________________
ગાય પશુઓમાં ઉત્તમ માનવામાં આવે છે. તે માનવ જાતિ માટે વિશેષ રૂપથી ઉપયોગી અને આધારભૂત છે. આનંદ, કામદેવ વગેરે મોટા-મોટા શ્રમણોપાસક પોતાના ત્યાં ગાયોના અનેક વ્રજ - ગોકુળ રાખતા હતા. “ઉપાસક દશાંગ સૂત્રથી આ વાત સિદ્ધ થાય છે. પશુપાલન એ સમયની મુખ્ય પરિપાટી હતી. ગૃહસ્થ લોકો પશુપાલન કરવું પોતાનું કર્તવ્ય માનતા હતા. પૈસા આપીને બજારથી દૂધ લાવવાની પ્રથા એ સમયે નહોતી. દૂધ વેચવું એ સમયે પુત્ર વેચવા સમાન માનવામાં આવતું હતું. ઘાસ ખાઈને બદલામાં ઘી-દૂધ આપનાર દુધાળું પશુ માનવ જાતિના કેટલા ઉપકારક છે. કૃષિપ્રધાન દેશમાં પશુઓની ઉપયોગિતા આર્થિક પાસાથી પણ મહત્ત્વપૂર્ણ હતી અને છે. ખેતી માટે ઉપયોગી બળદ અને ખાતર ગાયથી પ્રાપ્ત થાય છે. આ જ કારણ છે કે ભારતમાં ગાયને માતા તુલ્ય આદર આપવામાં આવતો હતો. આ અત્યંત ખેદનો વિષય છે કે ગાયને માતા માનનારા દેશમાં ગાયોનો કતલખાનાંઓમાં વધ થાય છે. આખા દેશમાં ગૌવધ ઉપર મનાઈ કરવી દેશહિત માટે બધાં દૃષ્ટિબિંદુઓથી ઉપયોગી છે. સારાંશ એ છે કે ગાય સર્વોત્કૃષ્ટ પશુ છે. આને લઈને સમસ્ત પશુઓ માટે પણ અસત્ય ન બોલવાનું શાસ્ત્રીય વિધાન કરવામાં આવ્યું છે.
પૂર્વ વર્ણિત કન્યાના સમાન જ ગાયના વિષયમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અસત્યનો ત્યાગ કરવો જોઈએ. દ્રવ્યથી સારી કે ખોટી ગાયને ખોટી કે સારી બતાવવી, આ રીતે ઓછું કે વધારે દૂધ આપનારી ગાયને વધુ કે ઓછું દૂધ આપનારી બતાવવી, એક દેશની ગાયને બીજા દેશની બતાવવી, સીધી કે મારનાર ગાયને મારનાર કે સીધી બતાવવી વગેરે સ્થૂલ અસત્યનો ત્યાગ કરવો જોઈએ.
આ જ રીતે ઘોડા, ઊંટ, ભેંસ, બકરી વગેરે પશુઓના વિષયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ દૃષ્ટિથી મન-વચન-કાયાથી અસત્યાચરણ કરવું સ્થૂલ મૃષાવાદ છે. એનો ત્યાગ શ્રાવકે કરવો જોઈએ.
(૩) ભૂમિના વિષયમાં અસત્ય : ગૃહસ્થ માટે ભૂમિ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. એના માટે સ્વાર્થ, લોભ, છળ, કપટ, અહંકાર વગેરેથી પ્રેરિત થઈને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અસત્ય બોલવું ભૂમિ સંબંધિત અલીક (જૂઠ) છે. અહીં ભૂમિ ઉપલક્ષણ છે, એનાથી એ બધી વસ્તુઓનું ગ્રહણ થઈ જાય છે. જે ભૂમિથી ઉત્પન્ન થાય છે કે ભૂમિ પર સ્થિત છે, ભૂમિ આધાર છે અને એનાથી ઉત્પન્ન પદાર્થ કે એના પર સ્થિત વસ્તુઓ આધેય છે. આધારના ગ્રહણથી આધેયનું ગ્રહણ સ્વતઃ થઈ જાય છે. સોનું, ચાંદી વગેરે ધાતુઓ, પથ્થર, અભ્રક, મકાન, દુકાન, મહેલ, વૃક્ષ, ફળ વગેરે જે ભૂમિથી ઉત્પન્ન થાય છે કે ભૂમિ પર સ્થિત છે તે બધા ભૂમિ સંબંધિત જાણવા જોઈએ. એના વિશે બોલવામાં આવેલું અસત્ય ભૂમેલીક છે.
મતલબ એ છે કે શ્રાવક ભૂમિથી સંબંધી પદાર્થોના વિષયમાં અસત્ય ભાષણ નહિ કરે. તે કોઈ બીજાની જમીન ઉપર પોતાનો અધિકાર કરવાનો પ્રયત્ન નહિ કરે. તે સોનું, ચાંદી, રત્ન વગેરે બહુમૂલ્ય પદાર્થોમાંથી નકલીને અસલી અને અસલીને નકલી બતાવવાનો પ્રયત્ન નહિ કરે. તે ભૂમિજન્ય પદાર્થોના વિષયમાં કોઈની સાથે વિશ્વાસઘાત નહિ કરે. ભૂમિ સંબંધિત જૂઠને સ્થૂલ જૂઠ સમજીને શ્રાવક માટે એનો ત્યાગ આવશ્યક છે. (૮૨) 0.00 0.00 000 જિણધામો)