________________
કરવામાં આવે છે, તે બધું કૂટ સાક્ષીમાં સમાવિષ્ટ છે. અહીં ઘોરાતિઘોર પાપ છે, બહુ મોટું જૂઠ છે. શ્રાવક માટે આ ઘોર સ્થૂલ અસત્યને છોડવું જરૂરી છે. મનુસ્મૃતિ'માં ખોટી સાક્ષી આપનારને સર્વસ્વૈન (બધા પ્રકારનો ચોર) કહેવામાં આવ્યો છે.
वाच्यार्थ नियताः सर्व, वांगमूला वाग्विनिःसृता ।
तास्तु यं स्तेन चद्वाच्यः स सर्वस्तेय कृन्नरः ॥ અર્થાતુ શબ્દોમાં જ વાચ્ય, ભાવથી નિયત છે. શબ્દોનું મૂળ વાણી છે. કારણ કે બધી વાતો શબ્દોથી જાણવામાં આવે છે જે વાણીને ચોરે છે અર્થાતુ અન્યથા કે જૂનાધિક કહે છે, તે બધી રીતે ચોરી કરનાર હોય છે. બીજું પણ કહ્યું છે -
ब्रह्मघ्नो ये स्मृताः लोकाः ये च स्त्रीबाल घातिनः ।
मित्रद्रुहः कृतघ्नस्य, ते ते स्यु बुवतो मृषा ॥ બ્રાહ્મણ, સ્ત્રી અને બાળકના હત્યારા, કૃતદન તથા મિત્રદ્રોહીની જે ગતિઓ થાય છે એ જ ખોટી સાક્ષીના રૂપમાં જૂઠું બોલનારાની થાય છે.
જે મનુષ્ય ઉપર જનતા વિશ્વાસ રાખે છે, તે જો કોઈ વ્યક્તિ કે પદાર્થમાં દોષ હોવા છતાંય એના ગુણોના રૂપમાં વધી-ચડીને પ્રશંસા કરે છે, એને પ્રતિષ્ઠા આપે છે કે એનું સમર્થન કરે છે, તો એક પ્રકારની ફૂટ સાક્ષી છે. આ રીતે પોતાના સ્વાર્થ માટે કે પોતાની ખોટી વાતને સાચી સિદ્ધ કરવા માટે શાસ્ત્રોના અર્થોને તોડી-મરોડીને પ્રમાણના રૂપમાં પ્રસ્તુત કરે છે, તો તે પણ ફૂટ સાક્ષી છે.
કૂટ સાક્ષીના વિષયમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને દૃષ્ટિથી વિચારીને એનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
આજકાલ અદાલતો અને ન્યાયાલયોમાં ખોટી સાક્ષી આપનારાઓનો ઢગલો છે. ચારપાંચ રૂપિયા આપવાથી આસાનીથી તૈયાર સાક્ષી મળી જાય છે. એવા જૂઠ અને કૃત્રિમ સાક્ષીઓના આધારે ન્યાયનું ત્રાજવું અસંતુલિત થઈ જાય છે. ન્યાય અન્યાય બની જાય છે અને અન્યાય ન્યાય બની જાય છે. એવું જઘન્ય કાર્ય કરવું શ્રાવક માટે વર્જનીય છે. કોઈ પ્રકારના પ્રલોભન, ભય કે દબાવમાં આવીને જૂઠી સાક્ષી આપવી મોટું જૂઠ છે. તેથી શ્રાવક એનાથી સાવધાનીપૂર્વક બચે. આમ, કન્યાલીક, ગવાલીક, ભૂમેલીક, ન્યાસાપહાર અને કૂટ સાક્ષી એ પાંચ સ્થૂલ મૃષાવાદ શ્રાવક માટે વર્જનીય છે. સત્ય વ્રતના અતિચાર :
સત્યાગુ વ્રતના આરાધક શ્રાવકને પૂર્વોક્ત કન્યાલીક વગેરે સ્થૂલ મૃષાવાદથી સર્વથા બચવા સાથે જે અન્ય પ્રમુખ વાતોથી બચવું જોઈએ એમનો નિર્દેશ શાસ્ત્રકારે અતિચારના રૂપમાં કર્યો છે. એ અતિચાર વ્રતને પૂર્ણતઃ ખંડિત તો નથી કરતો, પરંતુ એને દૂષિત કરી દે છે. (૮૪) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધમો