________________
ભગવાન નેમિનાથનું જીવન આ વાતનું જીવતું જાગતું પ્રમાણ છે. ભગવાન નેમિનાથ દયાના સાગર હતા. જ્યારે એમને વિવાહ માટે મનાવી લીધા અને જાનની તૈયારી થવા લાગી ત્યારે એમને સ્નાન કરાવવામાં આવ્યું. ફૂલોની માળાઓ પહેરાવવામાં આવી. આ બધું થતું રહ્યું પરંતુ એમણે એ સમયે એ ન કહ્યું કે - “મારા વિવાહ માટે આટલી હિંસા થઈ રહી છે.' એક ટીપામાં અસંખ્ય જીવ છે અને એક પાંખડીમાં (કળીમાં) અસંખ્ય કે અનંત જીવ હોઈ શકે છે. પણ એ સમયે એમણે કોઈ વિરોધ ન કર્યો.
જાન રવાના થઈ ગઈ. જ્યારે તે ઉગ્રસેન મહારાજના ત્યાં પહોંચ્યા, તોરણ પર આવ્યા તો એક વાડામાં પશુ-પક્ષીઓને ઘેરેલાં જોયાં. એમનો કરુણ પોકાર એમના કાનોમાં સંભળાયો. પૂછ્યું તો ખબર પડી કે - “એ પશુઓ એમના વિવાહ પ્રસંગ પર ભોજનાર્થે મારવા માટે બાંધવામાં આવ્યા છે.” સારથીની વાત સાંભળતાં જ નેમિનાથ ભગવાનના અંતઃકરણમાં દયા ઊમટી પડે છે. એમણે સારથીની તરફ કરુણાભરી દૃષ્ટિ નજરે જોયું. સારથીએ એમને છોડી દીધાં તો એમણે સારથીને પોતાનાં અમૂલ્ય આભૂષણ ખુશીથી ઇનામ આપી દીધાં. ભગવાન તોરણથી પાછા વળી ગયા. એમણે વિવાહ ન કર્યો.
ભગવાન નેમિનાથના આ આદર્શ ઉદાહરણથી યાદવ જાતિ જાગી ઊઠી. એને ધ્યાન થયું કે વિવાહના સમયે જે પશુઓની હિંસા કરવામાં આવે છે, તે કેટલું મોટું અનર્થ છે.
ભગવાન નેમિનાથે સ્નાન કરતા સમયે જલકાયના અસંખ્ય એકેન્દ્રિય જીવોની હિંસા જાણવા છતાંય વિવાહનો ત્યાગ ન કર્યો. પરંતુ વાડામાં બંધ કરેલાં ગણતરીનાં પંચેન્દ્રિય પ્રાણીઓને જોઈને અને દયાથી દ્રવિત થઈને વિવાહ કરવાનો અસ્વીકાર કરી દીધો. એનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે જો નેમિનાથ ભગવાન એકેન્દ્રિય અને પંચેન્દ્રિયની હિંસાને સમાન સમજતા તો સ્નાન કરતા સમયે જ એનો વિરોધ કરતા અને વિવાહ કરવો અસ્વીકાર કરી દેતા, કારણ કે ત્યાં અસંખ્ય જીવોની હિંસા થઈ રહી હતી. જો એ સમયે વિવાહનો ત્યાગ ન કર્યો તો પંચેન્દ્રિય પ્રાણીઓની હિંસાથી દ્રવિત થઈને એ સમયે પણ વિવાહનો ત્યાગ ન કરતા. એનાથી નિષ્કર્ષ એ જ નીકળે છે કે એકેન્દ્રિય અને પંચેન્દ્રિય હિંસા સમાન નથી.
એક ગૃહસ્થ વનસ્પતિ પર ચાકૂ ચલાવે છે અને બીજો કોઈ મનુષ્ય કે પશુની ગરદન પર ચાકૂ ચલાવે છે. હવે અંતઃકરણને સાક્ષી બનાવીને પૂછવું જોઈએ કે - “શું બંને સમાન પાપના ભાગી છે? બંનેની હિંસા સમાન કોટિની છે?' જે લોકો એકેન્દ્રિય અને પંચેન્દ્રિયની હિંસાને સમાન માને છે, તે ગૃહસ્થ શું એકેન્દ્રિયની સમાન પંચેન્દ્રિયનો પણ વધ કરે છે? જો તે એવું ન કરતા તો દુનિયાને ચક્કરમાં નાખવા માટે શું એવી સમાનતાનું પ્રતિપાદન કરે છે? બધાં પ્રાણીઓની હિંસા સમાન હોવાની તો વાત જ શું, મનુષ્ય-મનુષ્યની હિંસામાં પણ અંતર હોય છે. હિંસ્ય વ્યક્તિની સ્થિતિ અને ગરિમાના કારણે પણ પાપમાં તરતમતા હોય છે. જેમ કોઈ વ્યક્તિ એક અદના આદિવાસીને ઝાપટ મારે છે, એક વ્યક્તિ જનતા દ્વારા ચૂંટાયેલી સન્માનનીય વ્યક્તિને લાફો મારે છે, ત્રીજી મંત્રીને, ચોથી પ્રધાનમંત્રી અને પાંચમી રાષ્ટ્રપતિને નુકસાન પહોંચાડે છે તો સ્પષ્ટ છે કે ઉત્તરોત્તર વ્યક્તિઓની ગરિમા [ અહિંસા-વિવેક છે ,
૩)