________________
ગૃહસ્થની સાધના સાધુની સાધના જેટલી ઉત્કૃષ્ટ નથી હોતી. એના ઉપર પારિવારિક, સામાજિક તથા રાષ્ટ્રીય જવાબદારી(દાયિત્વ)નો બોજ હોવાના કારણે તે એટલા સૂક્ષ્મ સત્યનું પાલન નથી કરી શકતો. છતાંય એવા જૂઠથી તે અવશ્ય બચે છે, જે લોક વ્યવહારમાં અસત્ય માનવામાં આવે છે, જેનાથી બીજાનું અહિત થતું હોય, જેનાથી રાજ્ય શાસન દ્વારા તે દંડિત હોય, સમાજમાં નિંદિત હોય અને દુનિયામાં અવિશ્વાસનું પાત્ર બને. આ દૃષ્ટિએ શ્રાવક માટે સત્ય અણુવ્રતની મર્યાદા આ પ્રકારે નિર્ધારિત કરવામાં આવી છે .
थूलाओ मुसावायाओ वेरमणं दुविहेणं तिविहेणं मणेणं, वायाए काएणं ।
શ્રાવકના બે કરણ, ત્રણ યોગથી સ્થૂલ મૃષાવાદનો ત્યાગ કરે. અર્થાત્ મન, વચન, કાયાથી તે સ્વયં સ્થૂલ મૃષાવાદનું સેવન ન કરે અને બીજાઓથી સેવન ન કરાવે.
જો શ્રાવક પૂર્ણ કે કોઈ અંશમાં સૂક્ષ્મ મૃષાવાદથી પણ બચી શકે તો કોઈ ખરાબ વાત નથી, પણ શાસ્ત્રકારોએ એના માટે સ્થૂલ મૃષાવાદનો ત્યાગ જ આવશ્યક બતાવ્યો છે. કારણ કે સૂક્ષમ મૃષાવાદનો ત્યાગ એની સાંસારિક સ્થિતિમાં સંભવ નથી હોતો. તેથી ગૃહસ્થની ભૂમિકા તથા ક્ષમતાને લક્ષ્યમાં રાખીને શાસ્ત્રકારોએ એના માટે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતનું વિધાન કર્યું છે.
કેટલાક લોકો કહે છે કે - “શ્રાવકોને મૃષાવાદનો સર્વથા ત્યાગ કરવાનો જ ઉપદેશ આપવો જોઈએ. એને સૂક્ષ્મ - પૂલના ભેદ ન સમજાવવા જોઈએ, કારણ કે એવું કરવાથી સૂક્ષ્મ અસત્યનું અનુમોદન થાય છે.” પણ એવું કહેનારાઓ જૈનશાસ્ત્રના ઊંડા વિચારોમાં અનભિજ્ઞ (અજાણ) છે. જૈન શાસ્ત્રો આવી વાતનો નિષેધ નથી કરતાં, જેમના વગર મનુષ્યોનું કાર્ય ચાલી શકતું ન હોય. એવી અવસ્થામાં એ શ્રાવકોને જે સાંસારિક કાર્યો કરતાંકરતાં સત્યનું પાલન કરવા માંગે છે, જો સ્કૂલ અને સૂક્ષમ જૂઠના ભેદ ન બતાવવામાં આવ્યા તો તે સત્યનું પાલન કેવી રીતે કરી શકે છે? સૂમ અસત્યથી તો ગૃહસ્થ શ્રાવક સર્વથા બચી નથી શકતો અને લોક વ્યવહારમાં જે જૂઠને જૂઠ કહેવામાં આવે છે, તે જૂઠ સ્થૂલ જૂઠની સીમામાં આવી જાય છે, એનો ત્યાગ શ્રાવકથી થઈ જ જાય છે. તેથી બુદ્ધિમાન લોકો અસત્યના સૂમ અને સ્થૂલ રૂપમાં બે ભેદ બતાવવાની વાતને નથી માની શકતા. વ્રત પ્રત્યાખ્યાન સાધકની ક્ષમતા અનુસાર કરાવવામાં આવે છે. જે જેટલી સીમા સુધી વ્રતને અંગીકાર કરી શકે છે, અને એટલા અંશમાં વ્રત કરાવવામાં આવે છે, પરંતુ આનો અર્થ એ નથી કે શેષના (બાકીના) અવ્રતની અનુમોદના થઈ જાય છે. પ્રત્યાખ્યાન કરાવનાર એ નથી ચાહતો કે તે વ્યક્તિ અદ્યતનું સેવન કરે. તે તો વ્રતની જ ભાવના રાખે છે, તેથી એને અનુમોદનનો દોષ નથી લાગતો. જો દોષ લાગતો હોત તો ભગવાન દેશવિરતિનું વિધાન જ ન કરતા.
ઉપાસક દશાંગ સૂત્ર'માં આનંદ વગેરે દસ શ્રાવકોના જીવનનો ઉલ્લેખ છે. એમણે ભગવાન મહાવીર સમક્ષ શ્રાવકનાં વ્રતોમાં સત્યની પ્રતિજ્ઞા લીધી તો પોતાની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જ લીધી હતી. સાધુજીવન અને ગૃહસ્થજીવનની મર્યાદાઓ અલગ-અલગ (૪) SOOOOOOOOOM જિણધો )