________________
ઉક્ત રીતિથી કન્યાની જેમ વરના વિષયમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેની દૃષ્ટિથી જૂનાધિક બતાવવો પણ કન્યાલીક છે. જેમ વર કુરૂપ હોય, કાણો - લૂલો-લંગડો હોય, વૃદ્ધ હોય, અશિક્ષિત હોય; એને સુંદર, સાંગોપાંગ, યુવક અને શિક્ષિત બતાવવો. આમ, અન્ય સ્ત્રીઓ કે પુરુષોના વિષયમાં દ્રવ્ય, કાળ, ભાવથી જૂઠું બોલવું પણ કન્યાલીકના અંતર્ગત સમજવું જોઈએ.
વર-કન્યાના સંબંધમાં જે જૂઠ બોલવાની પ્રવૃત્તિ થઈ રહી છે, એના કારણે સમાજમાં ક્યાંક વિધવાઓની સંખ્યા વધી રહી છે, ક્યાંક પારિવારિક ક્લેશ થઈ રહ્યો છે, ક્યાંક પરિવારના લોકો દ્વારા છોકરીને પરેશાન કરવામાં આવે છે, ક્યાંક આત્મહત્યાઓ થઈ રહી છે, ક્યાંક દંપતીમાં પરસ્પર અસંતોષ અને છૂટાછેડા સુધીની પરિસ્થિતિ આવી જાય છે.
પૈસાની લાલચમાં વિવાહના દલાલો પોતાની ક્ષુદ્ર સ્વાર્થપૂર્તિ માટે કન્યા-વરના સંબંધમાં લોકોને ભ્રમિત કરીને અનેક યુવક-યુવતીઓના જીવનને બરબાદ કરી નાખે છે, એવા મૃષાવાદી લોકો સમાજમાં ભયંકર અવસ્થા અને પાપાચાર વધારનાર હોય છે. એવી કન્યાના વિશે જૂઠું બોલનાર લોકો મોટા પાપ કર્મનું ઉપાર્જન કરી લે છે.
કેટલાક લોકો એ કહે છે કે – “કન્યાનો વિવાહ કરવો તો આવશ્યક હોય છે, તેથી જો કન્યા કુરૂપ હોય કે બીજા કોઈ દોષવાળી હોય, તો જૂઠું બોલીને કામ કઢાવી લેવામાં શું વાંધો છે ?” આ વિચારણા ભ્રાંતિપૂર્ણ છે. આજકાલ લોકો દલાલોના ભરોસે ન રહીને સ્વયં વર-કન્યાને જુએ છે, છોકરો-છોકરી એકબીજાને જોઈને વિવાહની સ્વીકૃતિ આપે છે, તેથી આ પ્રકારનું જૂઠ તો પહેલાં તો ચાલી શકતું જ નથી. જો કદાચ આ પ્રકારના દોષનો પહેલાં ખ્યાલ ન આવે તો વિવાહ પછી એની અસલિયત ખબર પડવાથી છોકરી પર ભયંકર સંકટ આવી પડવાનો પ્રસંગ આવી જાય છે. એને પરેશાન કરી આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવે છે. તેથી કન્યા માટે બોલવામાં આવેલું જૂઠ ભયંકર પરિણામ લાવનાર સિદ્ધ થાય છે.
વર-કન્યાના વિષયમાં દોષને છુપાવીને વિવાહ કરવાની જગ્યાએ સાચેસાચી સ્થિતિ પહેલાંથી જ બતાવી દેવાથી વધુ સારું પરિણામ આવે છે.
આમ, કન્યાના સંબંધમાં જૂઠું બોલવું ખૂબ જ ઘાતક પરિણામ લાવનાર હોય છે, તેથી એની ગણના સ્થૂલ મૃષાવાદમાં કરવામાં આવી છે.
(૨) ગાય સંબંધિત અસત્ય : બીજું સ્થૂલ અસત્ય છે ગાયના વિષયમાં અસત્ય કથન કરવું. જેમ કન્યાના સંબંધમાં અસત્ય બોલવાના ઉપલક્ષણથી આખી મનુષ્યજાતિના સંબંધમાં અસત્ય સમજવામાં આવે છે, એમ જ ગાયના સંબંધમાં જૂઠું બોલવાથી સમસ્ત પશુ-જગતના વિષયમાં જૂઠું બોલવાનો ત્યાગ સમજવો જોઈએ.
જેમ મનુષ્યજાતિમાં કન્યા ઉત્તમ માનવામાં આવી છે, એમ પશુઓમાં ગાય પ્રધાન છે. તેથી ગાયના મુખ્ય રૂપથી નિર્દેશ કરીને સમસ્ત પશુ-જગતના સંબંધમાં જૂઠું બોલવાને સ્થૂલ મૃષાવાદ માનવામાં આવે છે. [ સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રતો છે આજે છે જ૮૧)