સત્ય છે. આનો સીધો અર્થ છે સાકરમાં મીઠાશ સત્ય છે, ફૂલમાં સુગંધ સત્ય છે, જળમાં શીતળતા સત્ય છે, અગ્નિમાં ઉષ્ણતા સત્ય છે, સાધુમાં સાધુત્વ સત્ય છે, શ્રાવકમાં શ્રાવકત્વ સત્ય છે. આ વ્યાખ્યા અનુસાર સત્ય આખા વિશ્વનો મૂળાધાર છે. સત્ય વગર સંસારનો કોઈ પણ પદાર્થ ટકી શકતો નથી. માટે સત્યથી અલગ જે પણ છે તે શૂન્ય છે, મિથ્યા છે.
જો સાકરમાં મીઠાશ નથી, ઘીમાં સ્નિગ્ધતા નથી, જળમાં શીતળતા નથી, અગ્નિમાં ઉષ્ણતા નથી; તો એ જ કહેવાશે કે એમાંથી સત્ય નીકળી ગયું છે. સત્યનું નીકળી જવું શરીરમાં પ્રાણોનું નીકળી જવું છે. જેમ શરીરમાં પ્રાણોનું મૂલ્ય સૌથી વધુ છે, એમ જ સમસ્ત સદ્ગુણોમાં સત્યનું મૂલ્ય સર્વાધિક છે. સત્યના અભાવમાં મનુષ્યની સ્થિતિ પ્રાણશૂન્ય શરીર જેવી થઈ જાય છે. જ્યાં સત્ય છે, ત્યાં જ આત્માનો આનંદ છે.
સત્ય એ સંજીવની શક્તિ છે, જે બધા સગુણોને જીવન પ્રદાન કરે છે. સત્યના અભાવમાં સાધુત્વ કે શ્રાવકત્વ કે અન્ય ગુણ એ જ રીતે નિષ્પભ થઈ જાય છે જેમ પ્રાણ નીકળી જવાથી શરીર.
મૃતક (મડદું) લડી નથી શકતો, તે સડે છે, એ જ રીતે સાધુજીવન કે શ્રાવકજીવનમાંથી જ્યારે સત્ય નીકળી જાય છે ત્યારે તે જીવન પણ મૃતવત્ થઈ જાય છે. સત્યના અભાવમાં [ સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત
કહ૧)