________________
પરંતુ બેદરકારીથી કે લોભ-લાલચથી પોતાના આશ્રિત મનુષ્ય કે પશુ-પક્ષી વગેરેને સમય પર ભોજન-પાણીની સુવિધા ન આપવી, ક્રૂરતાથી કોઈની રોજી-રોટી છીનવી લેવી, પોતાના નોકર-ચાકરો અને પશુ-પક્ષીઓને પર્યાપ્ત જીવનનિર્વાહના સાધન ઉપલબ્ધ ન કરાવવા નિરપેક્ષ ભક્તપાન વિચ્છેદ છે. આ ક્રૂરતા છે, તેથી અતિચારમાં સમાવિષ્ટ છે. વતી શ્રાવકને સાવધાની સાથે અતિચારથી બચવું જોઈએ.
ગર્ભવતી સ્ત્રી ઉપવાસ કરીને જો ગર્ભને ભૂખ્યા રાખે છે તો તે પણ આ અતિચારમાં સમાવિષ્ટ છે.
ઉકત અતિચારો પર દષ્ટિપાત કરતાં એ પ્રતીત થાય છે કે આમનો વિશેષ સંબંધ પશુઓ સાથે છે. એ આ વાતનો દ્યોતક છે કે પૂર્વ કાળમાં ગૃહસ્થજીવનના સાથે પશુઓનો નજીકનો સંબંધ રહ્યો છે. પશુપાલન એ સમયની ખાસ પરંપરા હતી. પશુઓને ગૃહસ્થ પોતાના પરિવારનો જ સભ્ય માનતો હતો. આજના યુગમાં પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે, તેથી ઉક્ત અતિચારોને ઉપલક્ષણ અને પ્રતીક માનીને એના અભિપ્રાયને આત્મસાત્ કરતાંકરતાં વિવેકની સાથે અતિચારોની સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવી કે અન્ય કોઈ પદ્ધતિઓથી ધૂળ અહિંસા વ્રતને પરિપાલનમાં મલિનતા આવવાની સંભાવના હોય, એમનાથી શ્રાવકને બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. નિરતિચાર વ્રતપાલનથી વ્રતોની સાર્થકતા અને આત્માનું કલ્યાણ થાય છે. શ્રાવકને વિવેકપૂર્વક સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું નિરતિચાર પાલન કરવું જોઈએ. અતિચાર સંબંધિત શંકા સમાધાનઃ
શંકા ઃ શ્રાવક પોતાના સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં હિંસા કરવાનો ત્યાગ કરે છે, તે બંધ, તાડન, છ વિચ્છેદ વગેરેનો ત્યાગ નથી કરતો તો બંધ અને વધ વગેરે કરવાથી એના વ્રતમાં અડચણ કેવી રીતે આવે છે? પ્રાણાતિપાતથી વિરતિ તો એની અખંડ રહે છે. જો કહેવામાં આવે કે એના વધ વગેરેનો પણ પ્રત્યાખ્યાન થાય છે તો એના કરવાથી વ્રતભંગ જ માનવું જોઈએ, કારણ કે વિરતિનું ખંડન થઈ જાય છે. બીજી વાત એ છે કે જો બંધવધ વગેરેને પણ એના પ્રત્યાખ્યાન માનવામાં આવે તો વ્રતોની જે સંખ્યા માનવામાં આવે છે તે નથી બની શકે કારણ કે પ્રત્યેક વ્રતમાં અતિચાર છે અને તે વ્રતોમાં ગણવામાં આવશે. એવી સ્થિતિમાં બંધ, વધ વગેરેને અતિચાર કેવી રીતે માની શકાય છે ?
સમાધાન શ્રાવક પોતાના મૂળ પ્રાણાતિપાત (હિંસા)ને જ પ્રત્યાખ્યાન કરે છે. પરંતુ અર્થતઃ એના બંધ-વધ વગેરેના પણ પ્રત્યાખ્યાન થઈ જાય છે, કારણ કે તે પણ પ્રાણાતિપાતના ઉપાય જ છે. એવી સ્થિતિમાં એવું કહેવામાં આવ્યું કે - “જો વધ-બંધ વગેરેના પણ એના પ્રત્યાખ્યાન પ્રાપ્ત થાય છે તો એમના કરવાથી વ્રતભંગ જ થશે, અતિચાર નહિ.” એમનું સમાધાન એ સમજવું જોઈએ કે વ્રત બે પ્રકારથી લેવાય છે - અનાવૃત્તિથી અને બહિવૃત્તિથી. જ્યારે મારવાનો સંકલ્પ તો નથી, પરંતુ ક્રૂરતાના સાથે બંધ વધ વગેરેમાં એ પ્રવૃત્તિ કરે છે પરંતુ હિંસા નથી થતી. એવી સ્થિતિમાં ક્રૂરતાના કારણે અંતરંગ દૃષ્ટિથી તો એના વ્રતનો (૬૮) ( 0 0 0 0 0 0 જિણો )