________________
प्रिय वाक्यं प्रदानेन, सर्वं तुष्यन्ति जन्तकः । तस्मात्तदेव वक्तव्यं, वचने का दरिद्रता ॥
મધુર વચન બોલાવાથી બધા જીવો સંતુષ્ટ થાય છે, તેથી મીઠાં વચન બોલવાં જ યોગ્ય છે. મધુર વચન બોલવામાં કંઈ ખર્ચ તો થતો નથી, પછી એમાં દરિદ્રતા કેમ ?
આ કથનનું તાત્પર્ય એ નથી કે કોઈને ખુશ કરવા માટે એની ચાટુકારી (ચાપલુસી) કરવામાં આવે. શાસ્ત્ર અપ્રિય સત્યને ત્યાજ્ય કહ્યું છે, પરંતુ પ્રિય જૂઠને ગ્રાહ્ય નથી કહ્યું. તેથી શ્રાવકને સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતને ધારણ કરવું જોઈએ. એના ધારણ કરવાથી શ્રાવક અનેક પાપો અને દુર્વ્યસનોથી મુક્ત થઈ શકે છે. આ વિશે એક ઉદાહરણ મનનીય છે -
એક ધનવાન યુવક કુસંગતિમાં પડીને અનેક દુર્વ્યસનોનો શિકાર થઈ ગયો. દારૂ, વેશ્યાગમન વગેરે અનેક દોષો એમાં હતા. જ્યારે એનાં માતા-પિતા સમજાવતા-સમજાવતા થાકી ગયાં તો તે એ યુવકને લઈને એક મહાત્માના શરણમાં લઈ ગયા. મહાત્માએ ખૂબ પ્રેમથી સમજાવીને એ યુવકને કહ્યું : “મારા કહેવાથી માત્ર એક વાત માની લે અને તે એ કે જૂઠું ન બોલવું.'' યુવકે જોયું કે એવું કરવાથી એનાં વ્યસનોમાં અડચણ નથી આવતી, તો પછી જૂઠું ન બોલવાની પ્રતિજ્ઞા લઈ લઉં. એણે જૂઠું ન બોલવાની પ્રતિજ્ઞા લઈ લીધી. સ્વભાવાનુસાર તે દારૂ પીવા ચાલ્યો, પરંતુ તરત જ એને વિચાર થયો કે - જો મને કોઈ પૂછશે - તું ક્યાં ગયો હતો ?' તો હું શું જવાબ આપીશ ? જૂઠું ન બોલવાની પ્રતિજ્ઞા તો લઈ લીધી હતી. માટે દારૂ પીવા ન ગયો અને બેસી રહ્યો. આમ, જૂઠું ન બોલાવની પ્રતિજ્ઞાથી એનાં બધાં દુર્વ્યસનો છૂટી ગયાં અને તે શુદ્ધ થઈ ગયો.
આમ, સત્ય વ્રતની આરાધનાથી સાધક નિર્દોષ રૂપથી અન્ય વ્રતોનું પાલન કરી શકે છે. એનાં અન્ય વ્રતોની સાર્થકતા એમનું સચ્ચાઈપૂર્વક પાલન કરવામાં રહેલી છે, અન્યથા એમની આરાધના સાચી આરાધના નથી માની શકાતી. સત્ય વ્રતના અપવાદોનો ખૂબ જ પ્રજ્ઞાપૂર્વક વિચારી-સમજીને આશ્રય લેવો જોઈએ. અપ્રિય અને સાવઘ સત્યને છોડીને પ્રિય અને હિતકારી સત્યને અપનાવવું જોઈએ.
સ્થૂલ અસત્યના પ્રકાર :
શ્રાવકને અસત્યનાં એ બધાં રૂપોથી બચવું જોઈએ, જે સ્થૂલ અસત્યની કોટિમાં (શ્રેણીમાં) આવે છે. શાસ્ત્રકારોએ શ્રાવકોનું વિશેષ રૂપથી ધ્યાન આકર્ષિત કરવા માટે સ્થૂલ અસત્યનાં મુખ્ય પાંચ કારણો બતાવ્યાં છે, તે આ પ્રકારે છે
थूलगं मुसावायं समणोवासओ पच्चक्खाइ, से य मुसावाए पंच विहे पण्णत्ते સંનહા-ન્નાલીદ્ ગોવાતીર્, મોમાલીદ્, શાસાવારે, ડ્યૂડવિશ્વને ।
શ્રમણોપાસક સ્થૂલ મૃષાવાદનો ત્યાગ કરે છે. તે સ્થૂલ મૃષાવાદ પાંચ પ્રકારના છે - (૧) કન્યાના સંબંધમાં જૂઠું, (૨) ગાયના સંબંધમાં જૂઠ, (૩) ભૂમિ વિષયક જૂઠ, (૪) ધરોહર સંબંધિત જૂઠ અને (૫) ખોટી સાક્ષી આપવા રૂપ જૂઠ.
સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત
goe