________________
જો કોઈ નાગરિક કોઈ શત્રુ દેશમાં પકડાઈ જાય અને શત્રુ દેશનો કોઈ સેનાધ્યક્ષ કે સૈન્ય અધિકારી અને દેશની ગુપ્ત વાતો પૂછે તો શું તે નાગરિક બધું સાચું-સાચું કહી દે? જો તે પોતાના દેશની ગુપ્ત વાતો ખોલીને બતાવે છે તો એના પર કે એના દેશ પર મુસીબત આવી શકે છે. સત્ય બોલવાથી દેશ મુસીબતમાં પડે છે અને જૂઠું કહેવાથી વ્રત મુસીબતમાં પડે છે. એવા સંકટના સમયમાં શાસ્ત્ર ગૃહસ્થ શ્રાવકના સત્યની મર્યાદાનો ઉલ્લેખ કરી સાફ-સાફ કહે છે કે - “આ સત્ય વ્રતનો અતિચાર છે.”
હા, જો એના મૃત્યુને સ્વીકાર કરવાની તૈયારી છે તો તે સાફ-સાફ કરી દેશે કે મને મોત મંજૂર છે, પરંતુ દેશની ગુપ્ત વાત બતાવવી કદી મંજૂર નથી. જો એ ગૃહસ્થની ભૂમિકા એટલી ઉચ્ચ નથી, એના માટે સત્યની સીમા બાંધી દે છે કે તે જેટલું ચાલી શકે એટલું જ ચાલે. પરંતુ એ ગૃહસ્થ માટે તે તથ્ય-કથન પણ અસત્ય થઈ જશે, જો તે ભયંકર પરિણામ લાવનાર, હજારોની જિંદગીને મુસીબતમાં પાડનાર અને વિગ્રહ ઊભો કરી દેનાર સત્યનો પ્રયોગ કરે છે.
તાત્પર્ય એ છે કે એ જ સત્ય સત્યમાં પરિગણિત થાય છે, જે અહિંસાનો બાધક ન હોય, જે કોઈના માટે ઉગ કે દુઃખનું કારણ ન હોય. “ગીતા”માં આ જ કહ્યું છે -
अनुद्वेग करं वाक्यं सत्यं प्रियहितं च यत् ।
સ્વાધ્યાયાખ્યસન શૈવ, વાંમયે તપ ૩ષ્યતે || - ગીતા, અ-૧૬ જે સાંભળનારાના મનમાં ઉગ કરનાર ન હોય, સત્ય અને પ્રિય હોય, સ્વાધ્યાયનો અભ્યાસી હોય, તે વચન વાણીનું તપ છે. ઉત્તરાધ્યયન સૂત્ર'માં સાવદ્ય સત્ય બોલવાનો નિષેધ કરતાં કહ્યું છે -
कोहे माणे य मायाए, लोभे य उवउत्तया । हासे भए मोहरिए, विकहासु तहेव य ॥ एयाइं अट्ठ ठाणाइं परिवज्जितु संजए । असावज्जं मियं काले भासं भासिज्ज पण्णवं ॥
- ઉત્તરા., અ-૨૪, ગા-૯/૧૦ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, વાચાળતા અને વિકથાને છોડીને બુદ્ધિમાન વ્યક્તિ સમય પર એવી નિદૉષ વાણીનો પ્રયોગ કરે જેનાથી કોઈને કષ્ટ ન થાય. નીતિશાસ્ત્ર કહે છે -
पृथिव्यां त्रीणि रत्नानि, जलमन्नं सुभाषितम् ।
मूढैः पाषाण खण्डेषु, रत्न संज्ञा विधीयते ॥ પૃથ્વી પર ત્રણ જ રત્ન છે - જળ, અન્ન અને પ્રિય વચન, પરંતુ મૂર્ખાઓ પાષાણના ટુકડાને રત્નની સંજ્ઞા આપી દીધી છે -
(૮) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 ( જિણધર્મોો]