________________
(૧) કન્યા સંબંધિત અસત્યઃ કુમારી કન્યા માનવજાતિમાં પવિત્ર માનવામાં આવે છે. તેથી કન્યાના વિષયમાં અસત્ય બોલવું, અસત્ય વિચાર કરવો કે અસત્યાચરણ કરવું સૌથી વધુ નિંદ્ય માનવામાં આવે છે. બીજી વાત એ છે કે કન્યાથી જ ભવિષ્યમાં મનુષ્યની ઉત્પત્તિ થાય છે. અર્થાત્ કન્યા મનુષ્યજાતિનું મૂળ છે. જ્યારે મૂળના વિષયમાં જૂઠ બોલવાનો ત્યાગ બતાવવામાં આવ્યો છે ત્યારે એની ડાળી, પત્તાં વગેરેના વિષયમાં અસત્યનો ત્યાગ સ્વતઃ જ થઈ જાય છે. નિષ્કર્ષ એ છે કે કન્યા માટે જૂઠું બોલવાના નિષેધથીઉપલક્ષણથી આખી મનુષ્યજાતિના વિષયમાં જૂઠું બોલવાનો ત્યાગ સમજવો જોઈએ. જેમ કે ટીકાકારોએ કહ્યું છે - "तेन सर्वमनुष्यजातिविषयमलीकमुपलक्षितम् "
- આવશ્યક સૂત્ર ટીકા તેથી શું બાળક, શું સ્ત્રી, શું પુરુષ, શું પ્રૌઢ, શું વૃદ્ધ તથા મનુષ્યજાતિના વિષયમાં અસત્ય બોલવું ત્યાજ્ય અને વર્જનીય છે.
મનુષ્યજાતિમાં કન્યાને પ્રધાનતા આપવામાં આવી છે. પાશ્ચાત્ય દેશોમાં પણ એ નિયમ છે કે જ્યારે ક્યારેક તોફાન કે અન્ય કારણોથી જહાજ વગેરેમાં બેઠેલા યાત્રીઓ ઉપર સંકટ આવી પડે તો એ સ્થિતિમાં સર્વપ્રથમ કન્યાઓ, પછી બાળકો, પછી સ્ત્રીઓ અને ત્યાર પછી પુરુષોની ક્રમશઃ રક્ષાનું ધ્યાન રાખવામાં આવે છે. કારણ કે કન્યા પુરુષની રત્નની ખાણ અને સંતાનની માતા છે. વિપગ્રસ્ત સ્થિતિમાં કન્યાનો પહેલાં ઉદ્ધાર કરવામાં આવે છે, આનો અર્થ એ નથી કે અન્ય પુરુષો વગેરેની રક્ષા ન કરવામાં આવે ! આ રીતે કન્યાલીકનો અર્થ એ નથી કે માત્ર કન્યાના જ વિષયમાં અસત્ય ન બોલવામાં આવે. કન્યાનો મુખ્ય નિર્દેશ કરીને મનુષ્યમાત્રના વિષયમાં અસત્ય ન બોલવાનું વિધાન કરવામાં આવ્યું છે.
જે મનુષ્ય કન્યાના સંબંધમાં અસત્ય આચરણ કરે છે, તે માતૃ-જાતિનો ઘોર વિરોધ કરે છે. આ મહાપાપથી બચવા માટે શાસ્ત્રમાં કન્યાલીકમાં વિવેક કરવા હેતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી કન્યાના નિમિત્ત અસત્યનો ત્યાગ બતાવ્યો છે.
દ્રવ્યથી તાત્પર્ય છે - કન્યા રૂપવતી હોય, અંગોપાંગોમાં કોઈ પ્રકારનો દોષ ન હોય, ઉચ્ચ વર્ગની હોય, પરંતુ સ્વાર્થવશ કે અન્ય કોઈ કારણવશ એને કુરૂપા, અંગહીન, નીચ વર્ગની યથાર્થની વિપરીત કે ન્યૂનાધિક બતાવી દેવી અથવા કોઈ પ્રકારથી કન્યામાં દોષ હોવા છતાંય એને પ્રગટ ન કરીને નિર્દોષ બતાવી દેવી.
ક્ષેત્રથી તાત્પર્ય છે - કન્યા છે તો કોઈ બીજા જનપદની, નગરની કે ગામની, પરંતુ એનો કોઈ બીજા જનપદ, નગર કે ગામની બતાવી દેવી.
કાળથી તાત્પર્ય છે - કન્યા ઉંમરમાં ઘણી મોટી હોય કે નાની, એને ઓછી ઉંમરની કે વધુ ઉંમરની બતાવવી.
ભાવથી તાત્પર્ય છે - ચતુર કન્યાને ગાંડી કે ગાંડીને ચતુર બતાવવી અથવા કન્યામાં જે ગુણ કે અવગુણ હોય, એમને છુપાવીને ન્યૂનાધિક કે વિપરીત બતાવવા. (૮૦) અને જિણધમો)