________________
એમાં તેજ નથી રહેતું. તે દંભ, ધૂર્તતા, કપટ કે આત્મવંચનાથી સડે છે. કોઈ વ્યક્તિ બહારથી ચાહે ગમે તેટલો દેખાવ કરી લે, આડંબર કરી લે, જોરદાર પ્રચાર કરી લે, પરંતુ સચ્ચાઈની સંજીવની વગર એ બધા વિકાર છે, રોગ છે. ધુમાડાનાં વાદળો વરસતાં નથી, વિખરાય છે.
મૃત શરીરમાં ઘા થઈ જાય તો તે સડે છે, ભરાતો નથી. પ્રાણયુક્ત શરીરમાં ઘા થઈ જવાથી તે ભરાય છે. એ જ રીતે સાધકના જીવનમાં પણ સત્ય રહે છે તો ભૂલો સુધારી શકે છે. હિંસા, કામ, ક્રોધ, લોભ વગેરે સાધકજીવનના ઘા છે. અગર સત્ય છે તો એ બધા ઘા ભરાઈ જાય છે. અન્યથા એ ઘા અંદર-અંદર જ વધીને જીવનને પોલું (ખોખરું) બનાવી દે છે.
શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે – “જો કોઈ સાધુ દ્વારા કોઈ ભયંકર ભૂલ થઈ ગઈ છે, મોહ કર્મવશ કોઈ મહાવ્રત ભંગ થઈ ગયો છે, પરંતુ જો તે સીધો આચાર્ય કે ગુરુના પાસે આવીને જેમ કોઈપણ સ્થિતિમાં ભૂલ થઈ હોય, આલોચના કરી લે, પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થઈ જાય તો તે સાધુ જો યોગ્ય હોય તો એને આચાર્ય, ઉપાધ્યાય કે ગણી વગેરે પદ પણ આપી શકાય છે.” મહાવ્રત ભંગ જેમ ભયંકર ઘાને પણ સત્યના મલમથી ઠીક કરી શકાય છે. સાધુ જો અહિંસા, અચૌર્ય અને બ્રહ્મચર્યના વ્રતનો ભંગ કરી દે છે, પરંતુ સત્ય વ્રત સુરક્ષિત રાખે છે તો તે સુધરી શકે છે. પરંતુ સત્ય વ્રતને ભંગ કરનારાને સુધરવાનો અવકાશ નથી રહેતો. સત્યની ઉપાસના કરનાર કંઈપણ કરી લેશે, ત્યારે પણ કહેશે કે મારાથી ભૂલ થઈ ગઈ છે. પાપનો સ્વીકાર કર્યા વગર શુદ્ધિ કેવી રીતે થઈ શકે છે? તેથી કહેવામાં આવ્યું છે કે – “અન્ય વ્રતોનો ભંગ કરનાર પુનઃ ધર્મનો આરાધક અને અધિકારી બની શકે છે. પરંતુ અસત્ય બોલનારાઓને આચાર્ય વગેરે પદના યોગ્ય નથી માનવામાં આવ્યા.'
આત્મા ઉપર લાગેલા ક્રોધ, માન, માયા, લોભ કે રાગદ્વેષના ઘા ભલે ગમે તેટલા ઊંડા થઈ ગયા હોય, જો રોગી સત્ય-સત્ય (સાચું-સાચું) બતાવી દે છે તો એની મલમપટ્ટી કરી શકાય છે, પુનઃ એને સાચી રાહ (માર્ગ) પર લાવી શકાય છે. એનાથી વિરુદ્ધ જો સાધક ભૂલ કર્યા પછી સત્ય-સત્ય નથી કહેતો, એટલે કે સત્યને છુપાવે છે, પોતાની ભૂલને ભૂલના રૂપમાં સ્વીકાર કરવા તૈયાર નથી, તો ભૂલ ભલે નાની હોય કે મોટી, દોષનો ઘાવ ભલે ઊંડો હોય કે મામૂલી, તે મટતો નથી. તે દોષ અંદર-અંદર જ વધુ ઊંડો થતો જશે. એ વ્યક્તિનું જીવન સડતું જશે. માટે આધ્યાત્મિક સાધનામાં શુદ્ધિ માટે સત્ય અનિવાર્ય અને પ્રાથમિક ગુણ માનવામાં આવ્યું છે.
જેમ ગંભીર તથા દુઃસાધ્ય (અસાધ્ય) રોગોની શિકાર વ્યક્તિ ડૉક્ટરની સામે પોતાની બીમારીનું વર્ણન સત્ય રૂપમાં કહી દે છે તો એનું તરત નિદાન થઈ જાય છે. ડૉક્ટર એ રોગીની પ્રત્યે એનાં ખોટાં કાર્યોના કારણે ધૃણા નથી કરતો, પણ દયા બતાવે છે, કડવી દવા પણ પીવડાવે છે, ઓપરેશન પણ કરે છે. એમ જ કોઈ ખોટા કામને કરનાર અધ્યાત્મણ સાધક પણ જ્યારે ગુરુની સામે પોતાના અધ્યાત્મ રોગનું યથાર્થ વર્ણન કરી દે છે તો ચિકિત્સકની સમાન ગુરુ એના પ્રત્યે ધૃણા નહિ, દયા ભાવ રાખીને એના રોગ માટે દંડ-પ્રાયશ્ચિત્ત વગેરેનો યથોચિત ઉપચાર કરીને એના રોગને મટાડે છે. તેથી સત્ય એક