________________
ગૃહસ્થ માટે સત્યની જે મર્યાદાઓ બતાવવામાં આવી છે તે પોતાના સ્વાર્થ માટે, મોજ-શોખમાં વિઘ્ન આવવાની આશંકાથી, કોઈ ભયથી કે વેપાર-ધંધામાં નફો, તસ્કરી (લૂંટ) વગેરે કરવાની દૃષ્ટિથી નથી. પણ તથાકથિત ગૃહસ્થ શ્રાવક વેપાર વગેરેમાં બોલાતા અસત્યને અલ્પ જૂઠમાં સામેલ કરવાની ભૂલ કરી રહ્યા છે. સ્વાર્થ-સિદ્ધિ માટે તે ગમે તેવું અસત્ય બોલવાથી નથી ડરતા. પરંતુ આ વ્રતની મર્યાદામાં પૈસાની લેવડ-દેવડ, સ્વાર્થ-સિદ્ધિ કે કોઈ સાધારણ લાભ માટે અસત્ય બોલવું વર્જિત છે. આ જ રીતે કરચોરી, તસ્કરી, કાળાબજારી, હેરાફેરી વગેરે સ્થૂલ અસત્યમાં સામેલ છે. સંકલ્પપૂર્વક સ્વાર્થ-સિદ્ધિ માટે બોલવામાં આવેલું જૂઠ અલ્પ જૂઠ કેવી રીતે માની શકાય ? પોતાના સ્વાર્થ માટે સત્યને છોડી દેવું અનુચિત છે.
જો કોઈ એ કહે કે - “આપણું (અમારું) સાંસારિક કાર્ય જૂઠ વગર માત્ર સત્યના આધારથી નથી ચાલી શકતું,” તો એ એનો ભ્રમ છે. સંસારમાં સંભવતઃ કેટલાક લોકો એવા પણ મળશે જે પોતાનું કામ સત્યથી ચલાવે છે, જૂઠને નજીક પણ ફરકવા નથી દેતા. જો સત્યથી કામ નથી ચાલી શકતું તો જૂઠ જ જૂઠથી પણ કાર્ય નથી ચાલી શકતું. જો કોઈ મનુષ્ય સત્ય બોલવાની જ પ્રતિજ્ઞા લઈ લે તો એનાં કાર્યોમાં અડચણ ન આવતાં તે નિર્વિઘ્ન પોતાની પ્રતિજ્ઞા પર દૃઢ રહી શકે છે. પરંતુ જો કોઈ એ પ્રતિજ્ઞા કરી લે કે હું જૂઠું જ બોલીશ, તો એનું કામ થોડા કલાકો માટે પણ નથી ચાલી શકવાનું. ઉદાહરણ માટે - ભૂખ લાગી હોય અને કોઈ કહે કે - “મારું પેટ ભરેલું છે,” તો એવું ક્યાં સુધી ચાલી શકશે ? પેટ દુ:ખતું હોય અને કોઈ એને પગ દુઃખવાનું બતાવે તો શું હાલત થશે ? સારાંશ એ છે કે એકાંત સત્ય બોલવાથી તો કામ ચલાવી શકાય છે, પરંતુ એકાંત જૂઠ બોલવાથી કામ નથી ચાલી શકતું. એ અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે જૂઠ ક્યારેય પોતાના રૂપમાં પોતાના બળ પર નથી ચાલી શકતું. તે સત્યનું રૂપ બનાવીને જ, સત્યના બળ પર જ ચાલે છે. તેથી એ સમજી લેવું જોઈએ કે જૂઠમાં સ્વયંની કોઈ શક્તિ નથી, તે સત્યની ઓટ(આડ)માં જ ચાલી શકે છે.
‘જૂઠ વગર આપણું કામ નથી ચાલી શકતું.' આ ભ્રમના કારણે લોકો ક્ષણે-ક્ષણે જૂઠ અને અન્યાયનો સહારો લઈ રહ્યા છે. ક્ષુદ્ર પૈસાની લાલચમાં જૂઠ અને અન્યાયનો સહારો લઈ રહ્યા છે. અનેક વકીલ-બૅરિસ્ટર પણ ખોટા મુકદ્દમા (કેસ) લઈને જૂઠનું બળપ્રદાન કરે છે. એવા લોકોને ગાંધીજીના જીવનની એ ઘટનાથી શિખામણ લેવી જોઈએ કે જ્યારે બૅરિસ્ટરના નાતે દક્ષિણ આફ્રિકામાં ખોટા કેસનો પક્ષ કરવા ઇનકાર (મનાઈ) કરી દીધો હતો. એમણે પોતાના પક્ષકાર અબ્બાસ તૈયબજીને સત્ય વાત કહેવા માટે રાજી કરી લીધા અને એ સત્યના પ્રભાવથી એ પક્ષકારને લાભ જ થયો.
સાચા વકીલોને એ ધ્યાન રાખવું જોઈએ કે બુદ્ધિબળથી અસત્યને સત્ય કે સત્યને અસત્ય સિદ્ધ કરી દેવું ગૌરવ કે મહત્ત્વની વાત નથી, પણ બૌદ્ધિક વ્યભિચાર કે દુરાચાર છે.
શ્રાવકના વ્રતમાં જે મર્યાદિત સત્યનું કથન કર્યું છે તે કોઈ સ્વાર્થની દૃષ્ટિથી નથી, પણ એનાથી પણ વધુ મહત્ત્વપૂર્ણ વિરાટ અને શુદ્ધ ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે. એનાં કેટલાંક ઉદાહરણ આ પ્રકારે સમજી શકાય છે.
S७५
જિણધો