________________
(૪) અતિયાર કોઈ પ્રાણી કે મનુષ્ય ઉપર એની શક્તિથી વધુ ભાર લાદવો અતિભાર નામનો અતિચાર છે. ગાડી-ઘોડા, બળદ વગેરે ઉપર ભાર લાદીને ભાડું કમાવું તો કર્માદાનના અંતર્ગત વર્જનીય છે જ, પરંતુ એમ પણ યાત્રા વગેરે પ્રસંગથી જે વાહનોને પ્રાણી જીવધારી પશુ કે મનુષ્ય ચલાવે છે, એમાં વધુ ભારારોપણ કરવું નિર્દયતા છે. અતિભારારોપણથી પશુ અને મનુષ્યના શરીરને અને મનને બહુ ક્ષતિ પહોંચે છે. બળદ-ગાડા અને ભારવાહી મનુષ્યોના પગ-પીઠ વગેરે અંગો તૂટી જાય છે અને એમની જીવની શક્તિ ક્ષીણ થઈ જાય છે. અનેક નાનાં-મોટાં બાળકો પણ ગરીબીથી તંગ આવીને સ્ટેશનો કે બસ સ્ટેન્ડ પર કે અન્ય સ્થાનોમાં બોજ ઉઠાવવાની મજૂરી કરે છે. એ બાળકો ઉપર દયા રાખવી જોઈએ અને એમને એટલો જ બોજો ઉઠાવવા આપવો જોઈએ જેટલો તે આસાનીથી તે ઉઠાવી શકે. એ બાળકને દયા ભાવથી ઉચિત મજૂરી પણ આપવી જોઈએ. ગરીબીથી લાચાર થઈને અનેક લોકો પગથી રિક્ષા ચલાવવાની મજૂરી છે. એમાં એની શક્તિને ધ્યાનમાં રાખીને ઓછી સવારી જ બેસાડવી જોઈએ. ભલે તે રિક્ષાચાલક પોતાની મરજીથી વધુ બેસાડવા માંગે તો પણ વતી શ્રાવકે એવું ન કરવા દેવું. કારણ કે તે વ્યક્તિ તો લાચારીવશ દ્રવ્ય પ્રાપ્ત કરવા માટે એવું કરે છે. અતિ ભારારોપણ કરવાથી દયાની ભાવના નષ્ટ થઈ જાય છે.
કોઈ અક્ષમ વ્યક્તિ પર એની યોગ્યતા અને શક્તિથી વધુ જવાબદારી નાખી દેવી એ પણ અતિભારારોપણ અતિચાર છે. આમ, આને સામાજિક અને રાષ્ટ્રીય સંદર્ભમાં પણ સમજવું જોઈએ. નાની ઉંમરનાં બાળક-બાળકીઓ ઉપર વિવાહની જવાબદારી નાખી દેવી પણ અતિભારારોપણ છે. વૃદ્ધ અને અમેલ વિવાહ પણ અતિભાર જ છે. પ્રજા પર વધુ કર અને ઓક્ટ્રોયનું આરોપણ કરવું પણ શાસકો માટે અતિભારારોપણ છે. અયોગ્ય વ્યક્તિઓ પર સંઘ, સમાજ કે શાસન સંચાલનની જવાબદારી નાખી દેવી પણ અતિ ભારારોપણ છે.
જે પશુઓ એ મનુષ્યોની વતી શ્રાવકે પોતાના કામમાં લગાવી રાખ્યા છે એમને ઉચિત વિશ્રામ ન આપવો, શકિતથી વધુ સમય સુધી કામ લેવું એમને ઉચિત વેતન કે વૃત્તિ ન આપવી એ અતિભારારોપણ નામનો અતિચાર અંતર્ગત આવે છે. વર્તમાનમાં શાસને આ દિશામાં કાનૂન બનાવ્યા છે. શ્રાવકને પોતાના વિવેક દ્વારા સ્વયં જ આ પ્રકારના અતિચારથી બચવું જોઈએ.
(૫) ભક્તપાન વિચ્છેદ : નિર્દયતાથી કોઈ પ્રાણી કે મનુષ્યને ભૂખ્યો-તરસ્યો રાખવો ભતપાન વિચ્છેદ નામનો અતિચાર છે. એના બે ભેદ છે - અનર્થ અને સાર્થ. કોઈ પ્રાણી કે વ્યકિતને નિષ્કારણ કુતૂહલવશ ભૂખ્યો-તરસ્યો રાખવો અનર્થ ભક્તપાન વિચ્છેદ છે. રોગ વગેરે કારણોથી કરણાની ભાવનાથી એના હિતને દૃષ્ટિમાં રાખીને આહાર વગેરે ન આપવો, સાપેક્ષ ભક્તપાન વિચ્છેદ છે. જેમ કોઈ વ્યક્તિ રોગી છે અને વૈધે એને ભોજન ન આપવાનું કહ્યું છે. કારણ કે રોગી અવસ્થામાં વિવેકપૂર્વક ભૂખ્યા રહેવું રોગને ભૂખ્યા રાખવા સમાન છે. તેથી શ્રાવકના વ્રતમાં અડચણ નથી આવતી. કોઈને સુધારવા માટે અંતરમાં દયાભાવ રાખતા “રોટલી ન આપવાનો ભય બતાવવો' સાપેક્ષમાં પરિગણિત છે. [ અહિંસા-વિવેક કે
નકક)