________________
છે. શાસ્ત્રકાર પણ એ મર્યાદાઓ ઉપર દૃષ્ટિ રાખે છે અને એમના આધાર પર જ સત્યનું વિધાન કરે છે. આનંદ શ્રાવકે જ્યારે સત્ય અણુવ્રતનો અંગીકાર કર્યો તો તે પોતાની જવાબદારીઓ અને કમજોરીઓને સમજી રહ્યા હતા. ગૃહસ્થજીવનની અનેક સમસ્યાઓ છે, તેથી એમણે સત્યને મર્યાદિત રૂપમાં સ્વીકાર કરીને સ્થૂલ મૃષાવાદનો ત્યાગ કર્યો. તે જેટલું પાલન કરી શકતા હતા, એટલી મર્યાદા એમણે પોતાના માટે સ્વીકાર કરી.
સ્થૂલ મૃષાવાદનું સ્વરૂપ :
સત્યના સૂક્ષ્મ અને સ્થૂલ બે ભેદ બતાવી દીધા પછી સામાન્ય રીતે જ પ્રશ્ન થાય છે કે સ્કૂલ સત્ય અને સૂક્ષ્મ સત્યની વિભાજક રેખા શું છે ? કોને સૂક્ષ્મ સત્ય માનવામાં આવે અને કોને સ્થૂલ ? આચાર્યોએ સૂક્ષ્મ સત્ય અને સ્થૂલ સત્યના વિભેદને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે - “જે વાત, વિચાર કે કાર્ય લોક વ્યવહારની દૃષ્ટિથી અસત્ય માનવામાં આવે છે, જે રાજ્ય દ્વારા દંડનીય, સમાજ દ્વારા નિંદનીય-ગહનીય છે, જેનાથી કોઈ જીવની અકારણ જ હિંસા થતી હોય, દુઃખ પહોંચતું હોય, એ વાત, વિચાર કે કાર્ય સ્થૂલ અસત્ય છે. એનાથી વિપરીત જે હોય તે સ્થૂલ સત્ય છે. શાસ્ત્રમાં શ્રાવકના માટે સ્થૂલ સત્યના ગ્રહણ અને સ્થૂલ અસત્યના ત્યાગને સ્થૂલ મૃષાવાદ વિરમણ કહેવામાં આવ્યું છે.
જેમ અહિંસા વ્રતમાં શ્રાવક માટે પ્રમાદ અને કષાયના યોગથી સંકલ્પી હિંસાનો ત્યાગ આવશ્યક છે, એ જ રીતે સત્ય વ્રતમાં પણ શ્રાવક માટે પ્રમાદ કષાયના યોગથી સંકલ્પી અસત્યનો ત્યાગ આવશ્યક છે.
એક આચાર્યએ સૂક્ષ્મ અસત્ય એને કહ્યું છે - “જે ગૃહસ્થોને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વગેરેનો ઉપયોગ કરવા માટે વચન બોલવા પડે છે. સંસાર-વ્યવહાર ચલાવવા માટે એવું બોલવું અનિવાર્ય હોય છે. એવા એકેન્દ્રિય જીવ હિંસાની સંભાવના સૂચક વચનને સૂક્ષ્મ અસત્ય કહેવામાં આવ્યું છે.”
જે વચનમાં પોતાની, પોતાના પરિવારની કે અન્ય કોઈપણ ત્રસ જીવની હિંસા થવાની સંભાવના હોય, એવી સંકટમય સ્થિતિમાં અસત્યની ભાવના ન હોવા છતાંય જીવનરક્ષાની દૃષ્ટિએ બોલવામાં આવેલું અસત્ય, સ્થૂલ અસત્યમાં પરિગણિત નથી કરવામાં આવ્યું. ‘રતનકરણ્ડશ્રાવકાચાર'માં આચાર્ય સમંતભદ્રે ગૃહસ્થ શ્રાવકના સત્યની મર્યાદાનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે
-
स्थूलमलीकं न वदति, न परान् वादयति सत्यमपिविपदे । यत्तद् वदन्ति સન્તઃ, स्थूलमृषावादवैरमणं ॥
ગાથા-૫૫
ગૃહસ્થ શ્રાવક સ્થૂલ અસત્ય સ્વયં ન બોલે, ન બીજાઓથી બોલાવે. સાથે એવું સત્યભાષણ પણ ન કરે, જેનાથી બીજા પર મુસીબત આવી પડે. બીજાઓ પર મુસીબતનો પહાડ ઢોળી દેનાર વચન હિંસાકારક હોવાથી સત્યની કોટિમાં નથી આવતો.
સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત
૬૫