________________
(૪) ધરોહરના વિષયમાં અસત્ય : ચોથું સ્થૂલ અસત્ય છે - ધરોહર સંબંધિત જૂઠ. લોભ એવો ભયંકર દુર્ગુણ છે કે તે સંબંધ, ઘરોબો વગેરે બધાને ભુલાવી દે છે. વિશ્વાસના પાયા પર કોઈ વ્યક્તિ કોઈની પાસે ધરોહર (અમાનત) રાખે છે. એ ધરોહર ઉપર લલચાઈને ધરોહરથી મોઢું ફેરવી લેવું, એને ચોરી લેવું, ઓછું-વધુ બતાવવું, સારાના બદલે ખરાબ આપવું વગેરે ધરોહર વિષયક સ્થૂલ અસત્ય છે. આ જ રીતે ધરોહર ન રાખવા છતાંય એને માંગવું, ધરોહર વિષયક સ્થૂલ જૂઠ છે. ધરોહરને ન રાખવા છતાંય માંગવું અને ધરોહર રાખીને એને પાછું આપવાની મનાઈ કરવી ધરોહર વિષયક અસત્ય છે.
જૈનાચાર્યોએ ધરોહર પડાવી લેવાને સ્થૂલ જૂઠ ગણ્યું છે, કારણ કે મિથ્યા ભાષણ દ્વારા એવું કરવામાં આવે છે. ગૌણ રૂપથી એવું કરવું ચોરી પણ છે. ‘મનુસ્મૃતિ’માં ધરોહર હજમ કરવાને ચોરી બતાવી છે. યથા
-
यो निक्षेपं नार्पयति यश्चानिक्षिप्य याचते । तावुभौ चौरवच्छास्यौ दाप्यौ वा समं दमं ॥
જે પોતાના ત્યાં રાખેલી ધરોહરને ન આપે અથવા જે વગર રાજ્યે જ માંગે, એ બંનેને ચોરની જેમ દંડિત કરવા જોઈએ. બંનેને સમાન દંડ આપવો જોઈએ.
ધરોહરના વિષયમાં પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો વિચાર કરી લેવો જોઈએ. જેમ કોઈએ ધરોહરના રૂપમાં ઉત્તમ સોનું રાખ્યું હોય, એને સામાન્ય બતાવી દેવું કે સામાન્ય સોનું રાખ્યું હોય અને ઉત્તમ માંગવું દ્રવ્ય ન્યાસાપહાર છે. ધરોહરના રૂપમાં સ્થાપિત વસ્તુ દેશી હોય તો એને વિદેશી બતાવવાની કે દેશી વસ્તુ રાખીને વિદેશી માંગવી વગેરે ક્ષેત્રથી ન્યાસાપહાર છે. ન્યાસ રાખનાર જૂની વસ્તુને નવી બતાવે કે ન્યાસી નવી વસ્તુને જૂની બતાવે વગેરે કાળ ન્યાસાપહાર છે. અસલી વસ્તુના બદલે નકલી વસ્તુ આપી દેવી કે નકલી વસ્તુ ધરોહર રાખીને અસલી વસ્તુ માંગવી ભાવ ન્યાસાપહાર છે.
ધાર્મિક અથવા સાર્વજનિક સંસ્થાઓની ચલ-અચલ સંપત્તિ, ટ્રસ્ટના રૂપમાં જેમના પાસે છે, એમાંથી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી અનુચિત લાભ ઉઠાવવો, એ સંપત્તિને લઈ લેવી કે એમાં અનુચિત હેરાફેરી કરવી વગેરે ન્યાસાહારની અંતર્ગત આવે છે. તેથી ટ્રસ્ટીગણનું કર્તવ્ય છે કે એ સંપત્તિને પવિત્ર ધરોહર માને અને કોઈપણ રૂપમાં ન્યાસાપહારના દોષનું સેવન ન કરે. વિવેકવાન ટ્રસ્ટી શ્રાવક પોતાની વિશ્વસનીયતાને પ્રામાણિકતા સાથે રાખે છે. ટ્રસ્ટની અવ્યવસ્થા પણ ન્યાસાપહાર જેવું જ કાર્ય છે. શ્રાવકજનોને ન્યાસાપહારને સ્થૂલ મૃષાવાદ માનીને એનો સર્વથા પરિત્યાગ કરવો જોઈએ.
(૫) ખોટી (જૂઠી) સાક્ષી : જૂઠી સાક્ષી, અસત્યનું બહુ મોટું અંગ છે. આજકાલ આનું બજાર ગરમ છે. ફૂટ સાક્ષીનો અર્થ છે - કોઈ પ્રલોભન, ભય, દબાવ કે સ્વાર્થ-વશ જૂઠી સાક્ષી આપવી. કોઈ બીજા કે પોતાના લાભ માટે અથવા બીજાની હાનિ માટે ન્યાયાધીશ, પંચાયત, સંઘ વગેરે સમક્ષ જે મિથ્યા ભાષણ કરવામાં આવે છે કે ખોટું બોલવામાં આવે છે, જૂઠી પ્રશંસા કરવામાં આવે છે, જૂઠું (ખોટું) સમર્થન આપવામાં આવે છે, ખુશામત
સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત
૬૮૩